Home /News /business /

Public Provident Fund: પીપીએફ સ્કીમ છે ખૂબ લાભકારી, જાણો ટેક્સમાં છૂટથી લઇને લોન સુધીની ખાસ વાતો

Public Provident Fund: પીપીએફ સ્કીમ છે ખૂબ લાભકારી, જાણો ટેક્સમાં છૂટથી લઇને લોન સુધીની ખાસ વાતો

પીપીએફમાં રોકાણ

PPF Account: એકાઉન્ટ એક્ટિવેટ રાખવા માટે વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયા એકાઉન્ટમાં નાખવાના રહેશે. જ્યારે નાણાંકીય વર્ષ (એપ્રિલ-માર્ચ)માં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જ જમા કરી શકાય છે.

નવી દિલ્હી: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund) એટલે કે પીપીએફ (PPF) દેશની સૌથી ભરોસાપાત્ર અને લોકપ્રિય સ્મોલ સેવિંગ સ્કીમ્સ (Small Saving Scheme) પૈકીની એક છે. જોકે, તમામ રોકાણકારોને તેના અમુક ખાસ ફીચર્સ (PPF Scheme Features) વિશે ખ્યાલ નહીં હોય. તેથી તેમાં રોકાણ કરવાથી દૂર ભાગે છે. અહીં અમે તમને પીપીએફના 10 ખાસ (10 Features of PPF Scheme) વાતો જણાવવા જઇ રહ્યા છીએ, જેથી તમને રોકાણ કરવામાં સરળતા રહેશે.

એક વ્યક્તિ, એક એકાઉન્ટ


પીપીએફમાં તમે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવી શકતા નથી. જો તમે એકથી વધુ પીપીએફ એકાઉન્ટ ખોલાવ્યા છે, તો તમારા પહેલા એકાઉન્ટને છોડીને બાકી તમામ એકાઉન્ટને ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. જેમાંથી તમે જમા રકમ જ મળશે, વ્યાજની રકમ મળવા પાત્ર રહેશે નહીં.

બાળકો માટે એકાઉન્ટ


જો તમે ઇચ્છો તો તમારા નાના બાળકના નામે પણ એક પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકો છો. જોકે, તે બાળકનું જ એકાઉન્ટ હશે, તમે માત્ર ગાર્ડિયન રહેશો. દરેક બાળક માટે માતા અથવા તો પિતા બંનેમાંથી કોઇ એક જ પોતાના બાળક સાથે એકાઉન્ટ ખોલાવી શકે છે. બાળકના માતાપિતા જીવિત હોય તો તેના દાદા-દાદી તેના માટે પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકતા નથી. જો માતા પિતાએ દાદા-દાદીને બાળકના કાયદેસર ગાર્ડિયન બનાવ્યા હોય તો માતા-પિતાના અવસાન બાદ દાદા-દાદી બાળકો માટે પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકે છે.

કેટલું મળે છે વ્યાજ?


પીપીએફમાં વ્યાજદર ફીક્સ નથી હોતો. પરંતુ તે 10 વર્ષના સમયગાળા વાળા સરકારી બોન્ડની યીલ્ડ સાથે જોડાયેલા હોય છે. સરકાર પોતાની સિક્યોરિટીઝ પર મળેલ યીલ્ડ (રિટર્ન)ના આધારે દર ત્રિમાસિક ગાળામાં પીપીએફ માટે વ્યાજ દર નક્કી કરે છે. 1968-69માં પીપીએફ પર 4 ટકા વ્યાજ હતું, તો 1986-2000ની વચ્ચે વ્યાજ દર વધીને 12 ટકા પહોંચી ગયું હતું. આ વર્ષે જૂન, 2022 સુધી વ્યાજ દર 7.10 ટકા નક્કી કરાયું છે.

વર્ષમાં કેટલા રૂપિયા કરવા પડશે જમા?


એકાઉન્ટ એક્ટિવેટ રાખવા માટે વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયા એકાઉન્ટમાં નાખવાના રહેશે. જ્યારે નાણાંકીય વર્ષ (એપ્રિલ-માર્ચ)માં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જ જમા કરી શકાય છે. તમારા બાળકનું એકાઉન્ટ પણ ખોલાવ્યું છે તો તમામ એકાઉન્ટને ભેગા કરીને મહત્તમ 1.5 લાખ રૂપિયા જ જમા કરી શકાશે. 1.5 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરવા પર વધારાની રકમ પર વ્યાજ મળશે નહીં અને ન તો ટેક્સમાં છૂટ મળશે. આ રકમ તમને વ્યાજ વગર જ પરત કરવામાં આવશે.

કઇ રીતે ખોલવું પીપીએફ એકાઉન્ટ?


સરકારે અમુક પોસ્ટ ઓફિસ અને બેંકોને પીપીએફ એકાઉન્ટ ખોલવાનો અધિકાર આપ્યો છે. તમે તે બેંકો કે પોસ્ટ ઓફિસોની શાખાઓમાં જઇને તમારું એકાઉન્ટ ખોલાવી શકો છો. અમુક બેંકો ઘરેબેઠા ઓનલાઇન એકાઉન્ટ ખોલવાની સુવિધા પણ આપે છે. પીપીએફના ફોર્મમાં નોમિની કોલમ હોતી નથી, તેથી કોઇને નોમિની બનાવવા હોય તો એકાઉન્ટ ખોલાવતી સમયે ફોર્મ-E જરૂર ભરો.

પીપીએફ એકાઉન્ટ પર લઇ શકાય છે લોન


તમે તમારા પીપીએફ એકાઉન્ટમાં લોન પણ લઇ શકો છો અને જમા રકમમાંથી અમુક ભાગ ઉપાડી પણ શકો છો. હાલ મેચ્યોરિટી પહેલા પીપીએફ એકાઉન્ટ બંધ કરવાની સુવિધા પણ મળી રહી છે. જોકે, ખાતું ખોલાવ્યાના ઓછામાં ઓછા 5 નાણાંકીય વર્ષ પૂર્ણ થયા બાદ અમુક ખાસ કિસ્સાઓમાં તેની પરવાનગી આપવામાં આવે છે.

આંશિક વિડ્રોઅલની સુવિધા


પીપીએફમાં ઇન્વેસ્ટર્સને આંશિક વિડ્રોવલની સુવિધા મળે છે. 6 વર્ષ બાદ રોકાણકાર પોતાના ચોથા વર્ષના અંત સુધી કે ગત વર્ષની બેલેન્સ રકમ જે પણ ઓછું હોય, તેના 50 ટકા સુધી પૈસા ઉપાડી શકે છે.

આ પણ વાંચો: ઝુનઝુનવાલાએ આ PSU કંપનીના શેર વેચી દીધા, શું તમારી પાસે છે?

ટેક્સ પર છૂટ


પીપીએફ એકાઉન્ટમાં રોકવામાં આવેલી રકમ પર ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ના સેક્શન 80સી અંતર્ગત ટેક્સ ડિડક્શન મળે છે. એટલું જ નહીં, આ રોકાણ પર જે વ્યાજ મળે છે, તે પણ સેક્શન 10 અંતર્ગત ટેક્સ છૂટ અંતર્ગત આવે છે. પીપીએફને ટ્રિપલ ટેક્સ બેનિફિટવાળી સ્કીમ કહેવામાં આવે છે. ટ્રિપલ ટેક્સ બેનિફિટનો અર્થ થાય છે કે વર્ષમાં જો તમે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો છો તો તેના પર મળતી ઇન્ટ્રસ્ટ અને મેચ્યોરીટી પણ મળતા તમામ પૈસા પર કોઇ ટેક્સ લાગતો નથી.

1-5 તારીખ છે મહત્વની


જો તમે પીપીએફમાં રોકાણ કરવા માંગો છો, તો દર મહીનાની પાંચ તારીખ ખૂબ મહત્વની છે. તમારે પીપીએફ એકાઉન્ટમાં એકથી પાંચ તારીખ સુધીમાં કોઇ પણ સંજોગોમાં પૈસા જમા કરી દેવા જોઇએ. કારણ કે પીપીએફમાં વ્યાજની ગણતરી દર મહીનાની પાંચ તારીખ સુધી એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ પર કરવામાં આવે છે. જો તમે દર મહીનાની પાંચ તારીખ સુધીમાં પૈસા જમા કરો છો તો તમારું મિનિમમ બેલેન્સ વધી જાય છે અને તમને વધારે વ્યાજ મળે છે.

આ પણ વાંચો: ચાની કંપનીઓના શેરમાં શા માટે આવી ફૂંફાડા મારતી તેજી? જાણો કારણ 

15 વર્ષનું રોકાણ


આ કેન્દ્ર સરકાની લાંબા ગાળાની રોકાણ સ્કીમ છે, જેનું પ્રોવિઝન પીપીએફ એક્ટ, 1968માં કરવામાં આવ્યો છે. પીપીએફ 15 વર્ષની મેચ્યોરિટી વાળી સ્કીમ છે, જેને 5-5 વર્ષ માટે તમારી ઇચ્છા મુજબ વધારી શકો છો. પીપીએફ એકાઉન્ટમાં એક વર્ષમાં વધુમાં વધુ 12 વખત જ પૈસા નાંખી શકાય છે. ઘણી વખત રોકાણકારો વારંવાર પૈસા નાંખવાની જગ્યાએ એક સાથે પૈસા રોકી દે છે. જો કોઇએ 2008માં પીપીએફ એકાઉન્ટ ખોલ્યું છે કે તે એપ્રિલ 2023માં મેચ્યોર થશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bank, Pension, PPF, Savings Scheme, આરબીઆઇ

આગામી સમાચાર