ખેડૂત આંદોલન: મોટા ઉદ્યોગો ખરેખર દુષ્ટ છે કે પછી દુષ્પ્રચાર માટેનો સરળ ટાર્ગેટ?

ખેડૂત આંદોલન: મોટા ઉદ્યોગો ખરેખર દુષ્ટ છે કે પછી દુષ્પ્રચાર માટેનો સરળ ટાર્ગેટ?
ખેડૂત આંદોલનની પ્રતિકાત્મક તસવીર

મોટી કંપનીઓના વધુ ધનિક થવાનો પ્રશ્ન આપણને કોરોનાકાળમાં સૌથી વધુ સતાવી ગયો, જ્યાં તેમની સંપતિમાં સતત વધારો થયો પરંતુ હકિકતે આ સંસ્થાઓ કે કંપનીઓની પ્રગતિ શા માટે થઈ? આ જાણવું પણ રસપ્રદ રહેશે

 • Share this:
  સંજીવ શિવેશ : ખેડુતોના વિરોધની આસપાસની અનેક ચર્ચાઓમાં ઇન્ડિયન Incના પોસ્ટર બોઇઝ એ સ્પષ્ટપણે દેખાતા વિલન છે. 25 સપ્ટેમ્બર, 2020 ના રોજ ભારત બંધ સાથેના વિરોધ પ્રદર્શનમાં, કૃષિ પેદાશો, તેમના વેચાણ, સંગ્રહખોરી, કૃષિ માર્કેટિંગ અને કરાર ખેતી સુધારણા પરના ત્રણ નવા કેન્દ્રીય કાયદાઓ વિરુદ્ધ અંબાણી અને અદાણી નામના બે ઉદ્યમીઓ પર તીર તાંકવામાં આવ્યા હતા.

  વિરોધી છાવણીના રાજકારણીઓ તેમ જ સોશ્યલ મીડિયા પર લોકપ્રિય પ્રવચનમાં માનવામાં આવે છે કે નવા કાયદા માત્ર ખેડૂત વિરોધી નથી, પરંતુ રિલાયન્સ અને અદાણી નામના બે ઓદ્યોગિક જૂથોને ફાયદો પહોંચાડવા માટે તેમને ગમે તેવી રીતે ઘડવામાં આવ્યા છે.  તેમ છતાં, આ કંપનીઓએ ભારતીય મૂડીવાદીઓની સામે આવી રહેલા વિરોધના માહોલ માહોલનો સામનો કર્યો છે, આ વિરોધ પ્રદર્શન દરમિયાન તોડફોડને કારણે તેમને નુકસાનીનો સીધો સામનો કરવો પડ્યો છે. લુધિયાણામાં રિલાયન્સ સુપરસ્ટોરમાં તોડફોડ, ડોઆબા ક્ષેત્રમાં રિલાયન્સ પેટ્રોલ પમ્પ કબજે કરી અને મોગા જિલ્લામાં અદાણીના અનાજ સંગ્રહસ્થાનોનો કબજો મેળવવાની તસવીરો આપણે જોઇ છે. જિઓ ટેલિકમ્યુનિકેશનોનો બહિષ્કાર કરવો એ વિરોધનું એક નવું સ્વરૂપ બની ગયું છે.

  આ બીલો ખાનગી કૃષિ-વ્યવસાય એકમોને કોઈપણ ખેડૂત પાસેથી સસ્તા ભાવે કરાર આધારિત ખેતી કરવાનો હક આપશે તેવી દલીલો કરવામાં આવી રહી છે. અને નાના ખેડૂતોને ખૂબ નુકશાન થશે તેવું ચિત્રણ કરવામાં આવી રહ્યું છે. વાર્તામાં આગળ એવી દલીલો કરવામાં આવી રહી છે કે મોટો વેપારીઓ અને કંપનીઓ નાના ખેડૂતો પર કબ્જો જમાવી લેશે અને કરાર આધારિત ખેતી મૂડીવાદીઓનું એક હથ્થુ સાશન જેવી થઈ જશે

  વધુમાં એવી દલીલો પણ ઉમેરવામાં આવી છે કે આ દેશના ક્રોની કમ્પેરેડર મૂડીવાદીઓ જ ફક્ત ભારતીય બેન્કો પાસેથી લોન તરીકે મોટી રકમ મેળવી શકતા હોય છે, જેને તેઓ ગમે ત્યારે માંડવાળ કરાવી શકે છે. એક આરટીઆઈ આ સંદર્ભમાં એવું સૂચવે છે વર્ષ 2015-19ના ગાળામાં 7.95 લાખ કરોડની એનપીએ લોન માંડવાળ કરી દેવાઈ

  એટલે તમે વિરોધ પ્રદર્શન કરી શકો છો

  આ તમામ બાબતોને વધુ વણસવી દેવા માટે, સામાન્ય લોકોને પણ મગજમાં બેસી જાય કે મોદીના રાજકીય કદના વિકાસની સાથે અદાણી જૂથના વિકાસને પણ ફીટ કરી દેવામાં આવે છે. પરંતુ એક વેપારીથી વૈશ્વિક સમૂહના ચહેરા સુધીની સફર ખેડનારા એક સમયના કૉલેજના ડ્રોપઆઉટની સાફલ્યા ગાથાની વાર્તા ખૂબ અતુલ્ય છે. 1998માં, જ્યારે અદાણાી જૂથે કચ્છ ક્ષેત્રના સુકાભઠ્ઠ વેરાન વિસ્તારમાં મુન્દ્રા બંદર પર દાવ લગાવ્યો હતો, ત્યારે તેમને તુરંત જ તકો મળી નહોતી. નજીકમાં જ રાજ્ય સરકાર સંચાલિત કંડલા બંદર પણ હતું.

  મુન્દ્રા ખાતે મોટા પાયે ઓદ્યોગિક અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમનો વિકાસ એ અસાધારણ ઉદ્યોગસાહસિકતા છે જેને માંડી નાખવી મુશ્કેલ છે અને તેનું પુનરાવર્તન કરવું લગભગ અશક્ય છે.

  તેવી જ રીતે, જિયોનો સપ્ટેમ્બર 2016 માં પ્રારંભ થયો ત્યારથી 400 મિલિયન ગ્રાહકો અને રાજ્ય સરકારની માલિકીની બીએસએનએલના પતન સાથે સંકળાયેલ ઉદ્યોગથી કોર્પોરેટ પાવરને સહકારી એવી સરકારની જાહેર નીતિના આક્ષેપોને પ્રોત્સાહન આપે છે.

  જોકે, જિઓની દૂરંદેશી, ટેકનૉલોજીકલ અરમાનો, ખૂબ જ ઝડપથી વિકસી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલૉમેન્ટ અને ખૂબ જ પરિવર્તન લાવનારી ઇન્ટરનેટ આધારિત વ્યાપારી ઇકોસિસ્ટમ જિઓને જિઓ બનાવે છે. આ જિઓની એક પ્રકારની સાફલ્યાગાથા છે.

  તો શું મોટા ઉદ્યોગો ખરેખર દુષ્ટ છે?

  અલબત્ત, ત્યાં બેડ બોય અબજોપતિઓ છે, જેમ જીવનના દરેક ચાલમાં ખરાબ છોકરાઓ હોય છે તેમ મોટા ઉદ્યોગોમાં પણ બેડ બોયઝ છે. પરંતુ, મોટા ઉદ્યોગો એ વાહનો પણ છે, જે સમાજની જરૂરિયાતોને શક્ય તેટલી અસરકારક રીતે સંબોધવા માટે રચાયેલ છે. આમ કરવાથી, તેઓ નાની કંપનીઓ કરતા ઘણી સ્થિર રીતે રોજગારીનું સર્જન કરે છે.

  હકીકતમાં, હજારો નાની કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સ મોટા વ્યવસાયી ઇકોસિસ્ટમ્સ પર ખીલે છે અને ટકી રહે છે. મોટી નિગમો દ્વારા અનુસરવામાં આવતી સારી રોજગાર પદ્ધતિઓ પર સંશોધનનાં રિમ્સ છે. પીટર ડ્રકર (1952) એ લખ્યું હતું કે, “... વ્યવસાય એન્ટરપ્રાઇઝ, ખાસ કરીને મોટો વ્યાપાર ઉદ્યોગ, યોગદાનના ખાતર અસ્તિત્વમાં છે જે તે સમગ્ર સમાજનું કલ્યાણ કરે છે. હકિકતમાં પાગલ જેવા રાઇટ અને લેફ્ટ વિચારોને બાદ કરતા તેમાં અસહમત થવા જેવું કઈ નથી. ”

  મોટા ઉદ્યોગોની સૌથી મોટી તાકાત એ છે કે તેઓ જે સ્તર પર પરિવર્તન લાવનારા કામો કરે છે તે અન્ય કોઈ પણ પ્રકારની સંસ્થાઓ કરી શકતી નથી. પછી તે સોફ્ટવેર જગતમાં ટીસીએસ હોય કે પેટ્રોલિયમમાં રિલાયન્સનો જામનગરનો પ્લાન્ટ હોય કે પછી અદાણીની એરપોર્ટ અને બંદરોમાં પરિવર્તન લાવવાની કામગીરી હોય કે પછી ઇલેક્ટ્રિક્ટ વાહનોમાં ટાટા અને મહિન્દ્રા હોય કે પછી રિટેલ ઉદ્યોગમાં રિલાયન્સ રિટેલની કામગીરી હોય આ તમામ એના ઉદાહરણો છે.

