લૉકડાઉનમાં ભારતને થઈ શકે છે 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, અર્થવ્યવસ્થાને જોઈએ રાહત પેકેજ

લૉકડાઉનમાં ભારતને થઈ શકે છે 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, અર્થવ્યવસ્થાને જોઈએ રાહત પેકેજ
દેશમાં 8 નવેમ્બરના રોજ નોટબંધી જાહેર કરવામાં આવી. તે પછી બજારમાં 500 અને 2000 રૂપિયાના નવા નોટ આવ્યા છે. આ સમયે આ વેપાર થોડા સમય માટે બંધ રહ્યો. પણ પછી ફરી નવા નોટો સાથે આ વેપાર શરૂ થઇ ગયો છે. સુત્રોનું માનીએ તો નકલી નોટોના બજારમાં હવે 100 રૂપિયાની ડિમાન્ડ ઓછી થઇ છે. પણ તેવું નથી કે તે મળી નથી રહ્યા. માલદામાં તમને 100 રૂપિયાના નોટ 45 રૂપિયામાં અને 2 હજારની નોટ 1 હજાર રૂપિયા તો 500ની નોટ 200 રૂપિયામાં તમને અહીં મળી જાય છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આગામી 48 કલાકમાં નાણા મંત્રી આર્થિક પેકેજની જાહેરાત કરી શકે છે

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતે કોરોના વાયરસ (Coronavirus Impact on India) ની વિરુદ્ધ લડવા માટે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. પરંતુ બાર્કલેજ (Barclays) ના રિપોર્ટમાં કહેવું છે કે તેનાથી દેશને 12,000 કરોડ અમેરિકન ડૉલર (લગભગ 9 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. તે દેશની જીડીપીના 4 ટકા હશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે હવે દેશની આર્થિક સ્થિતને પાટા પર લાવવા માટે પેકેજની જાહેરાત કરવાની આવશ્યક્તા છે.

  બાર્કલેજના રિપોર્ટ મુજબ, 3 સપ્તાહ એટલે કે 21 દિવસના લૉકડાઉનના કારણે ભારતને 9000 હજાર કરોડ ડૉલરનું નુકસાન થશે. પરંતુ મહારાષ્ટ્ર જેવા અનેક મોટા રાજ્ય અનેક દિવસ પહેલાથી જ બંધ થઈ ગયા છે. તેથી આ નુકસાન વધુ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર રાહત પેકેજ આપે છે તો એવામાં નાણાકીય ખોટ વધીને 5 ટકાને પાર પહોંચી શકે છે.  રાહત પેકેજને લઈને ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

  ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)ની 3 એપ્રિલે થનારી સમીક્ષા બેઠકમાં વ્યાજ દર ઘટાડવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દેશમાં કોરોના વાયરસના સંક્રમણના પ્રસારને રોકવા માટે દેશમાં ત્રણ સપ્તાહ માટે લૉકડાઉનની જાહેરાત કરી છે.

  આ પણ વાંચો, લૉકડાઉનના કારણે ATM સુધી નથી જઈ શકતા તો ઘરે બેઠા આવી રીતે મંગાવી શકો છો રૂપિયા!

  નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ મંગળવારે અનેક મોટી જાહેરાતો કરી છે. નાણા મંત્રીએ નાણાકીય વર્ષ 2018-19 માટે ઇન્કમ ટેક્સની ડેડલાઇન વધારીને 30 જૂન 2020 કરી દીધી છે.

  તેની સાથે જ 30 જૂન સુધી ડિલેઇડ પેમેન્ટના વ્યાજ દરોને 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરવામાં આવ્યા છે. તેથી સાથે જ ટીડીએસના ડિપોઝિટ માટે વ્યાજ દર 18 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દેવામાં આવ્યા છે. ટીડીએસની અંતિમ તારીખ 30 જૂન 2020 જ રહેશે. નાણા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં તેની જાહેરાત કરી.

  આ પણ વાંચો, Corona Lock Down: એક ફોન કૉલથી ઘરે મળી શકશે ખાવાનો સામાન! હેલ્પલાઇન નંબર જાહેર કરવાની તૈયારી

  મીડિયા રિપોર્ટ્સ મુજબ, આગામી 48 કલાકમાં નાણા મંત્રી આર્થિક પેકેજની જાહેરાત કરી શકે છે. જોકે, તે કેટલું મોટું હશે અને તેનું શું સ્વરૂપ હશે તેના વિશે હજુ સુધી કોઈ જાણકારી નથી મળી.

  આ પણ વાંચો, લૉકડાઉન! Flipkartએ બંધ કરી પોતાની તમામ સર્વિસ, લોકોને આપ્યો આ જરૂરી સંદેશ

   
  Published by:News18 Gujarati
  First published:March 25, 2020, 14:00 pm

  ટૉપ ન્યૂઝ