ફેસબૂક આપશે 50 લાખ ભારતીયોને ડિજીટલ સ્કિલ ટ્રેનિંગ

News18 Gujarati
Updated: November 28, 2018, 3:12 PM IST
ફેસબૂક આપશે 50 લાખ ભારતીયોને ડિજીટલ સ્કિલ ટ્રેનિંગ
ફેસબુકનું ટ્રેનિંગ મોડ્યૂલ 14 સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ છે.

દેશનાં 150 શહેરો અને 48 હજાર ગામડાંઓમાં લગભગ 10 લાખ લોકોને પ્રશિક્ષિત કરી ચુક્યું છે

  • Share this:
ફેસબુક આગલા 3 વર્ષ દરમિયાન 50 લાખ લોકોને ડિજીટલ કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરવાની યોજના બનાવી રહ્યું છે. કંપનીનાં એક ઉચ્ચ અધિકારીએ કહયું કે તેનાંથી દેશનાં નાના કારોબારીએને મદદ મળશે.

બે દિવસીય ફેસબુક કોમ્યુનિટી બુસ્ટ કાર્યક્રમનાં ઉદ્ઘાટન દરમિયાન સોશિયલ નેટવર્કિંગ સાઈટે જણાવ્યું કે, 50 ભાગીદારોની મદદથી ફેસબુક દેશનાં 150 શહેરો અને 48 હજાર ગામડાંઓમાં લગભગ 10 લાખ લોકોને પ્રશિક્ષિત કરી ચુક્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય નાના કારોબારીઓને ડિજીટલ માર્કેટિંગનું કૌશલ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે.

ફેસબુકનાં પ્બલિક પૉલિસીનાં ડાયરેક્ટર (ભારત, દક્ષિણ અને મધ્ય એશિયા) આંખી દાસે કહ્યું કે, સ્થાનિક ભાગીદારો અને પ્રદેશ સરકાર સાથે અમારી ભાગીદારીનું મજબુત ફ્રેમવર્ક છે. તેમણે જણાવ્યું કે, કંપની કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય સાથે પણ ડિજીટલ પ્રશિક્ષણને લઈને કામ કરી રહી છે.

તેમણે જાણાવ્યું કે, અમે આ કાર્યક્રમોને લઈને ઘણા ઉત્સાહિત છીએ. આ કાર્યક્રમોનું સંચાલન પ્રદેશ સરકાર, કેન્દ્ર સરકાર, સિવીલ સૉસાયટી અને ખાનગી સંસ્થાઓની ભાગીદારીમાં કરવામાં આવી રહ્યું છે, જે આર્થિક બદલાવને સરળ બનાવવા અને જમીન સ્તર પર નાના ધંધાદારીઓને ઔપચારિક અર્થવ્યવસ્થાની મુખ્યધારામાં લાવવા પર કેન્દ્રિત છે.

ફેસબુકનું ટ્રેનિંગ મોડ્યૂલ 14 સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. ફેસબુકે કહ્યું કે, તેમનાં કાર્યક્રમનો પ્રચાર ઉત્તરપ્રદેશ, કર્ણાટક, પંજાબ, ગુજરાત, અરૂણાચલ પ્રદેશ, આસામ, ઓડિશા અને રાજસ્થાન સહિત 29 રાજ્યોમાં થઈ ચુક્યો છે.

આંખી દાસે કહ્યું કે, લઘુ તેમજ મધ્યમ સ્તરનાં કારોબારમાં 80 % કારોબારીઓનું કહેવું છે કે આ પ્લેટફોર્મને કારણે તેમનું વેચાણ વધવાની સાથે વૈશ્વિક અને સ્થાનિક બજારમાં તેમની પહોંચ વધી છે. દાસે વધુમાં જણાવ્યું કે, આનાથી ઉત્સાહિત થઈને અમે 2021 સુધીમાં 50 લાખ લોકો તેમજ ઉદ્યમીઓને ડિજીટલ કૌશલ્યું પ્રશિક્ષણ પ્રદાન કરવાની યોજના પર કામ કરી રહ્યા છે.
First published: November 28, 2018, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading