Home /News /business /

આગામી માર્ચ-23 સુધીમાં Nifty 18,400ના સ્તરે જઈ શકે, આ 19 શેર બદલી શકે છે તમારી કિસ્મત

આગામી માર્ચ-23 સુધીમાં Nifty 18,400ના સ્તરે જઈ શકે, આ 19 શેર બદલી શકે છે તમારી કિસ્મત

આ 19 શેર 6-7 મહિનામાં તમારી કિસ્મત બદલાવી શકે છે.

Axis Securitiesનું કહેવું છે કે આગામી વર્ષે માર્ચ મહિના સુધીમાં નિફ્ટી 18,400ના સ્તરે પહોંચી શકે છે. જોકે શોર્ટ ટર્મમાં બજાર હજુ એક મર્યાદિત સ્થિતિમાં રહી શકે છે ત્યારબાદ માર્કેટમાં તેજી જોવા મળી શકે છે. આ સમયે નિષ્ણાતોએ અલગ તારવેલા 19 શેર તમારી કિસ્મતની તિજોરી ખોલી શકે છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ જુલાઈમાં ભારતીય બજારમાં 9 ટકાની તેજી જોવા મળી છે. FII દ્વારા પોઝિટિવ ખરીદદારી અને કોમોડિટીઝની કિંમતોમાં આવેલા ઘટાડો, યુએસ ફેડના વલણમાં નરમાશ અને ઘટતી મોંઘવારીના કારણે બજારના સેન્ટિમેન્ટને બુસ્ટ મળ્યો છે. તેમજ ઓગસ્ટ મહિનાની શરુઆત પણ પોઝિટિવ નોટ સાથે થઈ છે. એક્સિસ સિક્યોરિટીઝનું કહેવું છે કે શોર્ટ ટર્મમાં બજાર સિમિત મર્યાદામાં રહી શકે છે અને માર્ચ 2023 સુધીમાં નિફ્ટી 18400ના સ્તરે સ્પર્શી શકે છે. તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં FII તરફથી બજારમાં ખરીદદારી વધી રહી છે જેનાથી બજારમાં મોટી રાહત મળી છે. ઓગસ્ટ મહિનાના શરુઆતના 2 દિવસમાં FIIએ 3100 કરોડ રુપિયની ખરીદી કરી છે.

  Adani Powerનો નફો 16 ગણો વધતા શેરે આજે નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો, હજુ કેટલો વધશે?

  એક્સિસ સિક્યોરિટીઝનું માનવું છે કે FII દ્વારા વેચાણનો સૌથી ખરાબ સમય હવે પસાર થઈ ગયો છે. ઓગસ્ટ મહિનામાં આપણને FIIની વેચવાલી અટકતી જોવા મળશે. મહત્વનું છે કે યુએસ ફેડ દ્વારા નાણાકીય નીતિમાં ઢીલ આપવાના સંકેત પછી વિદેશી રોકાણકારોનું વેચાણ ઘટ્યું છે. દેશમાં સારો વરસાદ અને તેના કારણે મોટાભાગની કોમોડિટીમાં ઘટાડો થતા કંપનીઓ પર માર્જિન દબાણની આશંકા ઓછી થઈ છે. તેમજ આગામી સમયમાં સર્વિસ સેક્ટરમાંથી પણ વધુ સારા પરિણામની આશા સેવવામાં આવી રહી છે.

  Business Idea: નોકરીથી વધુ આ સુપરહિટ ખેતીમાં થશે કમાણી, જાણો કેવી રીતે કરશો

  નિફ્ટી માટે 18400નું લક્ષ્ય

  એક્સિસ સિક્યોરિટીનું માનવું છે કે આગળ મેક્રો ઇકોનોમી ડેવલોપમેન્ટ શોર્ટ ટર્મમાં બજારમાં પોતાની અસર છોડશે અને બજારની તેજીને સિમિત રાખશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ, કોમોડિટીની કિંમતોમાં ટ્રેડ, મોંઘવારી અને વિકસિત દેશોમાં ગ્રોથમાં સુસ્તી આ એવા ફેક્ટર છે જે બજાર પર પોતાની નેગેટિવ અસર દેખાડશે. જોકે એક્સિસ સિક્યોરિટીઝે બજારના લોન્ગ ટર્મ આઉટલુક પર પોઝિટિવ વ્યુ આપ્યો છે. એક્સિસ સિક્યોરિટીઝનું માનવું છે કે માર્ચ 2023 સુધી નિફ્ટી 18400નું લક્ષ્ય સહેલાઈથી સ્પર્શી શકે છે.

  જો 2 લાખ રુપિયા હોય તો નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ રીતે રોકાણ કરો અને બિન્દાસ્ત બની જાવ

  કઈ થીમ્સ પર દાવ લગાવશો?

  એક્સિસ સિક્યોરિટીઝનું માનવું છે કે આ સમયે સ્થાનિક અને ઘરેલુ માંગ આધારીત થીમ્સ પર ફોકસ કરવું વધુ સારી રણનીતિ છે. બેંક, ઓટો મોબાઈલ, માંગ વાળા શેર, ઇન્ડસ્ટ્રિયલ થીમ શોર્ટ ટર્મના દ્રષ્ટીકોણથી સારા દેખાઈ રહ્યા છે. પોતાના આ વિશ્લેષણના આધારે એક્સિસ સિક્યોરિટીઝે લાર્જ, મીડ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સંબંધિત 16 શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે. જેમાં ICICI Bank, Tech Mahindra, Maruti Suzuki India, State Bank of India, Cipla, Federal Bank, Varun Beverages, Ashok Leyland, Astral (India), Bata India, APL Apollo Tubes, HealthCare Global Enterprises, Praj Industries, CCL Products (India), Coal India અને Bajaj Finance સહિતના શેરના નામ સામેલ છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Axis Securities, Nifty 50, Share market, Stock market Tips, શેરબજાર, સ્ટોક માર્કેટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन