ફેસબુકે ભારતમાં લોન્ચ કર્યો ક્રિએટર એજ્યુકેશન પ્રોગ્રામ, ક્રિએટર્સને આગળ વધવામાં મળશે મદદ

ફેસબુકે ભારતમાં ક્રિએટર એજ્યુકેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો

Facebook- ભારતમાં પોતાનો સૌથી મોટો ક્રિએટર એજ્યુકેશન એન્ડ ઇનેબલમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો

  • Share this:
ફેસબુકે (Facebook) ગુરૂવારે પોતાના પ્લેટફોર્મ અને ઇન્સ્ટાગ્રામ ( Instagram)પર કન્ટેન્ટ ક્રિએટર્સને શીખવવા, કમાવવા અને આગળ વધવાનો અવસર આપવા માટે ભારતમાં પોતાનો સૌથી મોટો ક્રિએટર એજ્યુકેશન એન્ડ ઇનેબલમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. ક્રિએટર ડે ઇન્ડિયા 2021માં (Creator Day India)ઇન્સ્ટાગ્રામ હેડ એડમ મોસેરીએ (Adam Mosseri)જણાવ્યું કે ભારત ફોટો શેરિંગ અને શોર્ટ વીડિયો પ્લેટફોર્મ (short video platform)માટે સૌથી ઝડપથી વધી રહેલા બજારોમાંથી એક છે.

એડમે જણાવ્યું કે, “ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી આગળ વધતા દેશોમાંથી એક છે. ઇન્સ્ટાગ્રામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તે અમારા માટે સૌથી મહત્વપૂર્ણ બની રહ્યું છે. અમે ઇન્સ્ટાગ્રામ પર હાલ ભારતીય ક્રિએટર્સમાં જે ગતિ અને ક્રિએટીવિટી જોઇ રહ્યા છીએ તેનાથી ઉત્સાહિત થઇ ન શકીએ.” ફેસબુક ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડાયરેક્ટર અજીત મોહને જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં સમગ્ર ભારતના પ્લેટફોર્મ પર ટેલેન્ટ અને ક્રિએટીવિટીમાં ઝડપથી વધારો થયો છે.

તેણે વધુમાં જણાવ્યું કે, અમે આ ઇકોસિસ્ટમમાં રોકાણ અને સમર્થન કરવા ઇચ્છીએ છીએ અને ક્રિએટર્સને આગળ વધવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા બનાવવા માંગીએ છીએ. રિલ્સ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તેણે જણાવ્યું કે, દેશના નાના ગામડા અને શહેરોમાં પણ લોકો રિલ્સનો ઉપયોગ કરી રહ્યા છે અને રાષ્ટ્રિય અને વૈશ્વિક ક્ષેત્રે નામના મેળવી રહ્યા છે. મોહને જણાવ્યું કે, આજે ભારતમાં દરરોજ સરેરાશ 6 મિલિયન રિલ્સ બનાવવામાં આવે છે. તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે મોનેટાઇઝેશનના સાધનો રજૂ કરી રહ્યું છે, જે “ક્રિએટર્સને કન્ટેન્ટ દ્વારા કમાણી કરવામાં મદદ કરી શકે છે. આપણે જાણીએ છીએ કે ક્રિએટર માટે શિક્ષણનો તબક્કો સૌથી મહત્વનો છે અને તેથી ક્રિએટર્સને શીખવવા માટે અમે લર્નિંગ પ્રોગ્રામ્સ લોન્ચ કરી રહ્યા છીએ. આ બોર્ન ઓન ઇન્સ્ટાગ્રામનો આગળનો તબક્કો છે અને તેના દ્વારા ભારતના ક્રિએટર્સને ઓનલાઇન કોર્સ શીખવાની તક આપશે.”

આ પણ વાંચો - WhatsAppથી પેમેન્ટ કરવું થયું આસાન, ચેટ કમ્પોઝર બોક્સમાં આવ્યું ₹ સિમ્બોલ

આ પ્રોગ્રામમાં એક્સપર્ટ સાથે લાઇવ માસ્ટર ક્લાસ દ્વારા નવા ટ્રેન્ડ્સ, અપડેટ્સ અને ચેલેન્જ વિશે જણાવવામાં આવે છે, જેથી ક્રિએટર્સને ઇન્સ્ટાગ્રામ પર શું ચાલી રહ્યું છે તે અંગે ખ્યાલ આવી શકે. કોર્સ પૂર્ણ કર્યા બાદ ક્રિએટરને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. તેના દ્વારા ક્રિએટર્સને પૈસાની કમાણી કરવાની તક મળી શકશે.

મોહને જણાવ્યું કે, ”અમે આશા રાખીએ છીએ કે ભારતમાં આ રોકાણ દ્વારા વધુ સારા ક્રિએટર્સ ઉભરશે.” વર્ષ 2019માં બોર્ન ઓન ઇન્સ્ટાગ્રામ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફેસબુક હસ્તગત ઇન્સ્ટાગ્રામ હવે પહેલા ભારતમાં પોતાના નવા ફીચર્સ લોન્ચ કરે છે. ગત વર્ષે ઇન્સ્ટાગ્રામે રિલ્સ લોન્ચ કર્યું હતું, જેમાં ક્રિએટર્સ શોર્ટ વીડિયો કન્ટેન્ટ બનાવી શકે છે અને ભારત તે દેશોમાં પ્રથમ હતું, જ્યાં આ ફીચર પહેલા લોન્ચ થયું હોય. આ સિવાય ભારતમાં ઇન્સ્ટાગ્રામે લાઇવ રૂમ્સ કે જેમાં એક સાથે 4 લોકો લાઇવ થઇ શકે છે, તે ફીચર્સ સૌથી પહેલા લોન્ચ કર્યુ હતું.
First published: