1થી 14 એપ્રિલ દરમિયાન દેશનો નિકાસ 13.72 અરબ ડોલર રહ્યો: વાણિજ્ય મંત્રાલય

1થી 14 એપ્રિલ દરમિયાન દેશનો નિકાસ 13.72 અરબ ડોલર રહ્યો: વાણિજ્ય મંત્રાલય

  • Share this:
નવી દિલ્લી:  દેશમાં નિકાસ આ વર્ષે વધીને 1થી 14 એપ્રિલ દરમિયાન 13.72 અરબ ડોલર થઇ ગઈ છે. આ જાણકારી વાણિજ્ય મંત્રાલયના અસ્થાયી આંકડામાંથી મળી છે. ઉલ્લેખનીય છે કે એન્જીનીયરીંગ, રત્ન અને આભૂષણ ક્ષેત્રના સારા પ્રદર્શનથી આ નિકાસમાં વધારો નોંધાયો છે. ગત વર્ષે 1થી 14 એપ્રિલ દરમિયાન નિકાસનો આંકડો 3.59 અરબ ડોલર રહ્યો હતો.

જોકે, ગત વર્ષે નિકાસમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ કોરોના મહામારીને કારણે લદાયેલું લોકડાઉન છે. જેને લઈને નિકાસમાં 60% ઘટાડો નોંધાયો હતો.


PNB Alert! બેંકે ગ્રાહકોને કર્યા સાવધાન, ના કરતા આવી ભૂલ, નહીંતર...


આંકડાઓ અનુસાર, સમીક્ષાધીન અવધિમાં દેશની આયાત વધીને 19.39 આરબ ડોલરે પહોંચી ગઈ છે. જે 1થી 14 એપ્રિલ 2020 દરમિયાન 6.54 અરબ ડોલર રહી હતી. મંત્રાલય એપ્રિલ 2021ની નિર્યાતના અંતિમ આંકડા મેના માધ્યમ જાહેર કરશે.

Senior Citizens માટે ખુશીના સમાચાર! હવે વૃદ્ધાવસ્થામાં નહીં રહે પૈસાની ચિંતા


ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં નિર્યાત 60.29 ટકા વધીને 34.45 અરબ ડોલર રહી હતી. ગત સંપૂર્ણ નાણાંકીય વર્ષ 2020-21માં નિર્યાત 7.26 ટકા ઘટીને 290.63 અબ ડોલર રહી હતી.
Published by:News18 Gujarati
First published:April 17, 2021, 20:30 pm

ટૉપ ન્યૂઝ