Home /News /business /Explained: શા માટે કોઇ દેશ પોતાની કરન્સી કરે છે નબળી, કઈ રીતે થાય છે તેનો ફાયદો?

Explained: શા માટે કોઇ દેશ પોતાની કરન્સી કરે છે નબળી, કઈ રીતે થાય છે તેનો ફાયદો?

Explained: શા માટે કોઇ દેશ કરે છે પોતાની કરન્સી કરે છે નબળી, કઈ રીતે થાય છે તેનો ફાયદો

Explainer on Currency Value: ગ્લોબલ માર્કેટમાં હાલ અમેરિકન ડોલર અન્ય કરન્સની તુલનામાં દબદાર સ્થિતિમાં છે. જેનો ફાયદો અમેરિકાને મળી રહ્યો છે, પરંતુ શું તમને ખબર છે કેટલાક દેશ એવા છે જે નબળી કરન્સી વેલ્યુથી પણ ફાયદો ઉઠાવી શકે છે. આ માટે રીતસર પોતાની કરન્સીનું મૂલ્ય પણ ઘટાડે છે. ચીને આવું બે વાર કર્યું છે અને ડોલરની સામે પોતાની કરન્સી યુઆનને બેવાર નબળી બનાવીને પોતાની અર્થવ્યવસ્થા મજબૂત કરી છે.

વધુ જુઓ ...
સામાન્ય રીતે કોઈ પણ દેશનું ચલણ (Currency) જ્યારે નબળું પડવું એ તેની ભાંગી પડેલી અર્થવ્યવસ્થા (Country Economy)નો પુરાવો માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક દેશો જાણી જોઈને તેમના ચલણને નબળું (countries decrease the value of its currency) પાડે છે? એક સમયે એવું માનવું મુશ્કેલ છે કે જ્યારે દુનિયાભરના દેશો પોતાની કરન્સીને મજબૂત (Strong Currency) કરવા મહેનત કરી રહ્યા છે, ત્યારે કોઇ દેશ પોતાની કરન્સીને શા માટે નબળી કરશે. પરંતુ બજાર અને કોમોડિટી એક્સપર્ટ્સને આ જ સવાલ પૂછવામાં આવ્યો તો તેના જવાબો ચોંકાવનારા હતા.

આ પણ વાંચોઃ આ 10 શેર્સમાં દેખાઈ રહ્યો છે તિજોરી ભરવાનો દમ, હજુ પણ મોડું નથી થયું; પોર્ટફોલિયોમાં એડ કરો

IIFL સિક્યોરિટીઝના કોમોડિટી રિસર્ચના ચીફ અનુજ ગુપ્તાનું કહેવું છે કે મોટા ભાગના દેશો જાણી જોઇને પોતાનું ચલણ નબળું પાડે છે, જેનો લાભ નિકાસ (Export)ના મોરચે લેવો પડે છે. એટલે કે જો કોઈ દેશનું ચલણ નબળું હોય તો તેની નિકાસ પણ એટલા જ પ્રમાણમાં સસ્તી થાય છે અને ઉદ્યોગોને ઉત્પાદનની તકો વધુ મળે છે. ખરેખર આવું એટલા માટે થાય છે, કારણ કે મોટા ભાગના વૈશ્વિક વ્યવહારો ડોલરમાં હોય છે અને જ્યારે કોઈ દેશનું ચલણ નબળું હોય છે, ત્યારે તેનું ઉત્પાદન પણ ડોલર સામે સસ્તું થાય છે અને વૈશ્વિક બજારમાં તેની માંગ વધે છે.

ચીને 8 વર્ષમાં 2 વખત કર્યુ આવું


ચીને બે વાર જાણી જોઈને પોતાની કરન્સી નબળી પાડવાનું કામ કર્યું છે. 2015માં એક વખત ચીને ડોલર સામે પોતાના યુઆનનો ભાવ ઘટાડીને 6.22 કર્યો હતો. ડોલર સામે યુઆનને લગભગ 2 ટકા નબળો પાડીને ચીને તેના નિકાસ માર્ગોને પહોળા કર્યા હતા. અગાઉ ચીનની નિકાસમાં 8.2 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેને હેન્ડલ કરવા યુઆન નબળો પડ્યો હતો અને તેની નિકાસ સસ્તી થતાં તેની માંગમાં વધારો થયો હતો.

