મોદી સરકારની 'વડાપ્રધાન ક્રેડિટ યોજના' હેઠળ મહિલાઓના ખાતામાં જમા થાય છે 3 લાખ રૂપિયા? જાણો સચ્ચાઇ

આ યોજનાઓમાં કિસાન વિકાસ પત્ર (કેવીપી), વરિષ્ઠ નાગરિક બચત યોજના (એસસીએસએસ), જાહેર ભવિષ્ય નિધિ (પીપીએફ) અને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો સમાવેશ થાય છે. જો તમે પણ આમાંની કોઈપણ યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણો કે તેના પર કેટલું વ્યાજ મળે છે.

યૂટ્યૂબ (You tube) પર એક સમાચાર હાલ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર વડાપ્રધાન ક્રેડિટ યોજના હેઠળ 3 લાખ રૂપિયાની રકમ મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે.

 • Share this:
  Fact Check : યૂટ્યૂબ (You Tube) પર વાયરલ થઇ રહેલી એક ખબરમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારની વડાપ્રધાન ક્રેડિટ યોજના હેઠળ 3 લાખ રૂપિયાની રકમ મહિલાઓના ખાતામાં જમા કરવામાં આવી રહી છે. જાણો આ વાતમાં કેટલી સચ્ચાઇ છે યૂટ્યૂબ (You tube) પર એક સમાચાર હાલ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર વડાપ્રધાન ક્રેડિટ યોજના હેઠળ 3 લાખ રૂપિયાની રકમ મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી તો આ ખબર બિલકુલ ખોટી અને નકલી નીકળી.

  સોશિયલ મીડિયા પર લોકોએ ઉલ્લૂ બનાવવા અને ભ્રમિત કરી ઠગવા માટે આ રીતની ખોટી ખબર વાયરલ કરી રહ્યા છે. જેનાથી બચવા માટે કેન્દ્ર સરકાર સતત લોકોને જાગરુત કરવામાં પ્રયાસ કરી રહી છે. આ વાયરલ ખબરમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની વડાપ્રધાન ક્રેડિટ યોજના હેઠળ હાલ તમામ મહિલાઓના ખાતામાં 3 લાખ રૂપિયાની રાશિ આપવામાં આવી રહી છે.

  સરકારના અધિકૃત ટ્વિટર હેન્ડલ પીઆઇબી ફેક્ટ ચેક (PIB Fact Check)માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ ખબર પૂરી રીતે ખોટી છે. ભારત સરકારે આવી કોઇ જ જાહેરાત નથી કરી અને ના જ સરકારની આવી કોઇ યોજના છે.  PIB ફેક્ટ ચેકે આ મામલે ટ્વિટ કરી છે. તેમણે તેવો દાવો કર્યો છે કે એક Youtube વીડિયોમાં તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર "વડાપ્રધાન ક્રેડિટ યોજના" હેઠળ તમામ મહિલાઓના ખાતામાં 3 લાખ રૂપિયાની નકદ રાશિ આપી રહી છે. PIB Fact Check આ દાવાને ખોટો કહ્યો છે. કેન્દ્ર સરકારે આવી કોઇ યોજના ચાલુ જ નથી કરી.

  આ પહેલા પણ અન્ય એક યૂટ્યૂબ વીડિયોમાં તેવો દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન મહિલા સન્માન યોજના હેઠળ તમામ મહિલાઓ પ્રતિ 2000 રૂપિયા આપવામાં આવશે. PIB ફેક્ટ ચેકમાં ટ્વિટ કરીને આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે આવી કોઇ યોજના નથી.
  Published by:Chaitali Shukla
  First published: