Home /News /business /Poverty Line : બદલાઇ શકે છે ગરીબીની વ્યાખ્યા, વિશ્વ બેંક લાગુ કરવા જઇ રહી છે નવા માપદંડો
Poverty Line : બદલાઇ શકે છે ગરીબીની વ્યાખ્યા, વિશ્વ બેંક લાગુ કરવા જઇ રહી છે નવા માપદંડો
વિશ્વ બેંક લાગુ કરવા જઇ રહી છે ગરીબીના નવા માપદંડો
જે કોઈ પણ વ્યક્તિ દિવસના 2.15 ડોલરથી ઓછી કિંમતમાં જીવન પસાર કરે છે તે અત્યંત ગરીબીમાં જીવે છે તેવું માનવામાં આવે છે. 2017માં વૈશ્વિક સ્તરે માત્ર 70 કરોડ લોકો જ આ સ્થિતિમાં હતા, પરંતુ હાલ આ સંખ્યા વધવાની આશા છે.
જો કોઈ વ્યક્તિ રોજના 167 રૂપિયા (2.15 ડોલર)થી ઓછી કમાણી (Less Income) કરે છે, તો તેને અત્યંત ગરીબ માનવામાં આવશે. આ વિશ્વ બેંકનું (World Bank) નવું માનક છે. અગાઉ 147 રૂપિયા કમાનાર વ્યક્તિને અત્યંત ગરીબ માનવામાં આવતો હતો. વિશ્વ બેંક મોંઘવારી, જીવનખર્ચમાં વધારા સહિત અનેક માપદંડોના આધારે સમયાંતરે આંકડાઓને અત્યંત ગરીબી રેખામાં (Poverty Line) બદલતી રહે છે. હાલ આ એસેસમેન્ટ વર્ષ 2015ના ડેટા પર આધારિત છે, જ્યારે આ દરમિયાન ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. વિશ્વ બેંક આ વર્ષના અંત સુધીમાં આ નવા માનકને લાગુ કરશે. 2017ના ભાવનો ઉપયોગ કરીને નવી વૈશ્વિક ગરીબી રેખા 2.15 ડોલર નક્કી કરવામાં આવી છે.
આનો અર્થ એ છે કે જે કોઈ પણ વ્યક્તિ દિવસના 2.15 ડોલરથી ઓછી કિંમતમાં જીવન પસાર કરે છે તે અત્યંત ગરીબીમાં જીવે છે તેવું માનવામાં આવે છે. 2017માં વૈશ્વિક સ્તરે માત્ર 70 કરોડ લોકો જ આ સ્થિતિમાં હતા, પરંતુ હાલ આ સંખ્યા વધવાની આશા છે. ઉલ્લેખનીય છે વૈશ્વિક ગરીબી રેખાને સમયાંતરે વિશ્વભરમાં કિંમતોમાં પરીવર્તન દર્શાવવા માટે બદલવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખામાં વધારો વિશ્વના અન્ય દેશોની તુલનામાં 2011 અને 2017ની વચ્ચે ઓછી આવક ધરાવતા દેશોમાં મૂળભૂત ખોરાક, કપડાં અને મકાનની જરૂરિયાતોમાં થયેલા વધારાને દર્શાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, 2017ના ભાવમાં 2.15 ડોલરની વાસ્તવિક કિંમત 2011ના 1.90 ડોલરની કિંમતો જેટલી જ છે.
ભારતમાં બીપીએલની સ્થિતિમાં વર્ષ 2011ની સરખામણીમાં 2019માં 12.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેના કારણે ગ્રામીણ ગરીબીમાં પણ ઘટાડો નોંધાયો છે. એટલે કે ત્યાં લોકોની આવકમાં વધારો થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં તુલનાત્મક રીતે તીવ્ર ઘટાડા સાથે, ત્યાં અત્યંત ગરીબની સંખ્યા 2011 માં 22.5 ટકાથી 2019 માં અડધાથી ઘટીને 10.2 ટકા થઈ ગઈ છે. તેમાં બીપીએલ માટે વિશ્વ બેંકના 1.90 ડોલરની દૈનિક કમાણીને ધ્યાનમાં રાખવામાં આવે છે.
આંકડા મુજબ નાના ખેડૂતોની કમાણી વધી છે. સૌથી નાની હોલ્ડિંગ ધરાવતા ખેડૂતોની વાસ્તવિક આવકમાં બે સર્વે રાઉન્ડ (2013 અને 2019) વચ્ચે વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે મોટી હોલ્ડિંગ ધરાવતા ખેડૂતોની આવકમાં આ સમયગાળા દરમિયાન માત્ર બે ટકાનો વધારો થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર