Jioએ એરટેલ-VI પર લગાવ્યો ખોટી અફવા ફેલાવવાનો આરોપ, TRAI પાસે કાર્યવાહીની માંગણી કરી

Jioએ એરટેલ-VI પર લગાવ્યો ખોટી અફવા ફેલાવવાનો આરોપ, TRAI પાસે કાર્યવાહીની માંગણી કરી
Jioએ એરટેલ-VI પર લગાવ્યો ખોટી અફવા ફેલાવવાનો આરોપ, TRAI પાસે કાર્યવાહીની માંગણી કરી

જિયોનો આરોપ છે કે એરટેલ અને VIએ અનૈતિક રુપથી એવી અફવા ફેલાવી કે નવા કૃષિ કાનૂનોથી Jioને ફાયદો થવાનો છે

  • Share this:
    નવી દિલ્હી : રિલાયન્સ જિયો ઇંફોકોમે (Reliance Jio Infocom-RJio)એરટેલ (Airtel)અને વોડાફોન-આઈડિયા (VI)પર ખોટી અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. કંપનીએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાને (TRAI) સખત કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જિયોનો આરોપ છે કે એરટેલ અને VIએ અનૈતિક રુપથી એવી અફવા ફેલાવી કે નવા કૃષિ કાનૂનોથી Jioને ફાયદો થવાનો છે. ઉલ્લેખનીય છે કે નવા કૃષિ કાયદાને લઈને ઉત્તર ભારતમાં ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન યથાવત્ છે.

    નંબર પોર્ટ રિક્વેસ્ટમાં વધારા માટે એરટેલ અને VIને જવાબદાર ગણાવ્યા



    Jioએ કહ્યું કે આ કંપનીઓ સતત સ્પષ્ટ/પરોક્ષ રીતે એવી ખોટી અફવાઓને સમર્થન આપી રહી છે કે રિલાયન્સને નવા કૃષિ કાયદાથી અનુચિત રીતે ફાયદો થશે. Jioએ આ અફવા કેમ્પેઈનને મોટી સંખ્યામાં નંબર પોર્ટ રિકવેસ્ટ માટે જવાબદાર ગણાવ્યા છે.

    આ પણ વાંચો - અમદાવાદઃ Gold-Silverની કિંમતોમાં થયો ઘટાડો, ફટાફટ જાણીનો આજના નવા ભાવ

    કસ્ટમર કરી રહ્યા છે ઉલ્લેખ

    Jioના મતે કસ્ટમર પોતાનો નંબર પોર્ટ કરાવવા માટે આ કેમ્પેઈનનો ઉલ્લેખ કરી રહ્યા છે. કસ્ટમર એ પણ કહી રહ્યા છે કે આ સિવાય તેમને Jioથી કોઈ સર્વિસ રિલેટેડ કે પછી અન્ય સમસ્યા નથી.

    TRAIને કરેલી ફરિયાદમાં Jioએ કહ્યું કે એરટેલ-VI આ શાતિર અને વિભાજનકારી કેમ્પેઈનને પોતાના કર્મચારીઓ, એજન્ટ્સ, રિટેલર્સ દ્વારા સમર્થન આપતા રહ્યા છે. તે લોકો એ કહીને ઉફસાવી રહ્યા છે કે Jioનો નંબર બીજી કંપનીઓમાં પોર્ટ કરાવવો કિસાન આંદોલન પ્રત્યે સમર્થન પ્રદર્શિત કરવું છે. આ સિવાય Jioએ પોતાની હરિફ કંપનીઓ પર છાપ ખરાબ કરવા માટે કિસાન આંદોલનનો ઉપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:December 14, 2020, 23:01 pm

    ટૉપ ન્યૂઝ