Home /News /business /

ખેડૂતે બનાવી Electric Car, એક વાર ચાર્જ કરતાં દોડશે 300 કિલોમીટર

ખેડૂતે બનાવી Electric Car, એક વાર ચાર્જ કરતાં દોડશે 300 કિલોમીટર

ખેડૂતે લૉકડાઉન દરમિયાન સોલર ઉર્જાથી ચાલતી કાર બનાવવાની કરી હતી શરૂઆત, બે મિકેનિક અને દોસ્તની મદદથી મેળવી મોટી સફળતા

ખેડૂતે લૉકડાઉન દરમિયાન સોલર ઉર્જાથી ચાલતી કાર બનાવવાની કરી હતી શરૂઆત, બે મિકેનિક અને દોસ્તની મદદથી મેળવી મોટી સફળતા

    નવી દિલ્હી. દેશમાં પેટ્રોલ-ડીઝલનના વધતા ભાવો (Petrol Diesel Price Hike)ની વચ્ચે ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles)ની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. એવામાં સરકાર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા પર સબ્સિડી પણ આપી રહી છે. જેના કારણે નવા વાહન ખરીદનારા લોકો પોતાની જરૂરિયાત મુજબ ઇલેક્ટ્રિક વાહનો ખરીદી રહ્યા છે. આ દરમિયાન ઓડિશાના મયૂરભંજ જિલ્લાના ખેડૂત સુશીલ અગ્રવાલ (Sushil Agarwal)એ પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે જાતે જ ઇલેક્ટ્રિક કાર (Electric Car) બનાવી દીધી અને તે પણ સિંગલ ચાર્જમાં 300 કિલોમીટર સુધી દોડનારી. સુશીલે જણાવ્યું કે આ કારને બનાવવાની શરૂઆત તેમણે લૉકડાઉન દરમિયાન કરી હતી. જે હવે જઈને પૂરી થઈ છે. આવો જાણીએ કે સુશીલે કેવી રીતે ઇલેક્ટ્રિક કાર બનાવી અને આ કારની શું ખાસિયતો છે...

    કેટલા સમયમાં થાય છે ચાર્જ- સુશીલ અગ્રવાલના જણાવ્યા મુજબ તેમની ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં 300 કિલોમીટરની રેન્જ આપે છે. તેઓએ તેમાં 850 વોટની મોટર લગાવી છે અને તેને ચલાવવા માટે 100Ah/54 voltsની બેટરી યૂઝ કરી છે. સુશીલે જણાવ્યું કે આ કારની બેટરી સોલર ઉર્જાથી ચાર્જ થાય છે અને તેને પૂરી ચાર્જ થવામાં 8 કલાકનો સમય લાગે છે. આ ઉપરાંત સુશીલે જણાવ્યું કે આ કારને ભલે ચાર્જ થવામાં વધારે સમય લાગે છે પરંતુ તેની બેટરી લાઇફ 10 વર્ષની છે. તેથી આ કાર બીજી કારોની તુલનામાં વધારે સારી છે.

    આ પણ વાંચો, Explained: 15 અને 16 માર્ચે બેંક હડતાળ, જાણો કઈ સેવાઓ પર પડશે અસર

    લૉકડાઉનમાં ઇલેક્ટ્રિક કાર બનાવવાનું શરૂ કર્યું હતું- સુશીલ અગ્રવાલે જણાવ્યું કે, તેઓએ લૉકડાઉનમાં આ કારને બનાવવાની શરૂ કરી હતી. આ કારને બનાવવા માટે બે મિકેનિક અને તેમના એક મિત્રએ મદદ કરી જેમના સહયોગથી મોટર વાઇન્ડિંગ, ઇલેક્ટ્રિક ફિટિંગ અને ચેસિસ વર્ક કર્યું. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, લૉકડાઉન દરમિયાન મને અંદાજો થઈ ગયો હતો કે, અનલૉક થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. તેથી ઇલેક્ટ્રિક કારનું નિર્માણ શરૂ કર્યું અને તેને બનાવવા માટે પુસ્તકો અને YouTubeની મદદ પણ લીધી.

    આ પણ વાંચો, સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા જતાં વેપારીની ગોળી મારીને હત્યા, પરિવારે કહ્યું- કોઈની સાથે દુશ્મની નહોતી

    મયૂરભંજ આરટીઓના અધિકારી ગોપાલ કૃષણ દાસે જણાવ્યું કે, મને એ જાણીને ખુશી થઈ છે કે લૉકડાઉનની અવધિ દરમિયાન સોલર ઉર્જાથી ચાલતા વાહનને તૈયાર કરવામાં આવ્યું. આવું વાહન પર્યાવરણને અનુકૂળ હોય છે અને સમાજને આ પ્રકારના આવિષ્કારને પ્રોત્સાહિત કરવું જોઈએ.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Auto, Auto news, Autofocus, Electric car, Hyundai, Innovation, Lockdown, Maruti suzuki, ખેડૂત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन