Home /News /business /Motor Insurance: કાર કે સ્કૂટરમાં આગ લાગવાના કેસમાં વાહન વીમો કઈ રીતે મદદગાર થઈ શકે? શું કરવું અને શું ન કરવું?

Motor Insurance: કાર કે સ્કૂટરમાં આગ લાગવાના કેસમાં વાહન વીમો કઈ રીતે મદદગાર થઈ શકે? શું કરવું અને શું ન કરવું?

કાર ઇન્શ્યોરન્સ

Motor Insurance: ભારતમાં બે પ્રકારનો મોટર વીમા ઉપલબ્ધ છે. એક ફરજિયાત થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ છે અને બીજો સ્ટેન્ડઅલોન ડેમેજ પોલિસી છે.

નવી દિલ્હી: તાજેતરમાં ચાર ઇલેક્ટ્રિક સ્કૂટર (electric scooters)માં આગ લગાવની ઘટના સામે આવી હતી. ખાસ કરીને નવા ઓલા એસ1 પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટર (Ola S1 Pro electric scooter)માં આગ લાગી હોવાનો બનાવ સોશિયલ મીડિયા (social media)માં ચર્ચાનો વિષય રહ્યો હતો. ભૂતકાળમાં પણ ઘણા આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે વાહનના વીમા (Motor insurance)નો પ્રશ્ન પણ ફરી ચર્ચામાં રહ્યો છે. આમ તો વીમા પોલિસી દુર્ઘટના (Accident)ના કિસ્સામાં વીમાધારકને મદદ કરવા માટે હોય છે. જોકે, બાઇક કે કાર માટે મોટર વીમો ખરીદવાનું આયોજન કરવાની વાત આવે ત્યારે લોકોએ તથ્યોથી વાકેફ હોવું જરૂરી છે. આ વિગતો ન જાણતા હોવ તો તમારા વાહનમાં આગ લાગવાની સ્થિતિમાં તમે નિરાશ થઈ શકો છો.

આગની દુર્ઘટના માટે કોઈ ચોક્કસ વીમા કવચ નથી


વીમા ક્ષેત્રના જાણકારોના મત અનુસાર આગના કારણે થતાં નુકસાનને કોમ્પ્રેહેન્સીવ પ્લાન હેઠળ આવરી લેવામાં આવે છે. ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આ બાબતે માય ઇન્શ્યોરન્સ ક્લબના સીઇઓ દીપક યોહાન્નાએ FE ONLINEને જણાવ્યું હતું કે, ખાસ કરીને તમારા વાહનને આગ સામે રક્ષણ આપવા કોઈ ચોક્કસ યોજના નથી. તમારે ફક્ત કોમ્પ્રેહેન્સીવ પ્લાનની જરૂર હોય છે. આ પ્લાન નુકસાનના ખર્ચને પહોંચી વળશે. જો તમારી પાસે આવો વીમા પ્લાન હોય તો ટુ વ્હીલર અથવા કારમાં આગને કારણે થતા કોઈપણ નુકસાનને આવરી લેવામાં આવે છે. અલબત્ત જો તમારી પાસે ફક્ત થર્ડ પાર્ટી વીમા કવચ હોય તો આગને કારણે તમારા વાહનને થયેલા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં. તેથી થર્ડ પાર્ટીના સ્થાને કોમ્પ્રેહેન્સીવ પ્લાન ખરીદવો વધુ હિતાવહ છે.

કોમ્પ્રેહેન્સીવ પ્લાનમાં શું મળે છે?


ભારતમાં બે પ્રકારનો મોટર વીમા ઉપલબ્ધ છે. એક ફરજિયાત થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ છે અને બીજો સ્ટેન્ડઅલોન ડેમેજ પોલિસી છે. આ બાબતે પ્રોબસ ઇન્સ્યુરન્સના ડિરેક્ટર રાકેશ ગોયલે જણાવ્યું હતું કે, થર્ડ પાર્ટી કવરમાં ફાયર કવર હોતું નથી, પણ સ્ટેન્ડઅલોન પોલિસી આગને કારણે થતા નુકસાનને આવરી લે છે. જો કોઈ પોલિસીધારકને આગના નુકસાનની ચિંતા હોય તો તેઓ ફાયર કવર આપતા વિકલ્પ સાથેના થર્ડ પાર્ટી પ્લાન પસંદગી કરી શકે છે.

કોમ્પ્રેહેન્સીવ મોટર વીમા પોલિસીમાં સામાન્ય રીતે ચોરી, પોતાને થયેલું નુકસાન, વ્યક્તિગત અકસ્માત તેમજ ભૂકંપ, ચક્રવાત, ભૂસ્ખલન વગેરે જેવી કુદરતી આપત્તિઓમાં આગ લાગવાના કિસ્સાઓને આવરી લેવામાં આવે છે.

વીમા દ્વારા તમારા વાહનને ફાયર-પ્રૂફ બનાવવા માટેના મહત્વના મુદ્દાઓ:


* માત્ર થર્ડ પાર્ટી કવર ખરીદવાથી પોલિસીધારકના વાહનમાં આગ લાગવાની સ્થિતિમાં કોઈ ફાયદો નહીં થાય. આવી પોલિસી વિમાધારકના વાહને કોઈ ત્રાહિત પક્ષકાર અથવા સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોય તેવા કિસ્સામાં માત્ર વીમાધારકને નુકસાનથી બચાવવા માટે છે.

* પોતાને થતા નુકસાનને કવર કરવાનો વિકલ્પ હોય તેવી જ કોમ્પ્રેહેન્સીવ મોટર વીમા પ્રોડક્ટ આગને કારણે ઉદ્ભવતા ક્લેમ માટે ચૂકવણી કરશે. જોકે, પોલિસી ડોક્યુમેન્ટમાં આ બાબત બાકાત રાખવાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવી શકે છે.

* આગ લાગવા પાછળ કારણભૂત બની શકે તેવા વાહનમાં કરવામાં આવેલા કોઈપણ ફેરફારોના કિસ્સામાં ક્લેમ ફગાવી દેવામાં આવી શકે છે. વાહનના આઈડીવીમાં વધારાના પાર્ટ્સ ઉમેરી શકાય તે માટે અધિકૃત ડીલર પાસે સુધારા-વધારા કરાવવા હિતાવહ છે.

* શોર્ટ-સર્કિટિંગ, ઓવરહિટિંગ, ઓઇલ લીકેજ અથવા ફ્યુઅલ સીપેજ જેવી મેકેનિકલ ખામીઓને કારણે થતા નુકસાનને પણ આવરી લેવામાં આવી શકે નહીં. જો આગ પોલિસીધારકની પોતાની બેદરકારીને કારણે લાગી હોય અથવા તો જાણીજોઈને લગાવવામાં આવી હોય, તો ક્લેમને નકારી કાઢવામાં આવશે.

* પોલિસીમાં શું આવરી લેવામાં આવ્યું નથી? તે વાતનું પોલિસીધારકોએ હંમેશા ધ્યાન રાખવું જોઇએ. શોર્ટ-સર્કિટ, ઓઇલ લીકેજ અથવા ઓવરહિટિંગ જેવી મેકેનિકલ ખામીઓને પોલિસીમાંથી બાકાત રાખવામાં આવે છે.

* જ્યારે ભૌગોલિક વિસ્તારની બહાર આગમાં નુકસાન થાય છે, ત્યારે તે પણ પોલિસીમાં આવરી લેવામાં આવતું નથી.

* પોલિસીધારકોની પોતાની બેદરકારીથી કે જાણીજોઈને લાગેલી આગને પોલિસીમાં આવરી લેવામાં આવતી નથી. ક્લેમ કરવા માટે વાહનને ઇરાદાપૂર્વક આગ લગાડવી જોઈએ નહીં. આવું કરવાથી ક્લેમ ફગાવી દેવામાં આવે છે.

તમે કેટલો ક્લેમ મેળવી શકો છો?


યોહાન્નાએ જણાવ્યું હતું કે, રિપેર અને પાર્ટ્સના રિપ્લેસમેન્ટ ખર્ચ સાથે એકંદર ખર્ચ જોડવામાં આવશે. અન્ય કોઈ અકસ્માતને કારણે નુકસાન થયું હોય તેવા કિસ્સામાં જેટલો ખર્ચ થયો હોય તેટલો જ ખર્ચ માલિક દ્વારા કરવામાં આવેલો ખર્ચ રહેશે. રિપ્લેસ કરવાની જરૂર હોય તેવા ભાગો પર કપાતપાત્ર રકમ ઉપરાંત, ઘસારાનો દર લાગુ કરવામાં આવશે. ઘસારાનો દર વાહનની ઉંમર પર આધારિત રહેશે.

આ પણ વાંચો: પેટીએમના સ્થાપકની ખાતરી બાદ શું શેરની ખરીદી કરવી જોઈએ?

વાહન રિપેર કરી શકાય તેવી હાલતમાં જ ન હોય તેવા કિસ્સામાં તેને ટોટલ લોસ તરીકે જાહેર કરવામાં આવશે અને પોલિસીમાં ઉલ્લેખીત આઇડીવીની ચૂકવણી કરવામાં આવશે. મોટર અન્ડરરાઇટિંગ, ડિજિટલ ઇન્શ્યોરન્સના વાઇસ પ્રેસિડેન્ટ આદિત્ય કુમારે જણાવ્યું હતું કે, આગના કિસ્સામાં પોલિસીધારકને નુકસાનના આધારે આઈડીવી મળશે. આ નુકસાનમાંથી ઘસારા અને કપાતપાત્ર રકમને બાદ કરવામાં આવશે. જો ઇવીમાં આગ લાગે છે, તો ક્લેમ પે-આઉટ ઓઇએમ દ્વારા આપવામાં આવેલી વોરંટી પર પણ આધાર રાખશે.

કુમારે વધુમાં જણાવ્યું હતું કે, વીમાકંપની ક્લેમને સ્વીકારશે અથવા નકારી કાઢશે અને જો તે સ્વીકારવામાં આવે તો પોલિસીધારકને ક્લેમની રકમ પ્રાપ્ત થશે. જે નુકસાનના આધારે રીપેર ખર્ચ અથવા વાહનની આઈડીવી (કુલ નુકસાનના કિસ્સામાં) હોઈ શકે છે. વીમા રકમનો ચૂકવણી નીતિના નિયમો અને શરતો પર પણ આધારિત રહેશે. ઘણી વખત વાહનમાં લાગેલી આગથી વાહનના અમુક ભાગને જ નુકસાન થાય છે, પરંતુ અન્ય કિસ્સાઓમાં તે સંપૂર્ણપણે બળી જાય છે અથવા તો રિપેરનો ખર્ચ વાહનના આઈડીવીના 75 ટકાથી વધુ હોઈ શકે છે.

આ પણ વાંચો: 14 શેર જેણે રોકાણકારોને આપ્યું છપ્પરફાડ રિટર્ન

આ બાબતે ગોયલ કહે છે કે, વીમા કંપની તમારા આઈડીવીની મહત્તમ રકમ ચૂકવશે. આને ટોટલ લોસ કહેવામાં આવે છે અને આવા કિસ્સાઓમાં મોટર વીમો કપાતપાત્ર રકમ બાદ કરી તમને આ જ આઈડીવી રકમ ચૂકવશે.
First published:

Tags: Car Insurance, Insurance, કાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો