Home /News /business /

ગુજરાત સ્થિત Exxaro Tilesના શેરનું ફક્ત 5% પ્રીમિયમ સાથે રૂ. 126 પર લિસ્ટિંગ

ગુજરાત સ્થિત Exxaro Tilesના શેરનું ફક્ત 5% પ્રીમિયમ સાથે રૂ. 126 પર લિસ્ટિંગ

પ્રતીકાત્મક તસવીર

Exxaro Tiles IPO issue price: વીટ્રીફાઇડ ટાઇલ્સ (Vitrified tiles) બનાવતી કંપની Exxaro Tiles તરફથી પોતાના પ્રસ્તાવિત આઈપીઓ માટે 118-120 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી.

    મુંબઈ: Exxaro tilesના શેરનું સોમવારે 5 ટકાના નજીવા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. BSE અને NSE પર Exxaro tilesનો શેર 5% પ્રીમિયમ પર 126 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયો હતો. કંપનીની ઇશ્યૂ કિંમત (Exxaro Tiles IPO issue price) 120 રૂપિયા હતી. જોકે, લિસ્ટિંગ બાદ કંપનીના શેરની કિંમત (Exxaro tiles IPO listing price)માં તેજી જોવા મળી હતી. સવારે 10:10 કલાકે BSE પર કંપનીનો શેર ઇશ્યૂ ભાવથી 10% ઉપર 132 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. Exxaro tilesના શેરનું લિસ્ટિંગ T2T સેગમેન્ટમાં થયું છે. કંપનીની ઇશ્યૂ સાઇઝ 250 કરોડ રૂપિયાથી ઓછી હોવાથી આ સેગમેન્ટમાં તેનું લિસ્ટિંગ થયું છે. કંપનીએ 161 કરોડ રૂપિયા એકઠા કરવા માટે ઇશ્યૂ બહાર પાડ્યો હતો. એક્સારો ઉપરાંત અન્ય ત્રણ કંપનીના શેરનું પણ આ જે લિસ્ટિંગ થયું હતું. જેની વિગતો નીચે આપવામાં આવી છે.

    એક્સારો ટાઇલ્સ આઈપીઓ (Exxaro Tiles IPO)

    વીટ્રીફાઇડ ટાઇલ્સ (Vitrified tiles) બનાવતી કંપની Exxaro Tiles તરફથી પોતાના પ્રસ્તાવિત આઈપીઓ માટે 118-120 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. આઈપીઓ ચોથી ઓગસ્ટ, 2021ના રોજ ખુલ્યો હતો અને છઠ્ઠી ઓગસ્ટના રોજ બંધ થયો હતો. કંપની આઈપીઓ મારફતે 1,34,24,000 ઇક્વિટી શેર જાહેર કર્યાં છે. જેમાં 1,11,86,000 શેરનો ફ્રેશ ઇશ્યૂ હતો. સાથે જ 22,38,000 ઇક્વિટી શેરનો ઑફર ફૉર સેલ હતો. ઑફર ફૉર સેલમાં દીક્ષિત કુમાર પટેલે પોતાના શેર વેચ્યા હતા.

    આઈપીઓમાં 2,68,500 શેર કંપનીના કર્મચારીઓ માટે અનામત હતા. કંપની આઈપીઓમાંથી મળનારી રકમમાંથી 50 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે અને 45 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા માટે કરશે. Exxaro Tiles પાસે બે પ્લાન્ટ છે, જેની ક્ષમતા 1.2 કરોડ સ્ક્વેર મીટર છે. આ બંને પ્લાન્ટ ગુજરાતના વડોદરા અને હિંમતનગરમાં છે. કંપની પાસે 120 એકર જમીન અને પ્રતિ વર્ષ 94 લાખ સ્ક્વેર મીટર ઇન્સ્ટોલ્ડ પ્રોડક્શન ક્ષમતા છે. કંપનીની એક વર્ષ પહેલાની રેવન્યૂ લગભગ 244 કરોડ રૂપિયા અને નેટ પ્રૉફિટ 11.26 કરોડ હતો.

    Devyani Internationalનો શેર 56.67%ના પ્રીમિયમ સાથે લિસ્ટ થયો

    એક્સારો ઉપરાંત દેવયાની ઇન્ટરનેશનલનું આજે બીએસઈ (BSE) પર ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. દેવયાની ઇન્ટરનેશનલના શેર બીએસઈ પર ઇશ્યૂ પ્રાઇસથી 56.67%ના પ્રીમિયમ (Devyani International stock listing) સાથે લિસ્ટ થયો છે. દેવયાની ઇન્ટરનેશનલનો શેર બીએસઈ પર 141 રૂપિયા સાથે લિસ્ટ થયો હતો. કંપનીની ઇશ્યૂ પ્રાઇસ 90 રૂપિયા હતી. આમ જે લોકોએ લિસ્ટિંગના લાભ સાથે આ આઈપીઓ (IPO) ભર્યો હતો તેમને મોટો ફાયદો થયો છે. NSE પર શેરનું લિસ્ટિંગ 56% પ્રીમિયમ સાથે 140.90 રૂપિયા પર થયું હતું. બજાર નિષ્ણાતોનું માનવું હતું કે કંપનીના શેરનું લિસ્ટિંગ 50%ની આસપાસ થઈ શકે છે.

    Windlas Biotech Listing price: આજે કંપનીના શેરનું નબળું લિસ્ટિંગ થયું છે. કંપનીએ શેરનો ઇશ્યૂ ભાવ 460 રૂપિયા રાખ્યો હતો. જ્યારે કંપનીના શેરનું લિસ્ટિંગ 437 રૂપિયા પર થયું છે. BSE પર Windlas Biotechના શેરનું લિસ્ટિંગ 4.57%થી નીચે 439 રૂપિયા પર થયું હતું. જ્યારે NSE પર 5%થી નીચે 347 રૂપિયા પર થયું હતું.

    Krsnaa Diagnostics listing price: આજે કંપનીના શેરનું લિસ્ટિંગ ઉત્સાહજનક રહ્યું ન હતું. BSE પર કંપનીના શેરનું લિસ્ટિંગ 7.44% પ્રીમિયમ પર 1025 રૂપિયા પર થયું હતું. જ્યારે NSE પર કંપનીના શેરનું લિસ્ટિંગ 5.40% પ્રીમિયમ પર 1055.55 રૂપિયા પર થયું હતું. કંપનીએ શેરની ઇશ્યૂ પ્રાઇસ 954 રૂપિયા રાખી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन