Home /News /business /

Business Idea : ખેડૂતો થઈ જશે માલામાલ, રૂ. 8000 ક્વિન્ટલના ભાવે વેચાતા ઘઉંની કરો ખેતી

Business Idea : ખેડૂતો થઈ જશે માલામાલ, રૂ. 8000 ક્વિન્ટલના ભાવે વેચાતા ઘઉંની કરો ખેતી

કાળા ઘઉંની ખેતી

બજારમાં કાળા ઘઉં 7000-8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાય છે, જ્યારે સામાન્ય ઘઉંની કિંમત માત્ર 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આસપાસ છે.

Business Idea : જો તમે નોકરી છોડીને ખેતી કરવા ઈચ્છો છો તો તમે કાળા ઘઉંની ખેતી (Business Ideas Black Wheat) કરી પૈસા કમાઈ શકો છો. આજકાલ ખેડૂતો (Farmers) મોટા પ્રમાણમાં કાળા ઘઉંની ખેતી (Black Wheat Farming) દ્વારા બમ્પર કમાણી (Earning) કરી રહ્યાં છે અને બજારમાં કાળા ઘઉં (Black Wheat)ના ભાવ ખૂબ જ ઊંચા છે. કાળા ઘઉં સામાન્ય ઘઉં કરતાં 4 ગણા વધુ ભાવે વેચાય છે.

તેની ખેતીમાં ખર્ચ પણ વધુ થાય છે. પણ તેના ઉત્પાદનમાંથી મોટો નફો પણ મેળવી શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બજારમાં કાળા ઘઉં 7000-8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાય છે, જ્યારે સામાન્ય ઘઉંની કિંમત માત્ર 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આસપાસ છે.

કાળા ઘઉંની વાવણી ક્યારે કરવી ?

રવી સિઝનમાં કાળા ઘઉંની ખેતી કરવામાં આવે છે. જોકે નવેમ્બર મહિનો તેની વાવણી માટે સારો માનવામાં આવે છે. કાળા ઘઉં માટે ભેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવેમ્બર પછી કાળા ઘઉંની વાવણી કરવાથી ઉપજમાં ઘટાડો થાય છે.

સામાન્ય ઘઉં અને કાળા ઘઉંમાં શું તફાવત છે?

કાળા ઘઉંમાં રહેલા એન્થોસાયનિન પિગમેન્ટને કારણે તે કાળા દેખાય છે. સફેદ ઘઉંમાં એન્થોસાયનિનનું પ્રમાણ 5થી 15 પીપીએમ હોય છે, જ્યારે કાળા ઘઉંમાં તેનું પ્રમાણ 40 થી 140 પીપીએમ હોય છે. કાળા ઘઉંમાં કુદરતી એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટિબાયોટિક ગણાતા એન્થ્રોસાયનિનનું બહોળું પ્રમાણ જોવા મળે છે, જે હાર્ટ એટેક, કેન્સર, ડાયાબિટીસ, માનસિક તણાવ, ઘૂંટણના દુ:ખાવો, એનિમિયા જેવા રોગોમાં ખૂબ અસરકારક છે.

કાળા ઘઉંના ફાયદા :

કાળા ઘઉંમાં ઘણા પૌષ્ટિક તત્વો મળી આવે છે તેથી તેના શરીરને પણ ઘણા ફાયદા થાય છે અને વધુ સ્વાસ્થયપ્રદ છે. તેમાં આયર્નનું પ્રમાણ ઘણું વધારે છે. કાળા ઘઉંને કેન્સર, બ્લડપ્રેશર, મેદસ્વીતા અને શુગરના દર્દીઓ માટે વરદાન માનવામાં આવે છે. આ સિવાય તેને ખાવાથી લોહીની ઉણપ અને આંખોની રોશની પણ વધે છે.

આ પણ વાંચોસરકારનો મોટો નિર્ણય : પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કંપનીઓ પર લગાવ્યો 13 રૂપિયા પ્રતિ લિટર નિકાસ ટેક્સ

કેટલી કમાણી સંભવ?

કાળા ઘઉંની ઉપજ પણ સામાન્ય ઘઉં કરતાં સારી છે. એક અભ્યાસ મુજબ 1 વીઘામાં 1000થી 1200 કિલો કાળા ઘઉંનું ઉત્પાદન કરી શકાય છે. જો એક ક્વિન્ટલ ઘઉંની કિંમત 8000 રૂપિયા હોય તો લગભગ 9 લાખ રૂપિયા ઉપરની કમાણી થઈ શકે છે.
Published by:kiran mehta
First published:

Tags: Business idea, Business Ideas, Business Tips, Low cost Business Idea, Wheat

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन