સાવધાન! 31 ડિસેમ્બરથી બંધ થવા જઈ રહી છે 2 હજાર રૂપિયાની નોટ? આ છે હકીકત

News18 Gujarati
Updated: December 8, 2019, 3:37 PM IST
સાવધાન! 31 ડિસેમ્બરથી બંધ થવા જઈ રહી છે 2 હજાર રૂપિયાની નોટ? આ છે હકીકત
31 ડિસેમ્બર 2019થી 2 હજાર રૂપિયાની નોટ બંધ થતી હોવાના અહેવાલ સદંતર ખોટા

31 ડિસેમ્બર 2019થી 2 હજાર રૂપિયાની નોટ બંધ થતી હોવાના અહેવાલ સદંતર ખોટા

  • Share this:
નવી દિલ્હી : જો તમે પણ આ મેસેજ વાંચ્યો છે કે 31 ડિસેમ્બર 2019થી 2 હજાર રૂપિયા (2000 Rupee Note) બંધ થવા જઈ રહી છે તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. મૂળે, સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ (Social Media Viral Message) થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 31 ડિસેમ્બર 2019થી 2 હજાર રૂપિયાની નોટ બંધ થવા જઈ રહી છે. તો અમે આપને જણાવી દઈએ કે બે હજાર રૂપિયાની નોટ બંધ નથી થઈ રહી અને ન તો 1 હજાર રૂપિયાની નોટ માર્કેટમાં આવવાની. નવી નોટને લઈ થઈ રહેલા આ વાતો માત્ર અફવા છે.

આ મેસેજ થઈ રહ્યો છે વાયરલ


એક યૂઝરે ટ્વિટ કરતાં લખ્યું કે, 31 ડિસેમ્બર 2019 બાદ 2 હજાર રુપિયાની નોટ બદલી નહીં આપવામાં આવે. આ મેસેજની સાથે જ યૂઝરે એક ન્યૂઝ વેબસાઇટની લિંક શૅર કરવામાં આવી છે.

આ છે આ સમાચારની હકીકત

જ્યારે અમે ન્યૂઝટ્રેકલાઇવનો રિપોર્ટ વાંચ્યો તો જાણવા મળ્યું કે, તેમાં એવું કંઈ પણ નથી લખવામાં આવ્યું કે સરકાર 2 હજાર રૂપિયાની નોટને બંધ કરવા જઈ રહી છે. નોંધનીય છે કે, ઑક્ટોબરમાં પ્રકાશિત આ અહેવાલમાં લખવામાં આવ્યું છે કે એસબીઆઈ એટીએમથી 2 હજાર રૂપિયાની નોટ નહીં લઈ શકો, કારણ કે એસબીઆઈ ધીમે-ધીમે મોટી નોટોને એટીએમ મશીનમાં નાખવાનું બંધ કરશે. તેના સ્થાને 500, 100, 200 રૂપિયાની નોટ વધારવામાં આવશે.આ પણ વાંચો, Royal Enfieldના ચાહકો માટે ખરાબ સમાચાર, કંપનીએ ઉઠાવ્યું આ Bold પગલું

અનેક ગડબડને રોકવા માટે 2 હજાર રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું

નોંધનીય છે કે, આરબીઆઈના નોટિફિકેશન સેક્શનથી પણ એવું કંઈ જાણવા નથી મળ્યું કે આવો કોઈ પણ આદેશ જાહેર થયો હોય. 2 હજાર રૂપિયાની નોટ લીગલ ટેન્ડર છે અને તેને બંધ કરવાને લઈ ફેલાવવામાં આવી રહેલી તમામ વાતો માત્ર અફવા છે. ઑક્ટોબરમાં એક આરટીઆઈના જવાબમાં આ જાણકારી સામે આવી હતી કે આરબીઆઈએ 2 હજાર રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સરકારે આ પગલું અનેક ગડબડ હોવાના કારણે ઉઠાવ્યું હતું.

આ પણ વાંચો, ખાતામાં પૈસા નહીં હોવા છતા પણ આ રીતે ઉપાડી શકો છો પૈસા
First published: December 8, 2019
વધુ વાંચો
अगली ख़बर