Home /News /business /Farmer Loan: ખેડૂતો માટે ખુશખબરી...તમારા પાક પર આ રીતે લોન લઇ શકાશે, જાણો શું કરવાનું રહેશે
Farmer Loan: ખેડૂતો માટે ખુશખબરી...તમારા પાક પર આ રીતે લોન લઇ શકાશે, જાણો શું કરવાનું રહેશે
પાકનું વેચાણ ન થવાને કારણે ઘણી વખત ખેડૂતોને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાંની અછતનો સામનો કરવો પડે છે.
Farmer Loan: ખેડુતોને તેમના ગોડાઉનમાં સંગ્રહિત ઉપજ પર પાક લોન સરળતાથી ઉપલબ્ધ થશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ યોજનાનો લાભ લેવા માટે ગોડાઉન રજીસ્ટ્રેશન જરૂરી.
Farmer Loan: લોન મેળવવા માટે ખેડૂતોએ તેમની જમીન બેંકો પાસે ગીરવે રાખવી પડે છે. કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે ખેડૂત પાસે જમીન હોવી ફરજિયાત છે. પરંતુ, હવે ખેડૂતો ગોડાઉનમાં રાખેલા તેમના પાક પર પણ લોન લઈ શકશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વેરહાઉસિંગ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી (WDRA) સાથે ખેડૂતોને કૃષિ ખર્ચ માટે સસ્તી લોન આપવા માટે એમઓયુ કર્યા છે. આ એમઓયુની મદદથી, WDRA સાથે નોંધાયેલા વેરહાઉસમાંથી જાહેર કરાયેલ ઇલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રસીદો પર ખેડૂતોને લોન આપવામાં આવશે.
cnbctv18.comના એક અહેવાલ મુજબ, SBIના અધ્યક્ષ દિનેશ ખારાએ જણાવ્યું હતું કે WDRA સાથે ભાગીદારી કરીને, બેંક ખેડૂતોને તેમની નાણાં સંબંધિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે નાણાંનો વધારાનો વિકલ્પ આપશે. e-NWR પર ધિરાણની સુવિધા વધુ સારી રહેશે. તેનાથી ખેડૂતોને સરળતાથી લોન મળી શકશે. આ સુવિધા શરૂ થવાથી, વધુને વધુ વેરહાઉસ ડબ્લ્યુડીઆરમાં નોંધણી થશે, જેથી ખેડૂતો, વેરહાઉસ અને લોનના વિકલ્પો વધુ ઉભા થશે.
ઘણા ખેડૂતો તેમના પાકની લણણી થતાં જ વેચતા નથી. તેઓ તેનો સંગ્રહ કરે છે. ઘણી વખત આપણે પાકના દરમાં વધારો થવાની આશાએ પાક અટકાવી દઈએ છીએ અને કેટલીકવાર સિઝનમાં ઓછા ભાવને કારણે સંગ્રહ કરવામાં આવે છે. પાકનું વેચાણ ન થવાને કારણે ઘણી વખત ખેડૂતોને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાંની અછતનો સામનો કરવો પડે છે. પરંતુ, હવે SBI દ્વારા વેરહાઉસમાં સંગ્રહિત પાક પર પણ લોન આપવાને કારણે ખેડૂતોને આર્થિક તંગીમાંથી પસાર થવું પડશે નહીં.
માત્ર એવા ખેડૂતોને જ સંગ્રહિત પાક પર લોન લેવાની સુવિધા મળશે, જેઓ તેમનો પાક WDR નોંધાયેલા વેરહાઉસમાં રાખે છે. ઘરમાં રાખેલા પાક પર લોન આપવામાં આવશે નહીં. તેમજ અનરજિસ્ટર્ડ વેરહાઉસમાં રાખવામાં આવેલા પાક પર લોન આપવામાં આવશે નહીં.
આરબીઆઈએ લોન મર્યાદામાં વધારો કર્યો છે
હાલમાં રિઝર્વ બેંકે પ્રાધાન્યતા ક્ષેત્રના ધિરાણ હેઠળ e-NWR પર લોન લેનાર માટે લોન મર્યાદા રૂ.50 લાખથી વધારીને રૂ.75 લાખ કરી છે. એટલે કે હવે ખેડૂતો પહેલા કરતા વધુ લોન લઈ શકશે. આ યોજના હેઠળ, બેંકો અધિકૃત વેરહાઉસ દ્વારા જાહેર કરાયેલી રસીદોના આધારે ખેડૂતોને ખૂબ જ સરળતાથી લોન આપે છે. જેથી કરીને ખેડૂતોની જરૂરિયાતો પૂરી થઈ શકે અને સાથે સાથે તેઓ ગોડાઉનમાં રાખેલા પાકને સમય આવે ત્યારે સારા ભાવે વેચી શકે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર