Home /News /business /PMAY: શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના? કઈ રીતે કરે છે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર

PMAY: શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના? કઈ રીતે કરે છે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર

ઘર લેતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

PMAY: આ યોજનાનો મુખ્ય હેતુ ઓછી આવક અને મધ્યમ આવક ધરાવતા પરિવારો અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બે કરોડ ઘરોનું નિર્માણ કરવાનો છે. ભારત સરકારે 2022 સુધીમાં બેઘર લોકોને ઘર આપવાની યોજના બનાવી છે.

  નવી દિલ્હી: દેશની વસ્તીનો મોટાભાગનો હિસ્સો ગરીબ (Poor) છે. તેઓ ઘરના ઘરનું સ્વપ્ન જુએ તો છે, પરંતુ તેને સાકાર કરવું મુશ્કેલ છે. આવા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે કેદ્ર સરકાર (Center governmentn) પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhanmantri awas yojana) ચલાવે છે. જેને PMAY તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના જૂન 2015માં શરૂ કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ "હાઉસિંગ ફોર ઓલ"ના કોન્સેપ્ટને વેગ આપવાનો હતો.

  આ યોજનાનો મુખ્ય હેતુ ઓછી આવક અને મધ્યમ આવક ધરાવતા પરિવારો અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બે કરોડ ઘરોનું નિર્માણ કરવાનો છે. ભારત સરકારે 2022 સુધીમાં બેઘર લોકોને ઘર આપવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ સરકાર બેઘર લોકોને ઘર તેમજ લોન પર ઘર કે ફ્લેટ ખરીદનારા લોકોને સબસિડી આપે છે.

  ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે યોજના


  કેન્દ્ર સરકારની આ યોજનાને ત્રણ તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે. આ યોજનાનો પ્રથમ તબક્કો જૂન 2015માં શરૂ થયો હતો અને માર્ચ 2017માં સમાપ્ત થયો હતો. બીજો તબક્કો એપ્રિલ 2017માં શરૂ થયો હતો અને માર્ચ 2019માં સમાપ્ત થયો હતો. ત્રીજો અને અંતિમ તબક્કો એપ્રિલ 2019માં શરૂ કરવામાં આવ્યો હતો અને માર્ચ 2022 સુધીમાં સમાપ્ત થઈ ગયો છે. જોકે, આ તબક્કાને (પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ) માર્ચ 2024 સુધી આગળ વધારવા કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.

  પ્રથમ વખત ઘર ખરીદનારાઓને CLSS અથવા ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. એટલે કે ઘર ખરીદવા માટે હોમ લોનના વ્યાજ પર સબસિડી મળે છે. આ સબસિડી મહત્તમ 2.67 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

  પર્યાવરણને અનુકૂળ બાંધકામ પદ્ધતિનો થાય છે ઉપયોગ


  આ યોજના હેઠળ પસંદગીના શહેરો અને નગરોમાં પર્યાવરણને અનુકૂળ બાંધકામ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પોસાય તેવા મકાનો બાંધવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, નાણાં પ્રધાન નિર્મલા સીતારામને 2021ના કેન્દ્રીય બજેટની જાહેરાત સમયે અફોર્ડેબલ મકાનો માટેની લાયકાતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. તેમણે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે કરમુક્તિની પણ જાહેરાત કરી છે.

  સસ્તા ભાડાનું આવાસ આપવા યોજના


  આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી (PMAY-U) હેઠળ પેટા યોજના અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષ (ARHCs) શરૂ કરી છે. જે ઔદ્યોગિક ક્ષેત્રે તેમજ શહેરોમા સ્થળાંતર કરનારા ગરીબોને તેમના કામના સ્થળ નજીક સસ્તા ભાડાનું આવાસ આપવામાં મદદરૂપ થશે.

  PMAY યોજનાની વિશેષતાઓ અને લાભ


  >> PMAY યોજના હેઠળ તમામ લાભાર્થીઓને 20 વર્ષની મુદત માટે હાઉસિંગ લોન પર 6.50% સબસિડી આપવામાં આવે છે.

  >> ગ્રાઉન્ડ ફ્લોરની ફાળવણીમાં વરિષ્ઠ નાગરિકોને પ્રાધાન્ય આપવામાં આવે છે.

  >> બાંધકામ માટે ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

  >> આ યોજના દેશના સમગ્ર શહેરી વિસ્તારોને આવરી લે છે. જેમાં 500 ક્લાસ-1 શહેરોને પ્રથમ અગ્રતા સાથે 4041 નગરોનો સમાવેશ થાય છે. આ યોજના ત્રણ તબક્કામાં ચાલી રહી છે.

  >> PM આવાસ યોજનાનું ક્રેડિટ લિંક સબસિડી સુવિધા ભારતમાં તમામ સ્ટ્રક્ચરરી ટાઉન્સમાં પ્રારંભિક તબક્કાથી જ લાગુ કરવામાં આવેલ છે.

  PMAY યોજનાના પ્રકાર


  PMAY યોજનાના બે પેટા-વિભાગો છે. જેને તેઓ જે વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેના આધારે વિભાજિત કરવામાં આવ્યા છે.

  પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ


  પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ (PMAY-G) અગાઉ ઈન્દિરા આવાસ યોજના તરીકે જાણીતી હતી અને તેને 2016માં PMAY-G નામ આપવામાં આવ્યું હતું. આ યોજનાનો હેતુ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં પાત્ર લાભાર્થીઓને અફોર્ડેબલ અને સુલભ આવાસ પૂરા પાડવાનો છે. આ યોજના હેઠળ ભારત સરકાર અને રાજ્ય સરકારો સામાન્ય પ્રદેશો માટે 60:40ના ભાગે અને ઉત્તર-પૂર્વ અને પર્વતીય પ્રદેશો માટે 90:10ના ભાગે ખર્ચો ઉઠાવી આવાસ બનાવે છે.

  આ પણ વાંચો: આનંદો! સરકારના આ પગલાંથી ખાદ્ય તેલની કિંમતમાં થશે ઘટાડો 

  પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી


  બીજા પ્રકારનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી (PMAYU) છે. જેના નામ મુજબ તે દેશના શહેરી વિસ્તારો તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. હાલમાં આ યોજના હેઠળ 4,331 નગરો અને શહેરો નોંધાયેલા છે.

  પુરુષોની સરખામણીએ મહિલાઓને વધુ ફાયદો


  આ યોજના હેઠળ પુરૂષોની સરખામણીમાં મહિલાઓને ઘણા ફાયદા મળે છે. સરકાર પુરૂષોની જેમ મહિલા અરજદારને 2.67 લાખ રૂપિયા સુધીની સબસિડી ઓફર કરશે. જોકે. આ માટે શરત રાખવામાં આવી છે કે, અરજદાર મહિલાનું આ પહેલું મકાન હોવું જોઈએ. એટલે કે પ્રથમ મકાન ખરીદવા પર જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

  મહિલાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે આ યોજનામાં વિધવાઓ, સિંગલ મહિલાઓ, એસસી-એસટી કેટેગરીની મહિલાઓનો પણ સમાવેશ કર્યો છે. આ ઉપરાંત વિકલાંગ મહિલાઓ, નોકરી કરતી મહિલાઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. યોજનામાં આ મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચો: શેર બજાર એટલે શું? રોકાણની શરૂઆત કેવી રીતે કરવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી 

  પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ


  PMAY યોજના હેઠળના લાભાર્થીઓને અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવે છે.

  MIG I : આ યોજના હેઠળ મધ્યમ આવક ગ્રુપ (MIG I)માં વાર્ષિક રૂ. 6 લાખથી 12 લાખની આવક ધરાવનારને રાખવામાં આવ્યા છે.

  MIG II : રૂ. 12 લાખથી 18 લાખની વાર્ષિક આવક ધરાવનારને આ યોજનામાં MIG II હેઠળ લાભ મળે છે.

  LIG: જ્યારે રૂ. 3 લાખથી 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનારને આ યોજનામાં લો ઇન્કમ ગ્રુપના લાભ મળે છે.

  EWS: જેની આવક રૂ. 3 લાખ કરતા ઓછી છે, તેમને આર્થિક રીતે નબળા વર્ગ ગણાવામાં આવે છે. તેમને EWS હેઠળ લાભ મળે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Home, Property, કેન્દ્ર સરકાર, હોમ લોન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन