Home /News /business /

Facebook Fuel for India 2020: કોરોના સંકટે ખોલ્યા અનેક રસ્તા, દેશ ટૉપ 3 અર્થવ્યવસ્થા બનવા તરફ- મુકેશ અંબાણી

Facebook Fuel for India 2020: કોરોના સંકટે ખોલ્યા અનેક રસ્તા, દેશ ટૉપ 3 અર્થવ્યવસ્થા બનવા તરફ- મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી (Photo: PTI)

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણીએ કહ્યું કે, COVID સંકટમાં પણ ભારતમાં સૌથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આવ્યું છે

  Facebook Fuel for India 2020: દુનિયામાં સોશિયલ મીડિયાના ક્ષેત્રની સૌથી મોટી કંપની ફેસબુક (Facebook) 15 અને 16 ડિસેમ્બરે Facebook Fuel for India 2020 નામની ઇવેન્ટની મેજબાની કરી રહી છે. આજે આ ઇવેન્ટનું પહેલું સેશન હતું. ફેસબુક પ્લેટફોર્મ પર પ્રસારિત આ ઇવેન્ટમાં ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગ (Facebook chief Mark Zuckerberg) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના સીએમડી મુકેશ અંબાણી (Mukesh Ambani)ની વચ્ચે રોકાણને લઈને વાતો થઈ. પોતાના સંબોધનમાં મુકેશ અંબાણીએ કહ્યું કે દેશમાં ડિજિટલ ક્રાંતિ (Digital Revolution)ની સંભાવનાઓ પર વ્યાપક ચર્ચા થઈ રહી છે. સંકટમાં નવી સંભાવનાઓનો રસ્તો નીકળે છે. દેશમાં કોવિડ મહામારી (Covid-19 Crisis)એ અનેક સંભાવનાઓનો રસ્તો ખોલ્યો છે. ડિજિટલ ઈન્ડિયાથી વિકાસની અનેક તકો ઊભી થઈ છે. તેની ક્રેડિટ વડાપ્રધાન નરેનદ્ર મોદી (PM Narendra Modi)ને જાય છે.

  મુકેશ અંબાણીએ કહ્યું કે, PM મોદીએ સંકટમાં પણ સંભાવનાઓ શોધી છે. આ મહામારી દરમિયાન ભારતમાં 20 કરોડ લોકોને ડાયરેક્ટ રોકડ મદદ આપવામાં આવી. ગરીબ પરિવારોને બચાવવા માટે પગલાં ભરવામાં આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશને ભોજન વિતરણની વ્યવસ્થા કરી. રિલાયન્સ તરફથી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવી. દેશ 2021ના પહેલા ક્વાર્ટરમાં વેક્સીન માટે તૈયાર છે.

  કોરોના સંકટમાં દેશમાં આવી સૌથી મોટી FDI

  મુકેશ અંબાણીએ કહ્યું કે, COVID સંકટમાં ભારતમાં સૌથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આવ્યું છે. ફેસબુકના જિયોમાં રોકાણ ભારત માટે એક મોટી એફડીઆઈ છે. ફેસબુક અને જિયો મળીને નાના કારોબારને પ્રોત્સાહન મળશે.. નાના કારોબાર વેલ્યૂ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

  ભારત દુનિયાની ટૉપ 3 અર્થવ્યવસ્થા બનવા તરફ

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડીએ કહ્યું કે, કોરોના સંકટમાં દેશમાં વર્ક ફ્રોમ હોમ અને લર્ન ફ્રોમ હોમનું કલ્ચર સફળ રહ્યું છે. દેશના વિકાસ આગળ પણ ચાલુ રહેશે. ટૂંક સમયમાં જ દેશની પ્રતિ વ્યક્તિ આવક 1,800 ડૉલરથી વધીને 5,000 ડૉલર હશે. આપણા દેશ ભારતમાં અપાર સંભાવનાઓ છે. થોડાક જ સમયમાં આપણે દુનિયાની ટૉપ 3 અર્થવ્યવસ્થામાં સામેલ થઈશું, કારણ કે આપણી ઝડપથી તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.

  જિયો લઈને આવ્યું ડિજિટલ કનેક્ટિવિટી

  મુકેશ અંબાણીએ માર્ક ઝકરબર્ગને કહ્યું કે, Jio ડિજિટલ કનેક્ટિવિટી લઈને આવ્યું છે. વોટ્સએપ પેની સાથે વોટ્સએપ ચેટનો સમાવેશ થાય છે તો તેનાથી ડિજિટલ કનેક્ટિવીટી વધી છે. રિલાયન્સ રિટેલ અને JioMart ભારતમાં દરેકને વૈશ્વિક સેવાઓમાં હિસ્સો લેવાની તક આપી રહી છે. મુકેશ અંબાણીએ માર્ક ઝકરબર્ગને કહ્યું કે ટેક્નોલોજી અપનાવવાથી ભારતને સંપત્તિ બનાવવામાં મદદ મળશે. મુકેશ અંબાણીનું કહેવું છે કે જિયોએ પોતાના નેટવર્ક પર ફ્રી વોઇસ સર્વિસિસ આપવાનો વાયદો કર્યો છે.

  આ પણ વાંચો, Cooking Gas Cylinder Price: ફરી મોંઘો થયો LPG ગેસ સિલિન્ડર, હવે આપને ખર્ચ કરવા પડશે આટલા રૂપિયા

  ઝકરબર્ગને ગણાવ્યા દુનિયાના ડિજિટલ કનેક્ટિવિટીના આર્કિટેક્ટ

  મુકેશ અંબાણીએ ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગના વિઝનના વખાણ કર્યા. મુકેશ અંબાણીએ આ દરમિયાન ઝકરબર્ગથી ભારત અને રિલાયન્સ જિયોમાં રોકાણનું કારણ પણ પૂછ્યું. અંબાણીએ ઝકરબર્ગને દુનિયાની ડિજિટલ કનેક્ટિવિટીના આર્કિટેક્ટ ગણાવ્યા છે.

  Digital Indiaથી વિકાસની અનેક તકો ઊભી થઈ- ઝકરબર્ગ

  આ ઇવેન્ટમાં માર્ક ઝકરબર્ગે ભારતના ડિજિટલ ઈન્ડિયા કેમ્પેનના વખાણ કર્યા. તેઓએ કહ્યું કે Digital Indiaથી વિકાસની અનેક તકો ઊભી થઈ છે. ભારત અને રિલાયન્સ જિયોમાં રોકાણનું કારણ જણાવતાં માર્ક ઝકરબર્ગે કહ્યું કે, ભારત મહાન આર્થિક સંભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી ફેસબુકે અહીં મોટાપાયે રોકાણ કર્યું છે.

  આ પણ વાંચો, ટ્રમ્પની આશાઓ ખતમ! ઇલેક્ટોરલ કોલેજમાં બાઇડનને મળ્યા 306 વોટ, ટ્રમ્પ 232 પર અટક્યા

  ઝકરબર્ગે કહ્યું કે, ભારતમાં શાનદાર વ્યાવસાયિક સંસ્કૃતિ છે. અહીં વોટ્સએપ બિઝનેસ યૂઝર 1.5 કરોડને પાર થઈ ગયો છે. આ દેશમાં ફાઇનાન્સિયલ ઇક્લૂસ ઝન વધ્યું છે. આ એક સારો ટ્રેન્ડ છે.

  ફેસબુકના સીઇઓએ કહ્યું કે, કોરોના કાળના આ વર્ષમાં ટેક્નોલોજીનું મહત્ત્વ સાબિત થયું છે. લોકો સાથે જોડવામાં ટેક્નોલોજી સાથી અગત્યનું માધ્યમ બન્યું છે. લોકો સુધી સાચી જાણકારી મોકલવામાં ટેક્નોલોજી સૌથી મહત્ત્વની છે.

  ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Business news, Facebook, Indian economy, Investment, Jio Platforms, Mark zuckerberg, Reliance Industries, ડિજિટલ ઇન્ડિયા, મુકેશ અંબાણી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन