Facebook-Jio ડીલઃ દેવામુક્ત કંપની બનવા તરફ Reliance Industriesનું વધુ એક પગલું

News18 Gujarati
Updated: April 22, 2020, 2:36 PM IST
Facebook-Jio ડીલઃ દેવામુક્ત કંપની બનવા તરફ Reliance Industriesનું વધુ એક પગલું
મુકેશ અંબાણીએ રિલાયન્સની 42મી વાર્ષિક સામાન્ય બેઠકમાં કહ્યું હતું કે કંપનીની પાસે રોડમપ છે જેના દ્વારા 31 માર્ચ 2021 સુધી દેવામુક્ત કંપની બની શકે છે

મુકેશ અંબાણીએ રિલાયન્સની 42મી વાર્ષિક સામાન્ય બેઠકમાં કહ્યું હતું કે કંપનીની પાસે રોડમપ છે જેના દ્વારા 31 માર્ચ 2021 સુધી દેવામુક્ત કંપની બની શકે છે

  • Share this:
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Reliance Industries Chairman Mukesh Ambani)એ શૅરધારકોને કરેલા વાયદાને નિભાવતા કંપનીને દેવામુક્ત (Reliance Debt Free) બનાવવા માટે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જિયોના લોન્ચિંગ અને તેના કારોબાર વધારવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઘણો ખર્ચ કર્યો હતો. વર્ષ 2016માં જિયોનું લોન્ચિંગ થયું હતું અને RILએ તેમાં કુલ 40 અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું. જેથી જિયો અને બીજા કારોબારના કારણે RILનું દેવું ઘણું વધી ગયું હતું. મુકેશ અંબણી પોતાની કંપીને માર્ચ 2021 સુધી દેવામુક્ત કંપની બનાવવા માંગે છે. જેના હિસાબથી ફેસબુકની આ ડીલ ઘણી મહત્ત્વપૂર્ણ છે.

ફેસબુક (Facebook)એ રિલાયન્સ જિયો (Reliance Jio)માં 9.99 ટકા હિસ્સેદારી 5.7 અજબ ડૉલર એટલે કે 43,574 કરોડ રૂપિયામાં ખરીદી છે. પોતાના કોમર્શિયલ લોન્ચના લગભગ 4 વર્ષની અંદર જિયોની વેલ્યૂ વધીને 65.95 અબજ ડૉલર થઈ ગઈ છે. જિયોના આ સપોર્ટથી તેની પેરેન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) માર્કેટ કેપના હિસાબથી દેશની ટૉપ 5 કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે.

RILને દેવામુક્ત બનાવવા માટે આ છે પ્લાન

(1) RIL કેટલાક કારોબારમાં હિસ્સેદારી વેચીને પોતાનું દેવું ઓછું કરવાને લઈ ઝડપથી કામ કરી રહી છે. કંપની પોતાના ઓઇલ કારોબારમાં 20 ટકા હિસ્સેદારી સઉદી અરામકોને વેચવા માટે વાતચીત કરી રહી છે. સાથોસાથ ટેલીકોમ ટાવર બિઝનેસની હિસ્સેદારી કેનેડાની પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટને વેચવાની તૈયારીમાં છે.

(2) મુકેશ અંબાણીએ 12 ઓગસ્ટ 2019ના રોજ કંપનીની 42મી વાર્ષિક સામાન્ય બેઠકમાં કહ્યું હતું કે કંપનીની પાસે રોડમપ છે જેના દ્વારા તેઓ 31 માર્ચ 2021 સુધી દેવામુક્ત કંપની બની શકે છે. વર્ષ 2018માં રિલાયન્સે પોતાના ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસેટ્સ 1.25 લાખ કરોડ રૂપિયામાં બે અલગ-અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટને ટ્રાન્સફર કરી દીધો હતી. કંપનીનો ઉદ્દેશ્ય તેના દ્વારા ગ્લોબલ ઇન્વેસ્ટર્સથી ફંડ એકત્ર કરવાનું હતું.

આ પણ વાંચો, Reliance Jioમાં Facebook બની સૌથી મોટી શૅરહોલ્ડર, જાણો આ ડિલની 8 મહત્ત્વની વાતો(3) RIL અનેક કંપનીઓની સાથે ડીલ કરી રહી છે અને નાણાકીય વર્ષ 2020-21ના અંત સુધી અનેક ડીલ પૂરી થવાની પણ આશા છે.નાણાકીય વર્ષ 2019ના અંત સુધી કંપનીની બેલેન્સ શીટમાં 1,54,478 કરોડ રૂપિયાનું દેવું હતું. મુકેશ અંબાણીએ કહ્યું કે, RILના ઓઇલ-ટૂ-કેમિકલ (O2C) બિઝનેસમાં સઉદી અરામકો 20 ટકા હિસ્સેદારી લઈ રહી છે. સાથોસાથ KG-D6માં બ્રિટિશ પેટ્રોલિયમ (BP) રોકાણ કરવા માટે રાજી છે. આ બે ડીલથી કંપનીને 1.1 લાખ કરોડ રૂપિયા મળશે.
(4) આ ડીલથી સોશિયલ મીડિયા કંપની ફેસબુકને ઝડપથી વધતા ભારતીય બજારમાં પોતાની પહોંચ વધારવામાં મદદ મળશે. અહીંના 38.80 કરોડ ભારતીયો સુધી ફેસબુકનો એક્સેસ વધશે. બીજી તરફ, આ ડીલથી મુકેશ અંબાણીને RILનું દેવું ઓછું કરવામાં મદદ મળશે.

ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

આ પણ વાંચો, Jio Facebook Deal Impact: રિલાયન્સના શૅરમાં આવી 8 ટકાની જોરદાર તેજી

 
First published: April 22, 2020, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading