Home /News /business /Explainer: ફાઇનાન્સિયલ ગોલ કઈ રીતે પ્રાપ્ત કરવા? જાણો આ સ્માર્ટ ટિપ્સ

Explainer: ફાઇનાન્સિયલ ગોલ કઈ રીતે પ્રાપ્ત કરવા? જાણો આ સ્માર્ટ ટિપ્સ

જેટલા રુપિયા ભેગા કરવા હોય આ 6 મુદ્દા અનુસરો ઘણી મદદ મળશે.

SMART tips to set Financial Goals: વ્યક્તિગત નાણાંના મૂળભૂત સિદ્ધાંતો વ્યક્તિઓને આત્મનિરીક્ષણથી પ્રારંભ કરવાની સલાહ આપે છે. રોકાણકારોએ ઉચ્ચ વળતરવાળા રોકાણો પર નજર કરવા કરતાં નાણાકીય લક્ષ્યોથી શરૂઆત કરવી જોઈએ.

દરેક રોકાણકાર સારું વળતર મેળવવા ઈચ્છે છે. તેને કયા વિકલ્પમાં વધુ રોકાણ મળશે તે જાણવું હોય છે. પણ શું માત્ર વધુ રોકાણ પર જ ધ્યાન કેન્દ્રીત કરવું યોગ્ય છે? વ્યક્તિગત નાણાંના મૂળભૂત સિદ્ધાંતો વ્યક્તિઓને આત્મનિરીક્ષણથી પ્રારંભ કરવાની સલાહ આપે છે. રોકાણકારોએ ઉચ્ચ વળતરવાળા રોકાણો પર નજર કરવા કરતાં નાણાકીય લક્ષ્યોથી શરૂઆત કરવી જોઈએ.

નાણાંકીય લક્ષ્યો સ્પષ્ટપણે તમે શું હાંસલ કરવા માગો છો તેની વ્યાખ્યા આપે છે અને તે મુજબ તમે તમારા પ્લાનિંગ કરી શકો છો. સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત નાણાકીય ધ્યેયો અથવા સ્માર્ટ નાણાકીય ધ્યેયો તમને એક મજબૂત નાણાકીય આયોજન કરવામાં મદદ કરે છે અને તમારા લક્ષ્યોને હાંસલ કરવા માટે તેના વધુ સારા અમલીકરણની ખાતરી આપે છે. તમે સ્માર્ટ નાણાકીય ધ્યેયને કેવી રીતે ઘડી શકો છો તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ મોટી કંપનીઓમાં છટણી વચ્ચે આશા ન છોડતાં, આ ક્ષેત્રોમાં થઈ રહી છે બંપર ભરતી

ધ્યેય સ્પષ્ટ કરો


વ્યક્તિના મનમાં નાણાકીય ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, ઘર ખરીદવું એ ખૂબ જ અસ્પષ્ટ લક્ષ્ય છે. જો કે, જો કોઈ કહે છે કે મુંબઈ ઉપનગરોમાં ગેટેડ કોમ્યુનિટીમાં વન બેડરૂમ હોલ કિચન ઘર માટે ડાઉન પેમેન્ટની વ્યવસ્થા કરવી, તો તે વધુ અર્થપૂર્ણ છે. નક્કી કરેલા લક્ષ્યો નાણાકીય લક્ષ્યો સાથે ભાવનાત્મક જોડાણ નક્કી કરે છે અને આવા લક્ષ્યો પ્રાપ્ત થવાની સંભાવના વધારે છે.

માપી શકાય તેવું લક્ષ્ય


ધ્યેયમાં અન્ય પરિબળોમાં નાણાંનું મૂલ્ય દાખલ કરવામાં આવેલું હોવું જોઈએ. આ વાત રોકાણકાર ક્યાં જવા માંગે છે તે જોવાનું સ્પષ્ટ કરે છે. ઉપર જણાવેલા ઉદાહરણને જોતાં, કોઈ 70 લાખ રૂપિયાની કિંમતનું ઘર ખરીદવાનું વિચારી તો 20 ટકાના દરે ડાઉન પેમેન્ટ 14 લાખ રૂપિયા થાય છે.

આ પણ વાંચોઃ  કુબેરનો ખજાનો છે આ અમેરિકન સુપરફૂડની ખેતી, એક વીઘામાં લાખોની આવક

નાણાંનું મૂલ્ય તમે જે નાણાંની બચત કરી છે અને નાણાકીય લક્ષ્યોની કિંમતમાં ફેરફારના આધારે તમારા લક્ષ્યોને સમાયોજિત કરવા દે છે. ઉદાહરણ તરીકે, તમારી પાસે 14 લાખ રૂપિયા વધારવાનું લક્ષ્ય હોઈ શકે, પરંતુ કિંમતો તમારી અપેક્ષાઓથી ઉપર જાય તો પછી તમારા નાણાકીય આયોજનમાં તે જ ધ્યાનમાં લેવાની જરૂર રહે છે.

પ્રાપ્ત કરી શકાય તેવું લક્ષ્ય


નાણાકીય લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય તેવું હોવું જોઈએ. કેટલીકવાર નજીકના ભવિષ્યમાં લક્ષ્યો પ્રાપ્ત કરી શકાતા નથી. જો કે, કોઈ પણ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તેની સમયનો ઉપયોગ કરવા માંગતા હોઈ શકે છે. ખૂબ જ ઓછા જોખમની પ્રોફાઇલ ધરાવતી વ્યક્તિઓ માટે જે ધ્યેયો હાંસલ કરી શકાય તેમ ન હોય તેવા સંજોગોમાં ઊંચું વળતર આપતી જોખમી અસ્કયામતોમાં અમુક રોકાણ કરવામાં આવે તો તે લક્ષ્ય હાંસલ કરી શકાય તેવા બની શકે છે.

જેમ કે, ઉપરોક્ત ઉદાહરણમાં માસિક રૂ.1 લાખનો પગાર અને માસિક રૂ.30,000ની બચત ધરાવતી વ્યક્તિ ઇચ્છિત રકમ નાણાકીય વર્ષના અંત સુધીમાં ઊભી કરવા માગતી હોય તો તે ધ્યેય અશક્ય જણાય છે. જો કે, જો વ્યક્તિ થોડો લાંબો સમય લે તો પછી તેનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય તેવું બને છે.

જો તમારે આજથી પાંચ વર્ષના અંતે 14 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કરવાનું હોય અને વળતરનો અપેક્ષિત દર વાર્ષિક 12 ટકા હોય તો તમારે દર મહિને આશરે 17,150 રૂપિયાનું રોકાણ કરવું જોઈએ. આ સંખ્યાઓ ઉપર જણાવેલ સંદર્ભમાં લક્ષ્યને પ્રાપ્ય બનાવે છે.

આ પણ વાંચોઃ Tata, Zomato સહિત આ 10 શેરમાં વિદેશી રોકાણકારોને પૂરો વિશ્વાસ, કરી રહ્યા છે ભારે ખરીદી

વાસ્તવિક લક્ષ્ય


નાણાકીય લક્ષ્ય વાસ્તવિક હોવું જોઈએ. જો એક લાખ રૂપિયા માસિક પગાર ધરાવતી વ્યક્તિ દક્ષિણ મુંબઈના આલીશાન વિસ્તારોમાં બહુમાળી મેન્શન બાંધવાનું નક્કી કરે તો મિલકતના ઊંચા ભાવ અને અપૂરતી આવકના સંદર્ભમાં એ અશક્ય લાગે. આવા સંજોગોમાં કોઈ ચમત્કાર જ મદદ કરી શકે.

ધ્યાનમાં લેવા જેવા સંજોગો


જો તમે તમારા 1 બીએચકે ખરીદવાના લક્ષ્યને વળગી રહો તો પણ વિદેશમાં વેકેશન પર જવા અને લક્ઝરી સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ માટે ડાઉન પેમેન્ટની વ્યવસ્થા કરવા જેવા અન્ય લક્ષ્યોની સાથે ટૂંકા ગાળામાં તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો તો તે લક્ષ્ય અવાસ્તવિક બની જશે.

આ પણ વાંચો:Midcap Stocks: આ 8 મિડકેપ્સ શેરમાં તમારા રુપિયા 'રાજાની કુંવરી'ની જેમ ધડાધડ વધશે, નિષ્ણાતોના છે ફેવરિટ 

સમયને ધ્યાનમાં લેવો


નાણાકીય લક્ષ્ય સમયના સંદર્ભમાં હોવ પણ આવશ્યક છે. દરેક નાણાકીય લક્ષ્ય પાછળ નાણાં રહે છે. પરંતુ ફુગાવો તેમાં સામેલ સમય સાથે નાણાંની વેલ્યુ બદલે છે. ઉદાહરણ તરીકે, ઉપરોક્ત ઉદાહરણમાં જો આપણે ફુગાવાને 5 ટકા ધારીએ તો તે જ ઘર આજથી પાંચ વર્ષ પછી 89.34 લાખ રૂપિયા અને સાતમા વર્ષના અંતે 98.5 લાખ રૂપિયામાં લેવું પડશે.

જો આપણે ઉપરોક્ત લક્ષ્યને સ્માર્ટ શબ્દોમાં લખવું હોય તો તે આ પ્રમાણે હશે. મુંબઈ ઉપનગરોમાં ગેટેડ કોમ્યુનિટીમાં 1બીએચકેના ઘર માટે રૂ. 19.7 લાખની ડાઉન પેમેન્ટની વ્યવસ્થા કરવી પડશે, જેની કિંમત આજથી સાત વર્ષ પછી રૂ. 98.5 લાખ થાય.

અહીં ઉલ્લેખનીય છે કે, નાણાકીય ધ્યેયને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવાથી નાણાકીય પ્લાનિંગ બનાવવાનું સરળ બને છે. જો વ્યક્તિને ખબર હોય કે તેને શું જોઈએ છે, તો બચત અને રોકાણ કરવામાંવધુ સ્પષ્ટતા રહે છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news, Earn money, Financial planning, Personal finance

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन