Home /News /business /Fabindia IPO: ડિસેમ્બરના અંત સુધીમાં ફેબઇન્ડિયા લોન્ચ કરશે IPO, રૂ. 4,000 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ

Fabindia IPO: ડિસેમ્બરના અંત સુધીમાં ફેબઇન્ડિયા લોન્ચ કરશે IPO, રૂ. 4,000 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ

ફેબઇન્ડિયા આઈપીઓ

Fabindia IPO: 60 વર્ષ જૂની કંપનીના કેટલાક રોકાણકારો (Investors) તેમનો હિસ્સો પણ વેચશે. આઈપીઓનું કદ 4,000 કરોડ રૂપિયા હોઈ શકે છે.

મુંબઈ: ઈથનિક વેર રિટેલર ફેબિન્ડિયા (Ethnic wear retailer Fabindia) ₹4,000 કરોડ સુધી એકત્ર કરવા માટે ડિસેમ્બરના અંત પહેલા આઇપીઓ લોન્ચ (Fabindia IPO Launch) કરવાની તૈયારી કરી રહ્યું છે. શનિવારે કંપનીની જનરલ મીટિંગમાં IPO પ્રપોઝલને મંજૂરી મળી ચૂકી છે. ફેબઇન્ડિયા તેના સ્ટોર નેટવર્ક (Fabindia Store) અને તેના ઈ-કોમર્સ પ્લેટફોર્મને વધારવા માટે મૂડીમાં રૂ. 250 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. નામ ન આપવાની શરતે અમુક લોકોએ જણાવ્યું કે, 60 વર્ષ જૂની કંપનીના કેટલાક રોકાણકારો (Investors) તેમનો હિસ્સો પણ વેચશે. જે પબ્લિક ઓફરનું કુલ કદ રૂ. 3,800-4,000 કરોડ સુધી લઈ જશે. ફેબઇન્ડિયાના પ્રવક્તાએ તેના પર કોઇ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

મિન્ટના અહેવાલ પ્રમાણે અમુક લોકોએ જણાવ્યા અનુસાર, “ફૂટફોલ્સમાં વધારો થયો છે, મૂડી પણ આશાવાદી વલણ ધરાવે છે અને કંપની સતત ગ્રોથના રસ્તા પર છે. હાલ, વર્તમાન સ્ટોર્સના પ્રદર્શનને સુધારવા અને તેની સમીક્ષા કરવી તે કંપનીનું પહેલું પ્રાધાન્ય છે. હાલમાં ઈ-કોમર્સ બિઝનેસ વેચાણમાં 10-15% ફાળો આપે છે અને ફેબઇન્ડિયા તેને હજુ વધારવાની યોજના બનાવી રહી છે.”

આ દિગ્ગજ કંપનીઓ ધરાવે છે હિસ્સો

ખેડૂતો અને કારીગર શેરધારકો ઉપરાંત, ફેબઇન્ડિયાના હાલના રોકાણકારોમાં પીઆઈ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ, એક્સિસ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ, ઈન્ડિયા 2020 ફંડ II લિમિટેડ, કોટક ઈન્ડિયા એડવાન્ટેજ ફંડ, અઝીમ પ્રેમજીના પ્રાઈવેટ ઈક્વિટી ફંડ પ્રેમજી ઈન્વેસ્ટ, ઈન્ફોસીસના કો-ફાઉન્ડર્સ નંદન નિલેકની અને તેમની પત્ની રોહિણી નીલેકણી, રેખા મેનન- ચેરપર્સન, એક્સેન્ચર અને ઇન્ફો એજના સ્થાપક સંજીવ બિખચંદાની કંપનીમાં ફાઇલિંગ ધરાવે છે.

વિવિધ કેટેગરીમાં કંપનીનો પ્રવેશ

વર્ષોથી ઈથનિક વસ્ત્રો માટે જાણીતી ફેબઇન્ડિયાએ હાલમાં જ ઘર અને જીવન જરૂરિયાતની વસ્તુઓ, પર્સનલ કેર અને ઓર્ગેનિક ફૂડ જેવી વિવિધ નવી કેટેગરીમાં પ્રવેશ કર્યો છે. જેને અન્ય પેટા કંપની ફેબકેફે દ્વારા ચલાવવામાં આવે છે, જે શહેરી ગ્રાહકોને ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરીને હેલ્થી ફૂડ ઉપલબ્ધ કરે છે. હાલમાં કંપનીએ પર્સનલ કેર રેન્જ ફેબેસેન્સિયલ્સ લોન્ચ કરી છે.

દેશની સૌથી મોટી એપેરલ રિટેલ IPO હોવા ઉપરાંત ફેબઇન્ડિયા એ કેટલીક એવી કંપનીઓમાંની એક પણ હશે કે જેઓ ESG (Environment, Social, Governance) પર મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

આ પણ વાંચો: Shriram Properties IPO listing: શ્રીરામ પ્રોપર્ટીઝના આઈપીઓનું 24% ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ

રૂ.101 કરોડનો નફો

ક્રિસિલ દ્વારા સપ્ટેમ્બર 2020ના ક્રેડિટ રેટિંગ રિપોર્ટ અનુસાર, FY19 માં, Fabindiaએ ₹1,457 કરોડની આવક નોંધાવી હતી. જે અગાઉના વર્ષના ₹1,336 કરોડથી વધુ હતી અને ₹83 કરોડથી વધીને ₹101 કરોડનો નફો થયો હતો.
First published:

Tags: Investment, IPO, Share market