Home /News /business /

Facebook લાવી રહ્યું છે નવી મેસેજિંગ એપ, શેર કરી શકશો લોકેશન, સ્પીડ અને બેટરી લાઇફ

Facebook લાવી રહ્યું છે નવી મેસેજિંગ એપ, શેર કરી શકશો લોકેશન, સ્પીડ અને બેટરી લાઇફ

Facebook લાવી રહ્યું છે નવી મેસેજિંગ એપ Threads

આ વર્ષની શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામએ 'Direct' નામની ડાયરેક્ટ મેસેજિંગ એપ્લિકેશન પર કામ કરવાનું બંધ કરી દીધું હતુ કારણ કે પરીક્ષણ દરમિયાન કંપનીએ શોધી કાઢ્યું કે યૂઝર્સ મેસેજ મોકલવા માટે બીજી એપ્લિકેશન પર સ્વિચ કરવાનું પસંદ કરતા નથી.

    આ વર્ષની શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામએ 'Direct' નામની ડાયરેક્ટ મેસેજિંગ એપ્લિકેશન પર કામ કરવાનું બંધ કરી દીધું હતુ કારણ કે પરીક્ષણ દરમિયાન કંપનીએ શોધી કાઢ્યું કે યૂઝર્સ મેસેજ મોકલવા માટે બીજી એપ્લિકેશન પર સ્વિચ કરવાનું પસંદ કરતા નથી.

    ફેસબૂક એક નવી મેસેજિંગ એપ Threadsને રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જે તેમના નજીકના મિત્રો સાથે માહિતી શેર કરવામાં ઉપયોગી થશે. સોમવારે 'ધ વર્જ' ના અહેવાલ મુજબ, થ્રેડ્સ ઇન્સ્ટાગ્રામના સહયોગી તરીકે કામ કરશે જે યૂઝર્સને ટેક્સ્ટ, ફોટા અને વીડિયો મેસેજ શેર કરવાની મંજૂરી આપશે. ફેસબૂક હાલમાં એક નવી મેસેજિંગ એપ્લિકેશનનું પરીક્ષણ કરી રહ્યું છે. જોકે ફેસબુક દ્વારા હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી કે તે ક્યારે શરૂ થશે.

    આ વર્ષની શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામે 'Direct' નામની ડાયરેક્ટ મેસેજિંગ એપ્લિકેશન પર કામ કરવાનું બંધ કરી દીધું કારણ કે પરીક્ષણ દરમિયાન કંપનીએ શોધી કાઢયું કે યૂઝર્સ મેસેજ મોકલવા માટે બીજી એપ્લિકેશન પર સ્વિચ કરવાનું પસંદ કરતા નથી. એપ્લિકેશનનું બીટા વર્ઝન એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર 6 જુદા જુદા દેશમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ એપ સ્નેપચેટ જેવી લાગે છે અને તેમાં સ્નેપચેટ જેવું ફિલ્ટર પણ છે.

    ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ તેમના નજીકની મિત્રની યાદીમાં હાજર લોકોને તેમનું લોકેશન, સ્પીડ અને બેટરી લાઇફને શેર કરવા માટે ઇનવાઇટ કરી શકશે.


    થ્રેડ એપ્લિકેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ તેમના નજીકની મિત્રની યાદીમાં હાજર લોકોને તેમનું લોકેશન, સ્પીડ અને બેટરી લાઇફને શેર કરવા માટે ઇનવાઇટ કરી શકશે. આ સાથે, ટેક્સ્ટ, ફોટા અને વીડિયો મેસેજ જેવી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ ઇન્સ્ટાગ્રામના રચનાત્મક સાધનો દ્વારા ઓટેમેટિક શેર કરી શકશો.

    આ પહેલા ફેસબૂકે તેની તમામ મેસેજિંગ એપ્લિકેશન્સને ઇન્ટીગ્રેટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દિશામાં ઇન્સ્ટાગ્રામને ફેસબૂક સાથે ઇન્ટીગ્રેટ કરવાના કેટલાક પ્રયત્નો કર્યા. પરંતુ તેની સાથે એકીકૃત થયું નથી કારણ કે તે એકદમ અલગ છે. માર્ક ઝુકરબર્ગે વિકાસકર્તાઓને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન રાખવા સૂચના આપી. એન્ક્રિપ્શનનો અર્થ એ છે કે ફક્ત મેસેજ મોકલનાર અને પ્રાપ્તકર્તા જ તેને વાંચવામાં સમર્થ હશે, કોઈ તેને વચ્ચેથી વાંચી શકશે નહીં.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Business, Facebook, Instagram, Whatsapp

    આગામી સમાચાર