નવી દિલ્હીઃ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાવાળા નવા રોકાણકારોને બજારની હાલની સ્થિતિ જોતા લાગતું હશે કે માર્કેટમાં ક્યાં આવીને ભરાઈ પડ્યા, જેટલું લાગતું હતું તેટલું સહેલું નથી રુપિયા કમાવવું. જોકે તેમનો આ વિચાર ઘણાખરા અંશે સાચો પણ છે, પરંતુ જો રોકાણકાર કોઈપણ શેરમાં તેના ફંડામેન્ટલ્સ જોઈને રોકાણ કરે છે તો માર્કેટમાંથી રુપિયા કમાવવા એટલા અઘરા પણ નથી. મોટા રોકાણકારો એટલે જ શેરબજારમાંથી રુપિયા કમાય છે કારણ કે તેઓ જે તે શેરમાં રોકાણ કરતા પહેલા તે કંપનીનો દર વર્ષનો નેટ પ્રોફિટ, તેના વેપારનો વ્યાપ તેવી દરેક બાબતો પરખ્યા બાદ જ રોકાણ કરે છે.
જોકે કોઈપણ શેરના ફંડામેન્ટલ્સ સમજવા દરેક રોકાણકારના હાથની વાત પણ નથી. તેના માટે ખૂબ જ રિસર્ચ કરવું પડે છે અને તમામ પાસાઓનું બારિકાઈથી નિરક્ષણ કરવું પડે છે. આ માટે કેટલીક કંપનીઓ જેને બ્રોકરેજ ફર્મ કહેવાય છે સમય સમય પર અલગ અલગ કંપનીઓના ફંડામેન્ટલ્સ ચેક કરીને તે સ્ટોકને ખરીદવાની અને વેચવાની સલાહ આપતી હોય છે. આ માટે તેઓ રોકાણાકારોને ક્યા ભાવે ખરીદવા અને ક્યા ભાવે વેચવા ઉપરાંચ સ્ટોપલોસ અંગે પણ ટાર્ગેટ આપતી હોય છે. જેથી હંમેશા સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા પહેલા કોઈ સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી વધુ યોગ્ય ગણાય છે.
ભારતની એક મોટી બ્રોકરેજ ફર્મ શેરખાન (ShareKhan) ને ચાર સ્ટોકમાં હાલની સ્થિતિમાં રોકાણ કરવાને લાભનો સોદો ગણાવ્યો છે. બ્રોકરેજ હાઉસે આપેલા લિસ્ટમાં અશોક લેલેંડ (Ashok Leyland), રેમકો સીમેન્ટ (Ramco Cement), મહિન્દ્રા લોજિસ્ટિક (Mahindra Logistic) અને બેંક ઓફ બરોડા (Bank Of Baroda) સામેલ છે.
અશોક લેલેંડ માટે 181નો ટાર્ગેટ
શેરખાને અશોક લેલેંડના શેરમાં 181 રુપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. ગુરુવારે એનએસઈ પર અશોક લેલેંડના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ શેર 1.55 ટકા તૂટીને 145.90 પર બંધ થયો હતો. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે ભલે અશોક લેલેંડના ત્રિમાસિક ગાળાના પરિણામ આશા પ્રમાણે નથી રહ્યા પરંતુ તેમના પર બ્રોકરેજ હાઉસ બુલિશ છે. કંપનીએ દેશના દરેક ખુણામાં પોતાના વેપારને વધારવા માટે ખૂબ જ મહેનત કરી છે અને તેનું ફળ આગામી સમયમાં મળી શકે છે ત્યારે શેરના ભાવ પણ વધશે.
શેરખાને રેમકો સીમેન્ટ માટે રુ. 850નો ટાર્ગેટ આપ્યો છે. ગુરુવારે આ શેર એનએસઈ પર 1.32 ટકા વધીને 735.95 રુપિયા પર બંધ થયો હતો. ફર્મે કહ્યું કે રેમકો સીમેન્ટે નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સારું પ્રદર્શન કર્યું છે. માનવામાં આવે છે કે સપ્ટેમ્બરમાં વીજળી અને ઈંધણના ખર્ચમાં ઘટાડો થશે અને તેનો લાભ કંપનીને મળશે. જોકે કંપની પ્રોજેક્ટના ખર્ચમાં સતત વધારાને કારણે પોતાના વિસ્તારના પ્લાનને હોલ્ડ પર રાખી શકે છે, પરંતુ તેનાથી સ્ટોક પર કોઈ ખાસ અસર જોવા મળવી જોઈએ નહીં.
મહિન્દ્રા લોજિસ્ટિક માટે 600 રુપિયાનો ટાર્ગેટ
મહિન્દ્રા લોજિસ્ટિક શેર ખરીદવાની સલાહ આપતા શેરકાને 600 રુપિયાનો ટાર્ગટે આપ્યો છે. ગુરુવારે મહિન્દ્ર લોજિસ્ટિક સ્ટોક એનએસઈ પર 0.35 ટકાના વધારા સાથે 478.70 પર બંધ થયો હતો. એપ્રિલ મહિનાથી આ સ્ટોક સતત કંસોલિડેશન ફેઝમાં છે. તેના ક્વાર્ટર વનના પરિણામ પણ ખૂબ જ શાનદાર આવ્યા છે. તો મહિન્દ્રા ગ્રુપની અન્ય કંપનીઓએ પણ ખૂબ જ સારા પરિણામ આપ્યા છે. તેવામાં આગામી સયમાં કંપની ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે. અહીં નોંધવું રહ્યું કે મહિન્દ્રા લોજિસ્ટિક પોતાની વેરહાઉસ ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
શેરખાને બેંકિંગ સેક્ટરનો સ્ટોક પણ ભલામણ કર્યો છે. આ શેર છે બેંક ઓફ બરોડાનો, બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ સ્ટોકને રુ. 140ના ટાર્ગેટ માટે હાલ ખરીદવો જોઈએ. ગુરવારે એનએસઈ પર આ સ્ટોક 2.02 ટકા તૂટીને 118.6 પર બંધ થયો હતો. બેંકના ટેક્સ પછીના પ્રોફિટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. તેનું પરિણામ અનુમાન કરતા 33 ટકા વધુ સારું આવ્યું છે. તેના લોન સેગમેન્ટનો ગ્રોથ પણ સારો જોવા મળ્યો છે તો રિટેલ, કોર્પોરેટ અને ઓવરસીસ બુક્સમાં પણ સારા નંબર મેળવ્યા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર