Home /News /business /ભારતના ટોચના 100 ધનકુબેરોની યાદી જાહેર, જાણો કોણ છે નંબર 1 પર

ભારતના ટોચના 100 ધનકુબેરોની યાદી જાહેર, જાણો કોણ છે નંબર 1 પર

ભારતના ટોચના 100 ધનકુબેરોની યાદી

ફોર્બ્સ 2022 દ્વારા ભારતના 100 સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટ અનુસાર એક વર્ષ અગાઉની સરખામણીમાં શેરબજારમાં સામાન્ય ઘટાડા અને રૂપિયામાં મસમોટા ઘટાડા છતા સંપત્તિમાં વધારો નોંધાયો છે.

  નવી દિલ્હીઃ ફોર્બ્સ 2022 દ્વારા ભારતના 100 સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટ અનુસાર એક વર્ષ અગાઉની સરખામણીમાં શેરબજારમાં સામાન્ય ઘટાડા અને રૂપિયામાં મસમોટા ઘટાડા છતા સંપત્તિમાં વધારો નોંધાયો છે.

  ભારતના 100 સૌથી ધનિકોની ફોર્બ્સ 2022ની યાદી


  ભારતના ટોચના ધનકુબેરોની યાદીમાં આ વર્ષે અદાણી ટોચના સ્થાને છે. ગૌતમ અદાણી બાદ મુકેશ અંબાણી ભારતના બીજા સૌથી મોટા ધનવાન છે. જોકે, આ વર્ષે ભારતના 100 સૌથી ધનિકોની ફોર્બ્સ 2022ની યાદીમાં ઘણા નવા નામો છે. બ્યુટી બ્રાન્ડ NYKAAની ફાલ્ગુની નાયર- દેશના સૌથી ધનિક સેલ્ફ મેડ અબજોપતિઓ(Self-Made Billionaires)માં શામેલ થયા છે. તેઓ આ વર્ષે ટોચના 100 ધનકુબેરોમાં શામેલ થયા છે.

  આ પણ વાચોઃHDFC બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી મળશે આ અદ્ભુત ફાયદો, જાણશો તો ચોંકી જશો

  નાયર યાદીમાં 44મા સ્થાને


  ફોર્બ્સના ડેટા મુજબ શાનદાર IPO પછી 4.8 અબજ ડોલરની નેટવર્થ સાથે નાયર યાદીમાં 44મા સ્થાને છે. તેણીએ 2012માં મલ્ટી-બ્રાન્ડ ઓમ્નીચેનલ બ્યુટી-ફોકસ્ડ રિટેલ બિઝનેસ બનાવવાના વિઝન સાથે નાયકાની સ્થાપના કરી હતી. તેઓ IIM અમદાવાદથી સ્નાતક થયા છે અને 1600 જેટલી વર્કફોર્સ ધરાવે છે. તેમની લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર ફાલ્ગુનીએ 1500+ બ્રાન્ડના પોર્ટફોલિયો સાથે બ્યુટી અને લાઈફસ્ટાઈલ સેગમેન્ટનું રિટેલ સામ્રાજ્યનું ઉભું કર્યું છે. તે ખાનગી લેબલ સાથે ઓનલાઈન અને ઓફલાઈન ક્ષેત્ર સાથે ભારતમાં 68 સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. Nykaaની આવક FY19માં રૂ. 1200 કરોડના આંકને વટાવી ગઈ છે અને નાણાંકીય વર્ષ 2020માં રૂ. 2000 કરોડથી વધુના ટ્રેક પર જોવા મળી છે.

  નાયર ઉપરાંત લિસ્ટમાં શામેલ અન્ય નવા નામો....


  1) રેખા ઝુનઝુનવાલા : સ્વ. રાકેશ ઝુનઝુનવાલાના પત્ની યાદીમાં 30મા સ્થાને છે. રેખાએ તેમના પતિ બિગબુલનું સ્થાન લીધું છે. તેમની કુલ સંપત્તિ 5.9 અબજ ડોલર છે.

  આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસને આ મિડકેપ સ્ટોક પર છે ભારે વિશ્વાસ, દોઢ વર્ષમાં તિજોરી છલકાવી દેશે

  2) વકીલ પરિવાર : નેહલ વકીલ (36) તેમના પરિવારની ત્રીજી પેઢી છે. વકીલ પરિવાર 1942માં સ્થપાયેલ એશિયન પેઇન્ટ્સનું સંચાલન કરે છે. તેમની ફેમિલી નેટવર્થ કુલ 5.2 અબજ ડોલર છે.

  3) TVS જૂથના વેણુ શ્રીનિવાસન: વેણુ શ્રીનિવાસન વિશ્વના સૌથી મોટા ટુ-વ્હીલર ઉત્પાદકોમાંની એક કંપની ચલાવે છે. તેઓ આ વર્ષે લિસ્ટમાં નવા એન્ટરન્ટ છે. ટોપ 100માં 98મા સ્થાને પહોંચેલ વેણુને ભારતના ત્રીજા સૌથી ઉચ્ચ સન્માન, પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

  4) વેદાંત ફેશન્સના માલિક રવિ મોદી: યાદીમાં 50મા સ્થાને પહોંચેલ રવિ મોદી વેદાંત ફેશન્સના માલિક છે. પુત્રના નામે સ્થાપેલ આ વેદાંત કંપની જેની માન્યવર બ્રાન્ડ અતિપ્રખ્યાત છે. વિરાટ કોહલી સાથે સંકળાયેલ આ બ્રાન્ડના આઈપીઓને કારણે તેમની કુલ કિંમત વધીને લગભગ 3.6 અબજ ડોલર છે.


  આ ઉપરાંત ફોર્બ્સની યાદીમાં UNO મિંડા (અગાઉ મિંડા ઇન્ડસ્ટ્રીઝ)ના ચેરમેન અને એમડી નિર્મલ મિંડા તેમજ મેટ્રો બ્રાન્ડ્સના રફીક મલિકનો સમાવેશ થાય છે.
  First published:

  Tags: Business news, List, Richest Indian

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन