Reliance Jioમાં Facebook બની સૌથી મોટી શૅરહોલ્ડર, જાણો આ ડિલની 8 મહત્ત્વની વાતો

News18 Gujarati
Updated: April 22, 2020, 10:18 AM IST
Reliance Jioમાં Facebook બની સૌથી મોટી શૅરહોલ્ડર, જાણો આ ડિલની 8 મહત્ત્વની વાતો
મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયો અને ફેસબુકના કરારથી ડિજિટલ ઈન્ડિયાનું મિશન પૂરું થશે

મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયો અને ફેસબુકના કરારથી ડિજિટલ ઈન્ડિયાનું મિશન પૂરું થશે

  • Share this:
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક (Facebook)એ ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)માં 43,574 કરોડનું રોકાણ કર્યું છે. ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકા હિસ્સેદારી ખરીદી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના દૂરસંચાર નેટવર્ક જિયોની સો ટકા હિસ્સેદારી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડની પાસે છે. આ મોટી ડિલ પર રિલાયન્સે કહ્યું કે, કંપનીએ એક નાના હિસ્સા પર કોઈ ટેક કંપનીનું આ સૌથી મોટું રોકાણ છે. ભારતમાં ટેક્નોલોજી સેક્ટરમાં આ એફડીઆઈ (FDI) હેઠળ અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે.

ડિજિટલ ઈન્ડિયાનું મિશન પૂરું થશે

જિયો અને ફેસબુક ડિલ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એ કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવાનો પ્રયાસ. લોન્ગ ટર્મ પાર્ટનરના રૂપમાં ફેસબુકનું સ્વાગત છે. જિયો અને ફેસબુકના કરારથી ડિજિટલ ઈન્ડિયાનું મિશન પૂરું થશે.

આ પણ વાંચો, Facebookએ Reliance Jioની 9.99% હિસ્સેદારી 43,574 કરોડ રૂપિયામાં ખરીદી

ફેસબુક-જિયો ડિલની મહત્ત્વની વાતો

(1) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebookએ ભારતની મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોમાં 9.99 ટકા હિસ્સેદારી 43,574 કરોડ રૂપિયામાં ખરીદી.(2) ફેસબુકના આ રોકાણ બાદ જિયો પ્લેટફોર્મ્સની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 4.62 લાખ કરોડ થઈ ગઈ છે.

(3) આ કરાર બાદ જિયો પ્લેટફોર્મમાં નાની હિસ્સેદારીની શ્રેણીમાં ફેસબુકની હિસ્સેદારી સૌથી વધુ હશે.

(4) આ ડિલ RILના લોનના ભારણને ઓછું કરવામાં મદદ કરશે, જેનું Jio અને અન્ય વ્યવસાયોના વિસ્તારમાં રોકાણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, Jio અને Facebook વચ્ચેની ભાગીદારી ભારતને ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર બનાવશેઃ મુકેશ અંબાણી

(5) આ ડિલથી દેશની સૌથી મોટી પ્રાઇવેટ કંપનીને માર્ચ 2021 સુધી પોતાની લોનને ઝીરો કરવાના લક્ષ્યને પૂરું કરવામાં મદદ મળશે.

(6) જિયો પ્લેટફોર્મ, રિલાયન્સ રિટેલ અને WhatsApp વચ્ચે પણ કરાર થશે. રિલાયન્સ રિટેલના નવા કોમર્સ બિઝનેસને ઝડપથી વધારવા માટે કરાર થશે.

(7) જિયોમાર્ટ પ્લેટફોર્મ (JioMart platform) પર રિટેલ કારોબર વધારવા માટે ડિલ થશે. તેનાથી WhatsApp પર નાના વેપારીઓને સપોર્ટ મળશે.

(8) નાના કરિયાણાના વેપારીઓને JioMartની સાથે પાર્ટનરશિપ કરવાનો ફાયદો મળશે.

ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

આ પણ વાંચો, રિલાયન્સ Jio અને Facebook મળીને ભારતમાં લોકોને બિઝનેસની નવી તકો આપશેઃ માર્ક ઝકરબર્ગ
First published: April 22, 2020, 10:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading