ડુંગળીના ભાવ કાબુમાં લેવા સરકારે તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક અસરથી રોક લગાવી

ફાઇલ તસવીર

ડુંગળીના સતત વધી રહેલા ભાવોની વચ્ચે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે

 • Share this:
  નવી દિલ્હી : ડુંગળી (Onion)ના ભાવ કાબુમાં લેવા કેન્દ્ર સરકાર (Central Government)એ તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક અસરથી રોક લગાવી છે. ડુંગળીના સતત વધી રહેલા ભાવોની વચ્ચે મોદી સરકાર (Modi Government)એ મોટો નિર્ણય લીધો છે. ડુંગળી નિકાસ (Export) કરવાની નીતિમાં ફેરફાર કરતાં સરકારે બીજા આદેશ સુધી નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (Union Ministry of Commerce & Industry) મુજબ, તમામ પ્રકારની ડુંગળીના નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, આની આશા કેટલાક દિવસોથી વ્યક્ત કરવામાં આવતી હતો કે સરકાર ડુંગળીના નિકાસ સંબંધી નીતિ વિશે કોઈ મહત્વપૂર્ણ પગલું ભરી શકે છે.

  સમગ્ર દેશમાં ડુંગળીની ઘટ બાદ તેની કિંમતોમાં ભારે ઉછાળો જોતાં તેની નિકાસ પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્રીય ખાદ્ય આપૂર્ત‍િ મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું કે, કેન્દ્રની પાસે પૂરતી માત્રામકાં ડુંગળીનો સ્ટૉક છે અને તેને વિભિન્ન રાજ્યોમાં આપૂર્ત‍િ કરવા જઈ રહી છે, જેથી કિંમતો ઘટશે.

  બીજી તરફ, મોદી સરકારે રાજ્યોને ડુંગળી તાત્કાલિક સપ્લાય કરવાનું આશ્વાસન આપ્યું છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે, જો તેઓ કોઈ પ્રકારની ઘટનો સામનો કરી રહ્યા છે તો પોતાની જરૂરિયાતોની જાણકારી કેન્દ્ર સરકારને મોકલે. પાસવાને ટ્વિટ કરીને કહ્યું હતું કે, કોઈ પણ માત્રાની ડિમાન્ડને તાત્કાલિક પૂરી કરવામાં આવશે.

  આ પણ વાંચો,

  તમારી પાસે છે 2 LPG સિલિન્ડર તો થઇ જાવ સાવધાન, લેવાઇ શકે છે મોટો નિર્ણય
  1 ઑક્ટોબરથી બદલાઇ જશે બૅન્ક ખાતામાં પૈસાની લેવડ-દેવડનો નિયમ
  Published by:Mrunal Bhojak
  First published: