Facebookએ Reliance Jioની 9.99% હિસ્સેદારી 43,574 કરોડ રૂપિયામાં ખરીદી

News18 Gujarati
Updated: April 22, 2020, 11:08 AM IST
Facebookએ Reliance Jioની 9.99% હિસ્સેદારી 43,574 કરોડ રૂપિયામાં ખરીદી
Jio ભારતમાં જે મોટું પરિવર્તન લાવ્યું છે, તેનાથી અમે પણ ઉત્સાહિત થયા છીએઃ Facebook

Jio ભારતમાં જે મોટું પરિવર્તન લાવ્યું છે, તેનાથી અમે પણ ઉત્સાહિત થયા છીએઃ Facebook

  • Share this:
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા કંપની ફેસબુક (Facebook) હવે દેશની સૌથી મોટી દૂરસંચાર કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)ની સૌથી મોટી શૅરહોલ્ડર બની ગઈ છે. ફેસબુકની વેબસાઇટ મુજબ, કંપનીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited)ના જિયો પ્લેટફોર્મ પર 5.7 બિલિયન ડૉલર એટલે કે 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

દુનિયાભરમાં પ્રચલિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebookએ ભારતની મોટી ટેલીકોમ કંપની Jioમાં 9.99 ટકા હિસ્સો 43,574 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

આ ડીલની જાહેરાત ફેસબુકે બુધવારે કરી છે. ફેસબુકે કહ્યું કે, ‘આ રોકાણ ભારત પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. Jio ભારતમાં જે મોટું પરિવર્તન લાવ્યું છે, તેનાથી અમે પણ ઉત્સાહિત થયા છીએ. ચાર વર્ષથી પણ ઓછા સમયમાં રિલાયન્સ Jio 388 મિલિયનથી વધુ લોકોને ઓનલાઇન પ્લેટફોર્મ પર લઈને આવ્યું છે. આ ઇનોવેશન અને નવા એન્ટરપ્રાઇઝીસને પ્રોત્સાહન આપી રહ્યું છે. લોકોને નવી પદ્ધતિઓથી જોડી રહ્યા છે. તેથી અમે જિયોના માધ્યમથી ભારતમાં પહેલાથી વધુ લોકોની સાથે જોડાવા માટે પ્રતિબદ્ધ છીએ.’

આ પણ વાંચો, રિલાયન્સ Jio અને Facebook મળીને ભારતમાં લોકોને બિઝનેસની નવી તકો આપશેઃ માર્ક ઝકરબર્ગ

મૂળે, વર્ષ 2016માં જિયોના લૉન્ચિંગ બાદ રિલાયન્સ દેશની એકમાત્ર એવી કંપની તરીકે ઉભરી છે જે ઝડપથી વધતાં ભારતીય બજારમાં અમેરિકન ટેકનીકલ સમૂહોની સાથે પ્રતિસ્પર્ધા કરવામાં સક્ષમ છે. રિલાયન્સે મોબાઇલ ટેલીકોમથી લઈને હોમ બ્રોડબેન્ડ સુધી દરેક ચીજમાં ઈ-કોમર્સનો વિસ્તાર કર્યો છે.

બીજી તરફ, ભારત પણ ફેસબુક અને તેના મેસેજિંગ પ્લેટફોર્મ માટે એક મોટું માર્કેટ છે. ભારતમાં ફેસબુકના 400 મિલિયન યૂઝર્સ છે. કન્સ્લટન્સી પીડબલ્યૂસી મુજબ, ભારતમાં વર્ષ 2022માં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા વધીને 850 મિલિયન થવાની આશા છે.

ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

 
First published: April 22, 2020, 7:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading