Home /News /business /Explained: NPSનું Tier-II એકાઉન્ટ કઈ રીતે કરે છે કામ? Tier-II એકાઉન્ટ કોણ ખોલાવી શકે? અહીં જાણો બધું જ

Explained: NPSનું Tier-II એકાઉન્ટ કઈ રીતે કરે છે કામ? Tier-II એકાઉન્ટ કોણ ખોલાવી શકે? અહીં જાણો બધું જ

નેશનલ પેન્શન સિસ્ટમ

NPS Tier-II Account: NPSમાં બે પ્રકારના ખાતા ખોલવામાં આવે છે. જેને ટિયર-1 અને ટિયર-2 કહેવામાં આવે છે. ટિયર-1 એ પ્રાથમિક ખાતું છે. જે પેન્શન અને કર લાભો માટે મહત્વપૂર્ણ છે. જ્યારે ટાયર-II એ સ્વૈચ્છિક ખાતું છે. તેને ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ પણ કહેવામાં આવે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી. National Pension System: દરેક વ્યક્તિ નિવૃત્તિ (Retirement) પછીનું જીવન સુખમય વીતે તેવું ઈચ્છે છે. આ માટે નિયમિત આવકનો સ્ત્રોત જાળવી રાખવો જરૂરી છે. તેથી નિવૃત્તિ બાદનું આયોજન આપણા મની મેનેજમેન્ટનો એક મહત્વપૂર્ણ ભાગ હોવો જોઈએ. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં તમે સરળતાથી નિવૃત્તિ પછીના જીવન માટે બચત કરી શકો છો. આમાં તમને એક સામટું ફંડ તેમજ માસિક પેન્શન મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો, NPS એ એક સસ્તું, ટેક્સ બચાવતું અને પોર્ટેબલ રિટાયરમેન્ટ બચત ખાતું (Savings account) છે.

NPSમાં બે પ્રકારના ખાતા ખોલવામાં આવે છે. જેને ટિયર-1 અને ટિયર-2 કહેવામાં આવે છે. ટિયર-1 એ પ્રાથમિક ખાતું છે. જે પેન્શન અને કર લાભો માટે મહત્વપૂર્ણ છે. જ્યારે ટાયર-II એ સ્વૈચ્છિક ખાતું છે. તેને ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ પણ કહેવામાં આવે છે. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) આ વર્ષ દરમિયાન ચર્ચામાં રહી છે. જેની પાછળ પેન્શન ફંડ્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા રજૂ કરાયેલા ફેરફારો કારણભૂત છે.

નિવૃત્તિનમાં જરૂરિયાતના પગલે NPSની અંગે જાગૃતિ વધી રહી છે. NPS નિવૃત્તિ માટેના નાણાકીય આયોજનની યોજના હોવા છતાં તેમાં ગ્રાહકો અન્ય લક્ષ્યો માટે પણ રોકાણ કરવાનો વિકલ્પ મળે છે. તેઓ ટાયર-2 અથવા ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ મારફતે રોકાણ કરી શકે છે.

NPS હેઠળ કયા પ્રકારના ખાતા ખોલી શકાય?

NPS હેઠળ તમે ટાયર-1 (નિવૃત્તિ) અને ટાયર-2 (રોકાણ) ખાતું ખોલી શકો છો. બીજું એકાઉન્ટ વૈકલ્પિક છે અને જો તમારી પાસે પહેલેથી જ ટાયર-1 એકાઉન્ટ હોય તો જ તે ખોલી શકાય છે. જેને ડિફોલ્ટ પેન્શન એકાઉન્ટ ગણવામાં આવે છે. આ પ્રાઇમરી એકાઉન્ટમાં રોકાણ કલમ 80CCD (1), 80CCD (1બી) અને 80CCD (2) હેઠળ કર લાભને પાત્ર છે.

આ ખાતામાં તમારો ફાળો રૂ. 1.5 લાખની એકંદર 80C મર્યાદા સુધીના કર લાભો માટે પાત્ર છે, જ્યારે રૂ. 50,000 સુધીના વધારાના ફાળામાં 80 CD (1B) હેઠળ કપાત તરીકે ક્લેમ કરી શકાય છે. જો તમારા એમ્પ્લોયર તમારા NPS ખાતામાં તમારા બેઝિક પગારના 10 ટકા સુધી ફાળો આપે તો કલમ 80CD(2) અમલમાં આવે છે અને મોંઘવારી ભથ્થાને તમારી કુલ આવકમાંથી કપાત તરીકે મંજૂરી આપવામાં આવે છે. બીજી તરફ ટાયર-2માં ફાળો કોઈ ટેક્સ બ્રેક આપશે નહીં.

આ પણ વાંચો: SBI 3 in 1 account: એસબીઆઈ બચત, ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટનો લાભ એક સાથે કઈ રીતે લઈ શકાય? અહીં જાણો

મારી પાસે NPS પાસે ટીયર-1 પહેલેથી જ હોય તો મારે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ શા માટે ખોલવું જોઈએ?

ટીયર-1 રિટાયરમેન્ટ ખાતું હોવાથી તેની કેટલીક સીમાઓ છે. તેનો હેતુ તમે અન્ય લક્ષ્યો માટે કોર્પસમાં પૈસા ન લગાવો તે સુનિશ્ચિત કરવાનો છે. તમે 60 વર્ષના ન થાય ત્યાં સુધી તમે રોકાણ કરેલી રકમ ઉપાડી શકતા નથી. તેમ છતાં, તમે લમસમ રકમ તરીકે 60 ટકા સુધી ઉપાડી શકો છો. જોકે, બેલેન્સને વાર્ષિકીમાં ફેરવી નાખવામાં આવશે.

અપવાદ કિસ્સામાં જ ઉપાડની સુવિધા

અહીં યાદ રાખવું કે વાર્ષિકી પર કરને પાત્ર છે. તેમજ અમુક અપવાદરૂપ સંજોગો સિવાય આંશિક ઉપાડ આપવામાં આવતો નથી. તમારે તમારા બાળકોના ઉચ્ચ શિક્ષણ, મકાનની ખરીદી અથવા બાંધકામ અને ગંભીર બીમારીઓની સારવાર માટે ભંડોળ આપવાની જરૂર હોય તો તમે તમારા ફાળાના 25 ટકા સુધીની રકમ ઉપાડી શકો છો. અન્ય કોઈ કારણોસર ઉપાડના કિસ્સામાં તમને તમારા ભંડોળની માત્ર 20 ટકા સુધીની રકમ મળશે. જ્યારે 80 ટકાનો ઉપયોગ વાર્ષિકી ખરીદવા માટે કરવો પડશે.

બંને ખાતાઓમાં કયા ચાર્જ ચૂકવવા પડે છે?

બંને ખાતાની કેટેગરીમાં ચાર્જના સ્ટ્રક્ચરમાં કોઈ તફાવત નથી. તમારે રજિસ્ટ્રેશન માટે 200 રૂપિયાનો ખર્ચ થશે અને તમારે ફાળાની રકમના 0.10-0.25 ટકા સર્વિસ ચાર્જ તરીકે ચૂકવવા પડશે. તમે ફાળો આપવા માટે રોકડનો વિકલ્પ પસંદ કરો તેવા કિસ્સામાં મહત્તમ ચાર્જ 25,000 રૂપિયા સુધીનો હશે. જો તમે વર્ચ્યુઅલ, eNPS મોડ પસંદ કરો તો તમારે મહત્તમ ફી 10,000 રૂપિયા સુધીની મર્યાદિત રહેશે. આ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ તરીકે 0.03-0.09 ટકા જેટલી ફી આપવી પડશે.

આ પણ વાંચો: Post Office scheme: પોસ્ટ વિભાગની આ સ્કીમમાં 35 લાખ રૂપિયા મેળવવા કરો 1,500 રૂપિયાનું રોકાણ- જાણો વિગત

બીજી તરફ સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સીઓ કાર્વી અને NSDL એકાઉન્ટ ઓપનિંગ ફી તરીકે રૂ.39- રૂ.40 અને એકાઉન્ટ મેન્ટેનન્સ ચાર્જ તરીકે રૂ.57.63-રૂ.95 લેશે. NPS ટ્રસ્ટની ફી વાર્ષિક એસેટના 0.005 ટકા જેટલી હશે, જ્યારે કસ્ટોડિયન એસેટ સર્વિસિંગ ચાર્જ વાર્ષિક 0.0032 ટકા રહેશે

હું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકું તો મારે NPS હેઠળ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ શા માટે ખોલવું જોઈએ?

અગાઉ જણાવ્યા મુજબ ટીયર-2 ખાતું ખોલવું ફરજિયાત નથી. અલબત્ત, તે ઘણા ફાયદાઓ સાથે આવે છે. જેમાં મુખ્ય ફાયદો ચાર્જ સ્ટ્રક્ચરનો છે. આ સ્ટ્રક્ચર વિશ્વમાં સૌથી નીચું છે. દાખલા તરીકે, NPS યોજનાઓ E (ઇક્વિટી) માટે મહત્તમ ફંડ મેનેજમેન્ટ ફી વાર્ષિક 0.09 ટકા છે. આ ફી ડાયરેક્ટ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ લેવી (0.3-1 ટકા) કરતા ઘણી ઓછી છે. આ સિવાય તમારે મ્યુચ્યુઅલ ફંડમાં કેપિટલ ગેઇન ટેક્સની ઝંઝટ રહે છે. અહીં તમે આ તકલીફ વગર પેન્શન ફંડ મેનેજર્સ વચ્ચે સ્વિચ કરી શકો છો.
First published:

Tags: Investment, Nps, Pension, આયકર વિભાગ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો