ટમેટાં 1 રૂપિયે કિલોગ્રામ પણ ન વેચાતાં આક્રોશિત ખેડૂતોએ 50 ક્વિન્ટલ ઉપજ પર ટ્રેક્ટર ફેરવી દીધું

કોરોના વાયરસ ખેડૂતોની આર્થિક રીતે પણ કમર તોડી રહ્યો છે, નુકસાની વેઠતાં ખેડૂતોએ વિરોધ દર્શાવવા ભર્યું આ પગલું

કોરોના વાયરસ ખેડૂતોની આર્થિક રીતે પણ કમર તોડી રહ્યો છે, નુકસાની વેઠતાં ખેડૂતોએ વિરોધ દર્શાવવા ભર્યું આ પગલું

 • Share this:
  સુધીર કુમાર, મુજફ્ફરપુર. બિહાર (Bihar)માં કોરોના કહેર (Coronavirus)ની વચ્ચે મુજફ્ફરપુર (Muzaffarpur)થી ખેડૂતો (Farmers)ની દુર્દશાની હૃદયદ્રાવક તસવીરો સામે આવી રહી છે. જિલ્લામાં કોરોના શાકભાજી ઉગાડતા ખેડૂતોની (Vegetable Farmers) કમર તોડી રહ્યું છે. ખાસ કરીને ટમેટા (Tomato) પકવતા ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ છે. વિસ્તારમાં શાકભાજીને સુરક્ષિત રાખવા માટે કોઈ કોલ્ડ સ્ટોરેજ નથી જે મુશ્કેલીનું મોટું કારણ છે. આ કારણે જિલ્લાના શાકભાજી ઉગાડતા ખેડૂતો બજાર ન મળવાથી શાકભાજીને રસ્તા પર ફેંકી રહ્યા છે.

  મુજફ્ફરપુરના મીનાપુરના મજૌલિયા ગામમાં શાકભાજીની ખેતી મોટાપાયે થાય છે અને રોજ શાકભાજી ગામથી વિવિધ વિસ્તારોના માર્કેટો સુધી પહોંચે છે. લૉકડાઉનના કારણે જે ખેડૂતો 11 વાગ્યા સુધી પોતાની શાકભાજી મોકલી નથી શકતા, તેમની ઉપવ બીજા દિવસે ખરાબ થઈ જાય છે. આ કારણે ખેડૂતો નારાજ છે અને આ જ કારણ છે કે ખેડૂતો ટમેટાંને રસ્તા પર ફેંકી વિરોધ દર્શાવી રહ્યા છે.

  આ પણ વાંચો, 1 કિલો ઘાસની કિંમતમાં ખરીદી શકો છો દોઢ તોલા સોનું, Hop Shoots કેમ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી?

  શાકભાજી ઉગાડતા ખેડૂત મુન્ના ભગતે જણાવ્યું કે લગ્નની સીઝનમાં ગામમાં ટમેટાનું સારું વેચાણ થતું હતું. વિસ્તારના ગંજ બજાર અને નેઉરા બજારમાં શહેરના વેપારી આવીને ટમેટાં ખરીદીને લઈ જતાં હતા પરંતુ લગ્ન પ્રસંગો પર લૉકડાઉનની અસર થતાં ટમેટાંની ખપત નથી થઈ રહી.

  આ પણ જુઓ, Chinese માલ બેકાર! 330 ફુટની ઊંચાઈ પર તૂટી ગયો કાચનો બ્રિજ, દુર્ઘટનાના દૃશ્યો Viral


  ઉપજ વધુ થતાં મીનાપુરથી ટમેટાંની ખેપ નેપાળ લઈ જવામાં આવતી હતી પરંતુ લૉકડાઉનમાં નેપાળનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. એવામાં ટમેટાંની કિંમત 1 રૂપિયે કિલો પણ નથી મળી રહી. આ જ કારણે આક્રોશિત ખેડૂતોએ 50 ક્વિન્ટલ ટમેટાં રોડ પર ફેંકી દીધા અને તેની પર ટ્રેક્ટર ફેરવી દીધું: ખેડૂતોની માંગ છે કે કૃષિ અને ઉદ્યાન વિભાગ તરફથી મીનાપુર વિસ્તારમાં શાકભાજીને સુરક્ષિત રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવે. જેથી અહીં વેચાયા બાદ વધેલી શાકભાજીને કોલ્ડ સ્ટોરેજમાં રાખીને બગડતી અટકાવી શકાય.
  Published by:Mrunal Bhojak
  First published: