Facebookની મદદથી વધારો વેપાર! માત્ર 5 દિવસમાં મળશે રૂ.5 લાખથી રૂ.50 લાખ સુધીની લોન, આવી છે નવી સ્કીમ

પ્રતિકાત્મક તસવીર

facebook new schemes: ફેસબુક દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે હવે નાના અને મધ્યમ કારોબારને 5 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે. આ લોન દેશના 200 શહેરોમાં ઉપલબ્ધ હશે.

  • Share this:
    નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા  (social media) દિગ્ગજ ફેસબુકે નાના વેપારને પ્રોત્સાહન આપવા માટે ખાસ પ્રોગ્રામની શરુઆત કરવાની જાહેરાત કરી છે. ફેસબુક (Facebook) ભારતમાં નાના વેપારીઓના વેપારને પ્રોત્સાન આપવા માટે મદદ કરશે. સોશિયલ મીડિયા કંપની એસએમઆઈ લોનની (SME loan) રજૂ કરી રહ્યું છે. જેની મદદથી નાના અને મધ્યમ વ્યવસાયો ને સરળતાથી બિઝનેસ લોન (Busines Loan) મળી શકશે. ફેસબુક દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે હવે નાના અને મધ્યમ કારોબારને 5 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે. આ લોન દેશના 200 શહેરોમાં ઉપલબ્ધ હશે.

    ફેસબુક અને Indifi વચ્ચે ભાગીદારી
    ફેસબુકે પોતાની આ પહેલ માટે લોન વહેંચણી કરનાર કંપની ઇન્ડિફીની સાથે ભાગીદારી કરી છે. ભારત પહેલો એવો દેશ છે જ્યાં આ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે. આજે શુક્રવારે 20 ઓગસ્ટે ફેસબુક ઈન્ડિયાના (Facebook India) ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર અજીત મોહને આને લોન્ચ કરી હતી.

    આ અવસર ઉપર મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, આ લોન માટે કોઈ collateral પણ નહીં લાગે. આ લોન 5 દિવસમાં પાસ થઈ જશે અને તેનું વ્યાજ 17-20 ટકાની આસપાસ હશે.

    તેમણે કહ્યું કે મહિલાઓ કારોબારીઓની ખાસ છૂટ આપવામાં આવી છે. જ્યાં વ્યાજદરમાં પણ 0.2 ટકાની છૂટ મળશે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યં હતું કે દેશની ઈકોનોમિક ગ્રોથમાં એમએસએમઈની ખાસ ભૂમિકા હોય છે. આવી સ્થિતિમાં આ વચ્ચે ફેસબુકના આ અભિયાનથી એમએસએમઈ સેક્ટરને આગળ વધારવા માટે મદદ મળશે.

    આ પણ વાંચોઃ-SBI Platinum Deposits: ટર્મ ડિપોઝિટ ઉપર મેળવો 6.20 ટકા સુધી વ્યાજદર, 14 સપ્ટેમ્બર સુધી છે તક

    આ પણ વાંચોઃ-Beekeeping business: ઓછી મૂડીએ વધુ નફો આપતો વ્યવસાય, લાખોની કમાણી, સરકાર આપશે 85 ટકા સબસીડી

    ફેસબુકનો ભારતમાં મોટો વ્યવસાય
    મોહનને કહ્યું કે દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગના સામે લોન એક મોટી સમસ્યા છે. જોકે, આ પહેલા ભારતના નાના કારોબારીઓને ખુબ જ મદદ મળશે. ઉલ્લેખનીય છે કે ફેસબુકનું વૈશ્વિક સ્તર ઉપર લગભગ 200 મિલિયન વ્યવસાય છે. જેમાં ભારતમાં સૌથી વધારે કારોબાર છે. એકલા વોટ્સએપ ઉપર કંપનીએ ભારતમાં 15 મિલિયન વ્યવસાયિક ઉપયોગકર્તા છે.
    Published by:ankit patel
    First published: