નવી દિલ્હી : જો તમે પણ ખેતી કરીને માલામાલ બનવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. આજે અમે તમને એક એવી ખેતી વિશે જણાવી રહ્યા છે જેને લઈને તમે લખપતિ બની શકો છો. મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના સિરસૌદા ગામના રહેવાસી વિનોદ ચૌહાણે આ ખાસ ખેતી કરીને બંપર કમાણી કરી છે. તમને જણાવી દઇએ કે આ કમાણી રવિ સિઝનમાં કરી છે. આ સાથે વિનોદે પરંપરાગત ખેતીના બદલે લીકથી હટીને ખેતી કરી છે. જેમાં ઘણો નફા થયો છે.
વિનોદે સામાન્ય ઘઉંના બદલે કાળા ઘઉંની ખેતી કરી છે. જેના કારણે તેનું નસીબ બદલાઇ ગયું હતું. ખેડૂત વિનોદ ચૌહાણે પાતાના 20 વીઘામાં કાળા ઘઉં વાવ્યા હતા. જ્યારે આ ફસલ બનીને તૈયાર થયો તો તે ઘણો ખુશ થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે કાળા ઘઉંની ખેતી ઘણી દુર્લભ છે. આ બધા સ્થળોએ થતી નથી. આ ઘઉંની ઘણી ડિમાન્ડ છે. આ ખેતીની 12 રાજ્યોમાં ઘણી ડિમાન્ડ છે.
મીડિયા સાથે વાતચીત કરતા વિનોદ ચૌહાણે જણાવ્યું કે તેણે 20 વીઘા જમીનમાં 5 ક્વિન્ટલ ઘઉંની વાવણી કરી હતી. જે પછી તેમને 200 ક્વિન્ટલ કાળા ઘઉનું ઉત્પાદન થયું હતું. લોકોને આ વિશે ખબર પડી તો તેમની પાસે ઘણા રાજ્યોમાંથી ફોન આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે કાળા ઘઉંમાં સામાન્ય ઘઉંની સરખામણીમાં વધારે આયરન હોય છે. આ સિવાય વધારે પૌષ્ટિક હોય છે. આ કારણે તેના ભાવ ડબલ હોય છે અને ઘણા રાજ્યોમાં તેની ડિમાન્ડ છે.
કાળા ઘઉંની ખેતી વિશે વિનોદ યુ ટ્યૂબ પરથી શીખ્યો હતો. વિનોદ હંમેશા ખેતીમાં કાંઇક અલગ કરવા માંગતો હતો. જે પછી યુ ટ્યૂબ પર કાળા ઘઉં વિશે માહિતી મેળવી હતી. આ પછી વિનોદે કૃષિ એક્સપર્ટનો સંપર્ક કર્યો હતો અને 20 વીઘામાં કાળા ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર