Home /News /business /Digital Goldમાં રોકાણ કેટલું સુરક્ષિત? કેટલો ટેક્સ લાગે? જાણો તમને મૂંઝવતા દરેક સવાલના જવાબ

Digital Goldમાં રોકાણ કેટલું સુરક્ષિત? કેટલો ટેક્સ લાગે? જાણો તમને મૂંઝવતા દરેક સવાલના જવાબ

ડિજિટલ ગોલ્ડ

Digital Gold: ડિજિટલ ગોલ્ડની જો વ્યાખ્યા જોઈએ તો એવું કહી શકાય કે તે ડિજિટલ વૉલેટમાં પડેલા પૈસા જેવું છે. જે તમારી પાસે તો છે પરંતુ તમારા ખિસ્સામાં નથી.

મુંબઈ. Digital Gold Investment: શું તમે પણ સોનામાં રોકાણ કરવા માંગો છો? તો તમારા માટે ડિજિટલ ગોલ્ડ (Investment on Digital Gold) એક સારો વિકલ્પ હોઈ શકે છે. આજકાલ ડિજિટલ ગોલ્ડ ખૂબ ચર્ચામાં છે. ઘણા લોકો તેમાં રોકાણ કરે છે. શેર બજાર (Indian Share Market)ની અનિશ્ચિતતા અને મોંઘવારીને કારણે લોકો ડિજિટલ ગોલ્ડ તરફ આકર્ષિત થયા છે. ડિજિટલ ગોલ્ડની જો વ્યાખ્યા (What is Digital Gold?) જોઈએ તો એવું કહી શકાય કે તે ડિજિટલ વૉલેટમાં પડેલા પૈસા જેવું છે. જે તમારી પાસે તો છે પરંતુ તમારા ખિસ્સામાં નથી. ફક્ત 1 રૂપિયાથી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકાય છે. આ રોકાણ કેટલું સુરક્ષિત (Is digital gold secure?) છે, તેના પર કેટલો ટેક્સ (Tax on digital gold) લાગે છે વગેરે બાબતો વિશે વિસ્તારથી જાણીએ.

1) ખરીદી કરવી ખૂબ સરળ

ડિજિટલ સોનાની ખરીદી હવે એટલી સરળ બની ગઈ છે કે એપ્લિકેશનની મદદથી તેની ખરીદી કરી શકો છો. ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં બજેટનો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી. આ કારણે લોકો તેના પ્રત્યે આકર્ષિત થઈ રહ્યા છે.

2) શુદ્ધતા અને સુરક્ષાની ચિંતા નહીં

જ્યારે તમે હાજર સોનું ખરીદો છો ત્યારે તેની શુદ્ધતાને લઈને ચિંતા રહે છે. ડિજિટલ ગોલ્ડના કેસમાં આવું નથી. આ સાથે જ તેની સુરક્ષાને લઈને પણ કોઈ ચિંતા રહેતી નથી. એટલે કે રોકાણકારોને આ બંને બાબતોને લઈને કોઈ ચિંતા રહેતી નથી.

3) તાત્કાલિક ચૂકવણી

તમે જ્યારે પણ ડિજિટલ ગોલ્ડનું વેચાણ કરો છો ત્યારે તમને તાત્કાલિક પૈસા મળી જાય છે. એટલે કે પેમેન્ટ માટે તમારે જરા પણ રાહ જોવી પડતી નથી. પૈસા નહીં આવવાની પણ કોઈ ચિંતા રહેતી નથી.

4) ડિજિટલ ગોલ્ડ પર જીએસટી

ઉલ્લેખનીય છે કે ડિજિટલ ગોલ્ડ પર ત્રણ ટકા જીએસટી ચૂકવવો પડે છે. માની લો કે તમે એક હજાર રૂપિયાનું ડિજિટલ ગોલ્ડ લીધું તો તમારે તેના પર 30 રૂપિયા જીએસટી ચૂકવવો પડશે. બાકીના 970 રૂપિયાનું તમને સોનું મળશે.

આ પણ વાંચો: Gold at Re 1: શું તમે ડિજિટલ ગોલ્ડ ખરીદવા ઈચ્છો છો? આ બાબતોનું રાખો ધ્યાન

5) ફી ચૂકવવી પડશે

ડિજિટલ ગોલ્ડ ખરીદવી વખતે તમારે વન ટાઇમ ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જમાં ટ્રસ્ટી ફી અને ટ્રાન્ઝેક્શન કોસ્ટથી લઈને મેન્ટેનન્સ ચાર્જ, પ્રોસેસિંગ ચાર્જ, ઇન્શ્યોરન્સ અને સ્ટોરેજ ચાર્જ સામેલ છે. આ ઉપરાંત જો તમે ડિજિટલ ગોલ્ડની ફિજિકલ ડિલીવરી લો છો તો તમારે ડિલીવરી ચાર્જ ચૂકવવો પડશે.

6) ટેક્સ

ડિજિટલ ગોલ્ડના વેચાણના કેસમાં લૉંગ ટર્મ કેપિટલ ગેન પર ફિજિકલ ગોલ્ડની જેમ ટેક્સ ચૂકવવો પડે છે. મતલબ 20 ટકા ટેક્સ પ્લસ સેસ અને સરચાર્જ. જો ડિજિટલ ગોલ્ડ ત્રણ વર્ષથી ઓછી અવધિ માટે ગ્રાહક પાસે રહ્યું હોય તો તેના વેચાણથી રિટર્ન પર સીધી રીતે ટેક્સ નથી ચૂકવવો પડતો.

આ પણ વાંચો: Digital Gold બાબતે સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, SEBI અને RBI બનાવી રહ્યા છે માસ્ટરપ્લાન

7) પાંચ વર્ષથી વધુ રાખવા પર ચાર્જ

એક મોટી વાત એ છે કે તમે ડિજિટલ ગોલ્ડને પાંચ વર્ષથી વધારે સમય સુધી તમારી પાસે નથી રાખી શકતા. જો તમે આવું કરો છો તો તમારે આ માટે ચાર્જ ચૂકવવો પડશે.

8) કોઈ નિયામક નહીં

ડિજિટલ ગોલ્ડ પર દેખરેખ રાખવા હાલ કોઈ નિયામક નથી. સેબી અને આરબીઆઈ જેવી સંસ્થાઓ પણ હાલ તેને રેગ્યુલેટ નથી કરી રહી.

9) સરકાર કોઈ નિર્ણય લઈ શકે

ક્રિપ્ટોકરન્સીની જેમ ડિજિટલ ગોલ્ડને લઈને પણ રોકાણકારોને અલગ અલગ વચનો આપવામાં આવે છે. સરકાર આ તમામ વાત પર નજર રાખી રહી છે. જોકે, આ અંગે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.
First published:

Tags: Digital Gold, MCX, આરબીઆઇ, ગોલ્ડ