  મોટા ઉદ્યોગોના વધુ વિકાસ થવાનો પ્રશ્ન આપણને આ કોરોનાકાળમાં ખૂબ કનડ્યો છે અથવા તો નજરે ચઢ્યો છે કેમ કે, જ્યાં એક કટોકટી દરમિયાન ધનિકની સંપત્તિમાં અતિ વધારો થયો છે. પરંતુ, આ વાતને નકારી શકાય કે ખાનગી કોર્પોરેશનોએ પણ નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપ્યું છે? જ્યાં સુધી સરકારી બાબતોના શાસન અને નિયમનની વાત આવે તેમાં નિષ્ફળતા જોવા મળી છે.

  હકિકત એ પણ છે કે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સત્તા પર આવ્યા તેના મૂળમાં વ્યાપારી અનુકૂળ ગુજરાત મોડલની નીતિઓ હતી. જેના કારણે સફળ ગુજરાતી વ્યાપારીઓનું ધ્યાન વિશેષ રીતે આકર્ષિત થયું. 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' હોય કે પછી વર્ષ 2015નો જમીન અધિનિયમન હોય કે પછી બેંકકરપ્સી કોડ 2016 હોય કે પછી નવા લેબર કાયદા હોય તમામ બાબતોના કારણે ભારતના ઉદ્યોગો રાજકીય ધૂરાની નજીક પહોંચ્યા

  જો કે આ રાજકીય રૂપે ઇચ્છનીય ન હોઈ શકે, પરંતુ તે ભારતની સંપૂર્ણ આવશ્યકતા છે. તેને આર્થિક વિકાસ અને વિકાસ માટે અમલદારશાહી પકડમાંથી મુક્ત વાઇબ્રન્ટ ખાનગી ક્ષેત્રની જરૂર છે. નવીનતાની ગતિશીલતા અને શકિત પર નિર્માણ થયેલ ઘર્ષણ રહિત અર્થતંત્ર રાષ્ટ્રીય સ્પર્ધાત્મકતાને વેગ આપે છે, રોજગારીનું સર્જન કરે છે અને વધારે આવક પ્રદાન કરે છે. ઉદ્ધારિત ભારતના છેલ્લાં 30 વર્ષોમાં, લગભગ દરેક જણ લાઇસન્સ-પરમિટ રાજની ખરાબ અસરો વિશે કર્કશ અવાજે બૂમ પાડી ગયેલા હોય તેવું જોવા મળ્યું જ છે.

  મોનોપોલી આધારિત પબ્લિક સેક્ટરમાંથી સ્પર્ધાત્મક ખાનગી ક્ષેત્ર આધારિત સરકારનું પરિવર્તન એ સમુદ્ર મંથનની એક નિરંતન ચાલનારી પ્રક્રિયા જેવું છે, જ્યાં ફક્ત જૂજ લોકો જ ટકી શકશે. તે પ્રકૃતિ અને વ્યવસાયનો નિયમ છે. ખરેખર, મોટા ભારતીય વ્યવસાયની વાસ્તવિક પરીક્ષા એ તેમની વિશ્વને જીતવાની ક્ષમતા છે - જેવી રીતે એપલ, સેમસંગ, ટેસ્લા, એમેઝોન, ખ્વાવે અને અન્ય છે તેમ. પરંતુ, નિશ્ચિતરૂપે આ સંસ્થાઓ એટલી દુષ્ટ નથી જેટલી તેમને દેખાડવામાં આવી રહી છે અને આપણને ખરેખર તેની જરૂરિયાત છે.

  (લેખક એન્ટરપ્રેન્યોરશિપ સ્કૂલના સ્થાપક છે. વિચારો તેમના વ્યક્તિગત છે)
  Published by:Jay Mishra
  First published:January 05, 2021, 21:48 pm

  ટૉપ ન્યૂઝ