આ પણ વાંચોઃ નવા વર્ષમાં શેરબજારના આ સેક્ટર માલામાલ બનાવશે, નિષ્ણાતોએ કહ્યું દબાવીને ખરીદો શેર્સ

ત્યાર બાદ વર્ષ 2019માં ચીને ફરીથી અમેરિકન ડોલર સામે તેની ચલણ યુઆનની કિંમત ઘટાડીને 6.99 કરી દીધી હતી. આ વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે અમેરિકાએ ચીનની લગભગ 300 અબજ ડોલરની નિકાસ પર વધારાની 10 ટકા આયાત ડ્યૂટી લગાવી દીધી. જેના કારણે ચીનના ચલણમાં ઘટાડો થયો હતો, તેમજ ચીનની નિકાસ પર પણ અસર પડી હતી. આ પછી ચીનની સેન્ટ્રલ બેન્ક પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ યુઆનના એક્સચેન્જ રેટમાં વધુ ઘટાડો કર્યો હતો, જેથી નિકાસ સસ્તી થઈ શકે અને ઉદ્યોગોને વધુ તકો આપી શકાય. ચીનને પણ આનો લાભ એટલા માટે મળ્યો, કારણ કે વૈશ્વિક નિકાસમાં અમેરિકાનો હિસ્સો 8.1 ટકા અને જર્મનીનો હિસ્સો 7.8 ટકા છે, જ્યારે ચીન લગભગ બમણું થઈને 15 ટકાની આસપાસ પહોંચી ગયું છે.

નબળા ચલણનો લાભ આ રીતે મળે છે અર્થવ્યવસ્થાને


કોમોડિટી એનાલિસ્ટ અને ફોરેક્સ માર્કેટ એક્સપર્ટ જતીન ત્રિવેદીનું કહેવું છે કે, કોઈ પણ દેશનું ચલણ નબળું પડવાનું સૌથી મોટું કારણ અર્થતંત્રને વેગ આપવાનું પણ છે. જો કે, આ પગલું ત્યારે જ ભરવું જોઈએ જ્યારે તે દેશને તેની નિકાસ વધારવાનો વિશ્વાસ હોય અને તેની નિકાસનો અર્થતંત્રમાં મોટો હિસ્સો હોય. આ જ કારણ છે કે બે વાર પોતાના ચલણનું અવમૂલ્યન કરવા છતાં ચીન બાજી મારી ગયું હતું. હકીકતમાં નિકાસ વધે ત્યારે ઉદ્યોગોને પણ ઉત્પાદન વધારવાની તક મળે છે, જે નવી નોકરીઓ અને ધંધાકીય વિસ્તરણનું વાતાવરણ ઊભું કરે છે. એટલે કે આ પગલું અર્થતંત્રને આગળ વધારવામાં મદદરૂપ થાય છે.

આ પણ વાંચોઃ  દિવાળી પછી પણ સોના ચાંદીમાં એકંદરે સતત ઘટાડો યથાવત

તો બીજી તરફ એક દેશને પણ પોતાની કરન્સીની કિંમત ઘટાડવાનો માર સહન કરવો પડે છે. આનાથી આયાત મોંઘી થાય છે અને દેશમાં પણ ફુગાવાનું જોખમ વધે છે. સાથે જ કોઈ દેશના ચલણમાં નબળાઈના કારણે તેના વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઘટાડો થવા લાગે છે. ભારત પર નજર કરીએ તો વર્ષ 2022માં જ્યાં ડોલર સામે રૂપિયો લગભગ 10 ટકા નબળો પડ્યો છે, ત્યાં જ વિદેશી મુદ્રા ભંડારમાં પણ લગભગ 100 અરબ ડોલરનો ઘટાડો થયો છે. ફુગાવો પણ આરબીઆઈની 6 ટકાની રેન્જની બહાર ચાલી રહ્યો છે, જે છેલ્લા બે મહિનાથી 7 ટકાથી ઉપર ગયો છે.

જ્યારે કોઈ દેશનું ચલણ મજબૂત હોય છે, ત્યારે તેની નિકાસ મોંઘી થાય છે અને આયાત સસ્તી થાય છે. એટલે કે ઊંચી આયાત અને નિકાસમાં ઘટાડાને કારણે તેની વેપાર ખાધ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં તે દેશની ચાલુ ખાતાની ખોટને પણ અસર થાય છે. ઘણી વખત દેશો તેમના ચલણનું અવમૂલ્યન કરીને નિકાસમાં વધારો કરે છે, જે વેપાર ખાધના આ અંતરને પણ ઘટાડે છે અને ચાલુ ખાતાની ખાધનો ભાર પણ હળવો બને છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news, Explainer, Indian Rupees, US Dollar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन