નવી દિલ્હીઃ કૃષિ બિલ (Farm Bill)ને લઈને સમગ્ર દેશમાં માહોલ ગરમાયેલો છે. વિપક્ષ જ્યાં એક તરફ જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે તો બીજી તરફ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો પણ આ બિલોને લઈને ખૂબ આક્રમક છે. પંજાબમાં 25 સપ્ટેમ્બરે ખેડૂતોએ ભારે વિરોધ-પ્રદર્શનની જાહેરાત કરી છે. હવે મોદી સરકાર (Modi Government)એ શું ફેરફાર કર્યા છે તેને લઈને ખેડૂતોના મનમાં અનેક આશંકાઓ છે. આ આશંકાઓને દૂર કરવા માટે ભારત સરકારે અખબારોમાં વિજ્ઞાપન આપીને સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. આવો જણાવીએ સરકારે કયા સવાલો પર સ્પષ્ટતા કરી અને અને જણાવ્યું કે શું છે ‘જૂઠાણું’ અને શું છે ‘સત્ય’.
ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)નું શું થશે?
જૂઠાણું – કૃષિ બિલ હકીકતમાં ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય ન આપવાનું કાવતરું છે.
સત્ય – કૃષિ બિલનું ન્યૂનતમ સમર્થન સમર્થન સાથે કોઈ સંબંધ નથી. MSP આપવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આપવામાં આવતી રહેશે.
માર્કેટ યાર્ડોનું શું થશે?
જૂઠાણું – હવે માર્કેટ યાર્ડો ખતમ થઈ જશે.
સત્યઃ માર્કેટ યાર્ડ સિસ્ટમ જેવી છે તેવી જ રહેશે.
આ પણ વાંચો, વિદેશી બજારોમાં આજે સોના-ચાંદી સસ્તા થયા, ભાવમાં 3%નો ઘટાડો, ભારતમાં થશે સસ્તું?
ખેડૂત વિરોધી છે બિલ?
જૂઠાણું- ખેડૂતોની વિરુદ્ધ છે કૃષિ બિલ. સત્ય- કૃષિ બિલથી ખેડૂતોને આઝાદી મળી છે. હવે ખેડૂત પોતાનો પાક કોઈને પણ, ક્યાંય પણ વેચી શકે છે. તેનાથી વન નેશન, વન માર્કેટ સ્થાપિત થશે. મોટી ફુડ પ્રોસેસિંગ કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરીને ખેડૂત વધુ નફો કમાઈ શકશે.
મોટી કંપનીઓ શોષણ કરશે?
જૂઠાણું- કોન્ટ્રાક્ટના નામે મોટી કંપનીઓ ખેડૂતોનું શોષણ કરશે.
સત્ય- સમજૂતીથી ખેડૂતોનજે પહેલાથી નિયત ભાવ મળશે .પરંતુ ખેડૂતોને તેના હિતોની વિરુદ્ધ નહીં બાંધી શકાય. ખેડૂત તે સમજૂતીથી ક્યારે પણ હટવા માટે સ્વતંત્ર હશે, અને તેના માટે કોઈ પેનલ્ટી નહીં લેવામાં આવે.
આ પણ વાંચો, PM મોદીએ કહ્યુ, માર્કેટ યાર્ડો બંધ નહીં થાય, MSP પર કેટલાક લોકો ફેલાવી રહ્યા છે ભ્રમ
ખેડૂતોની જમીન છીનવાઈ જશે?
જૂઠાણું- ખેડૂતોની જમીન મૂડીવાદીઓને આપવામાં આવશે.
સત્ય- બિલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખેડૂતોની જમીનનું વેચાણ, લીઝ અને ગીરો મૂકવી પ્રતિબંધિત છે. સમજૂતી ઉપજ માટે હશે, જમીનની નહીં.
ખેડૂતોનું નુકસાન છે?
જૂઠાણું- ખેડૂત બિલથી મોટા કોર્પોરેટને ફાયદો છે, ખેડૂતોને નુકસાન છે.
સત્ય- અનેક રાજ્યોમાં મોટા કોર્પોરેશનની સાથે મળી ખેડૂત શેરડી, ચા અને કોફી જેવી ઉપજ ઉગાડી રહ્યા છે. હવે નાના ખેડૂતોને વધુ ફાયદો મળશે અને તેમને ટેકનીકલ અને પાકો નફાનો ભરોસો મળશે.