Agri Bill 2020: મોદી સરકારના કૃષિ કાયદામાં એવું શું છે જેનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ

આવો જાણીએ કૃષિ સંબંધી બિલમાં એવા કયા મુદ્દાઓ છે જેને કારણે ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધી ગઈ છે

આવો જાણીએ કૃષિ સંબંધી બિલમાં એવા કયા મુદ્દાઓ છે જેને કારણે ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધી ગઈ છે

 • Share this:
  ઓમ પ્રકાશ, નવી દિલ્હીઃ મોદી સરકાર (Modi Government)એ કૃષિ સંબંધી બે બિલ (Agri Bill 2020) ગુરુવારે લોકસભામાં પાસ કરાવી લીધા છે. એનડીએની સહયોગી પાર્ટી શિરોમણિ અકાલી દળથી આવનારી કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે તેના વિરોધમાં રાજીનામું આપી દીધું છે. ખેડૂત નેતાઓમાં પણ સરકારની વિરુદ્ધ ઘણો ગુસ્સો છે. તેમનું કહેવું છે કે આ બિલ તે અન્નદાતાઓની મુશ્કેલી વધારશે જેઓએ અર્થવ્યવસ્થાને સંભાળી રાખી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ (Contract Farming)માં કોઈ પણ વિવાદ થતાં તેનો નિર્ણય સમાધાન બોર્ડમાં થશે. જેના સૌથી પાવરફુલ અધિકારી એસડીએમને બનાવવામાં આવ્યા છે. તેની અપીલ માત્ર ડીએમ એટલે કે કલેક્ટરને કરી શકાશે. આ મુદ્દાને લઈ પંજાબમાં ખેડૂત ટ્રેક્ટર આંદોલન કરી ચૂક્યા છે અને ચાર રાજ્યોના માર્કેટ યાર્ડ હડતાલ કરી ચૂક્યા છે. આ બિલની વિરુદ્ધ ખેડૂત અને વેપારીઓ બંને એકજૂથ થઈ ગયા છે. જોકે, કેન્દ્ર સરકાર તેને કૃષિ સુધાર (Agri reform)ની દિશામાં માસ્ટર સ્ટ્રોક કહી રહી છે.

  મોદી મંત્રીમંડળે 3 જૂને આપેલા નવા અધ્યાદેશો પર મહોર લગાવી દીધી હતી અને EC Actમાં સંશોધનને મંજૂરી આપી હતી. જેને હવે સંસદમાં મંજૂરી મળી ચૂકી છે. હવે તે કાયદો બની ગયો છે.

  આવો જાણીએ કે એવા કયા મુદ્દાઓ વિશે જેને લઈને ખેડૂતો અને વેપારી બંનેની ચિંતા વધી ગઈ છે. આ કાયદાને લઈ કઈ વાતનો ડર છે, જેને સરકાર અર્થવ્યવસ્થા નાયકોના દિમાગથી કાઢી નથી શક્યા. કે પછી ખેડૂતો-વેપારીઓને પોતાના ભવિષ્યને લઈ આકલન ઠીક છે? બંને પક્ષોનું શું કહેવું છે?

  મૂલ્ય આશ્વાસન પર ખેડૂત (બંદોબસ્ત અને સુરક્ષા) સમજૂતી અને કૃષિ સેવા કાયદો

  સરકારનો દાવો - આ કાયદાને સરકારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો મુદ્દો લાગુ કર્યો છે. મોદી સરકારના અધિકારીઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી સાથે જોડાયેલા જોખમ ઓછા થશે. ખેડૂતોની આવકમાં સુધાર થશે. ખેડૂતોની આધુનિક ટેકનીક અને સારા ઇનપુટ્સ સુધી પહોંચી સુનિશ્ચિત થશે. જેમાં મોટી-મોટી કંપનીઓ કોઈ ખાસ ઉત્પાદ માટે ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ કરશે. તેનો ભાવ પહેલાથી નિયત થઈ જશે. તેથી સારા ભાવ ન મળવાની સમસ્યા ખતમ થઈ જશે.

  ખેડૂતોનો ડર - રાષ્ટ્રીય કિસાન મહાસંઘના સંસ્થાપક સભ્ય બિનોદ આનંદ મુજબ, તેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે જોડાયેલા મૂલ્ય આશ્વાસન પર ખેડૂત (બંદોબસ્ત અને સુરક્ષા) સમજૂતી અને કૃષિ સેવા બિલની એક જોગવાઈ ખૂબ ખતરનાક છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અનુબંધ ખેતીના મામલામાં કંપની અને ખેડૂતની વચ્ચે વિવાદ થવાની સ્થિતિમાં કોઈ સિવિલ કોર્ટ નહીં જઈ જશે. આ મામલામાં તમામ અધિકાર એસડીએમ (SDM)ના હાથમાં આપી દેવામાં આવ્યા છે.

  સમાધાન બોર્ડ (Conciliation board)એટલે કે એસડીએમ દ્વારા પાસ આદેશ એવો હશે જેવો સિવિલ કોર્ટનો હોય છે. એસડીએમની વિરુદ્ધ કોઈ પણ પક્ષ અપીલ ઓથોરિટીને અપીલ કરી શકશે. અપીલ અધિકારી કલેક્ટર કે કલેક્ટર દ્વારા નિયત એડિશનલ કલેક્ટર હશે. અપીલ આદેશના 30 દિવસની અંદર કરી શકાશે. બીજી તરફ વેપારીઓને ડર છે કે જ્યારે મોટા માર્કેટ લીડર ઉપજોને ખરીદી લે છે તો બજારોમાં કોણ આવશે.


  કૃષિ પેદાશ વાણિજ્ય તથા વેપાર-સંવર્ધન તથા સુવિધા કાયદો

  સરકારનો દાવો- આ કાયદો લાગુ થઈ જવાથી ખેડૂતો માટે સુગમ અને મુક્ત માહોલ તૈયાર થઈ શકશે, જેમાં તેમને પોતાની સુવિધાના હિસાબથી કૃષિ ઉત્પાદ ખરીદવા અને વેચવાની આઝાદી હેશ. એક દેશ, એક કૃષિ માર્કેટ બનશે. કોઈ પોતાની ઉપજ ક્યાંય પણ વેચી શકશે. ખેડૂતોને વધુ વિકલ્પ મળશે, જેનાથી બજારનો ખર્ચ ઓછો થશે અને તેમના પાકની સારી કિંમત મળી શકશે.

  આ પણ વાંચો, નોટબંધી બાદ તિરુપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓએ દાન કરી 50 કરોડની જૂની નોટ! ટ્રસ્ટે કેન્દ્ર પાસે માંગી મદદ

  આ કાયદાથી PAN કાર્ડ ધારક કોઈ પણ વ્યક્તિ, કંપની, સુપર માર્કેટ કોઈ પણ ખેડૂતનો માલ કોઈ પણ સ્થળ પર ખરીદી શકે છે. કૃષિ માલનું વેચાણ APMCમાં કરવાની શરત હટાવી લેવામાં આવી છે. જે ખરીદી માર્કેટથી બહાર થશે તેની પર કોઈ પણ પ્રકારના ટેક્સ નહીં લાગે.

  ખેડૂતોનો ડર – જ્યારે ખેડૂતોના ઉત્પાદની ખરીદી માર્કેટમાં નહીં થાય તો સરકાર એ વાતને રેગ્યૂલેટ નહીં કરી શકે કે ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) મળી રહ્યું છે કે નહીં. MSPની ગેરન્ટી નહીં આપી શકાય. ખેડૂત પોતાના પાક માટે MSPની ગેરન્ટી માંગી રહ્યા છે. તેઓ તેને ખેડૂતોનો કાયદાકિય અધિકાર બનાવવા માંગે છે, જેથી નિયત ભાવથી ઓછી ખરીદી કરનારને જેલમાં મોકલી શકાય. આ કાયદાથી ખેડૂતોમાં એક મોટો ડર એ પણ છે કે ખેડૂત તથા કંપનીની વચ્ચે વિવાદ થવાની સ્થિતિમાં કોર્ટના દરવાજા ખખડાવી નહીં શકાય. એસડીએમ અને ડીએમ જ સમાધાન લાવશે જે રાજ્ય સરકારને આધિન કામ કરે છે. શું તેઓ સરકારી દબાણથી મુક્ત થઈને કામ કરી શકે છે?

  વેપારીઓનું કહેવું છે કે સરકારના નવા કાયદામાં સ્પષ્ટ લખ્યું છે કે માર્કેટની અંદર પાક આવતાં માર્કેટ ફી લાગશે અને માર્કેટની બહાર પાક વેચતા તે નહીં લાગે. એવામાં માર્કેટ યાર્ડો તો ધીમેધીમે બંધ થઈ જશે. કોઈ માર્કેટમાંથી માલ કેમ ખરીદશે? તેમને લાગે છે કે આ ઓર્ડિનન્સ વન નેશન ટૂ માર્કેટને પ્રોત્સાહન આપશે.  અસેન્સિયલ કમોડિટી એક્ટમાં સંશોધનને મળી મંજૂરી

  સરકારનો દાવો – દેશમાં મોટાભાગે કૃષિ ઉત્પાદ સરપ્લસ છે, તેમ છતાંય કોલ્ડ સ્ટોરેજ અને પ્રોસેસિંગના અભાવમાં ખેડૂત પોતાના પાકનું યોગ્ય મૂલ્ય મેળવવામાં અસર્મથ રહે છે, કારણ કે આવશ્યક વસ્તુ અધિનિયમની તલવાર લટકતી રહેતી હતી. એવામાં જ્યારે પણ વહેલા ખરાબ થતા કૃષિ પાકની બમ્પર ઉપજ થાય છે, તો ખેડૂતોને ભારે નુકસાન ઉઠાવવું પડતું હતું.

  આ પણ વાંચો, IPL 2020: કોરોનાના કારણે આ વખતે IPLમાં મોટા ફેરફાર, શરૂ થતાં પહેલા જાણી લો આ નિયમો

  તેથી આવશ્યક વસ્તુ અધિનિયમમાં સંશોધન કરીને અનાજ, ખાદ્ય તેલ, દાળ, ડુંગળી અને બટાકા વગેરેને આ એક્ટથી બહાર કરવામાં આવે છે. તેની સાથે જ વેપારીઓ દ્વારા આ કૃષિ ઉત્પાદના એક લિમિટથી વધુ સ્ટોરેજ પર રોક હટી ગઈ છે. જ્યારે સરકારને જરૂર લાગશે તો ફરીથી જૂની વ્યવસ્થા લાગુ કરી દેશે.

  ખેડૂતોનો ડર- એક્ટમાં સંશોધન મોટી કંપનીઓ અને મોટા વેપારીઓના હિતમાં કરવામાં આવ્યું છે. આ કંપનીઓ અને સુપર માર્કેટ સસ્તા ભાવે પાક ખરીદી કરીને પોતાના મોટા ગોડાઉનમાં તેનું સ્ટોરેજ કરશે અને બાદમાં ઊંચા ભાવે ગ્રાહકોને વેચશે.

  કેમ એક્ટ અસ્તિત્વમાં આવ્યો હતો?

  પહેલા વેપારી ખેડૂતો પાસેથી તેમની ઉપજને મનફાવે તેવા ભાવમાં ખરીદીને પહેલા તેનું સ્ટોરેજ કરી દેતો હતો. બાદમાં તેની ઘટ સર્જીને કાળાબજારી કરતા હતા. તેને રોકવા માટે જ આવશ્યક વસ્તુ અધિનિયમ બનાવવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓ દ્વારા કૃષિ ઉત્પાદોને એક મર્યાદાથી વધુ સ્ટોર પર રોક હતી. પરંતુ હવે તેમાં સંશોધન કરીને સરકારે તેમને કાળાબજારી કરવાની ખુલી છૂટ આપી દીધી છે.
  Published by:Mrunal Bhojak
  First published: