Home /News /business /

LIC IPO: એક્સપર્ટ્સે વ્યક્ત કરી આશંકા, આગામી વિત્ત વર્ષ સુધી ટળી શકે છે એલઆઈસીનો આઈપીઓ

LIC IPO: એક્સપર્ટ્સે વ્યક્ત કરી આશંકા, આગામી વિત્ત વર્ષ સુધી ટળી શકે છે એલઆઈસીનો આઈપીઓ

એલઆઈસી આઈપીઓ (પ્રતિકાત્મક તસવીર)

LIC IPO news - સરકાર એલઆઈસીમાં 5 ટકાની ભાગીદારી વેચવા પર વિચાર કરી રહી છે, જેનાથી સરકારી ખજાનાને લગભગ 60,000 કરોડ રૂપિયા મળવાનો અંદાજ છે

    નવી દિલ્હી : દેશની સૌથી મોટી ઇન્શ્યોરન્સ કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે એલઆઈસીના (Life Insurance Corporation of India) મેગા આઈપીઓની (LIC IPO)રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે માર્કેટ એક્સપર્ટે રવિવારે કહ્યું કે રશિયા અને યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)ના કારણે સરકાર એલઆઈસીના આઈપીઓને આગામી વિત્ત વર્ષ સુધી ટાળી શકે છે. કારણ કે વર્તમાન હાલતમાં ઇશ્યૂને લઇને ફંડ મેનજર્સની દિલચસ્પી ઓછી થઇ છે.

    સરકાર આ મહિને એલઆઈસીમાં 5 ટકાની ભાગીદારી વેચવા પર વિચાર કરી રહી છે, જેનાથી સરકારી ખજાનાને લગભગ 60,000 કરોડ રૂપિયા મળવાનો અંદાજ છે. આ આઈપીઓથી ચાલુ વિત્ત વર્ષ માટે 78,000 કરોડ રૂપિયાના વિનિવેશ લક્ષ્યને પુરો કરવામાં મદદ મળવાની આશા હતી.

    આ પણ વાંચો - Petrol-Diesel Price : 16 માર્ચ પહેલા 12 રૂપિયા વધી શકે છે પેટ્રોલ-ડીઝલની કિંમત, તેલ કંપનીઓને થઇ રહ્યું છે નુકસાન

    બજારની વર્તમાન અસ્થિરતા એલઆઈસીના આઇપીઓ માટે અનુકુળ નથી

    આશિકા ગ્રુપના રિટેલ ઇક્વિટી રિસર્ચ પ્રમુખ અરિજીત માલાકારે કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે વર્તમાન ભૂ-રાજનીતિક પરિદશ્ય વૈશ્વિક ઇક્વિટી બજારો પર દબાણ કરી રહ્યું છે. ભારતીય બજારોએ પણ તેના પર નકારાત્મક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને અત્યાર સુધી પોતાના ઉચ્ચતમ સ્તરથી લગભગ 11 ટકા તુટી ચૂક્યું છે. આવામાં બજારની વર્તમાન અસ્થિરતા એલઆઈસીના આઇપીઓ માટે અનુકુળ નથી અને સરકાર આગામી વિત્ત વર્ષ માટે ટાળી શકે છે.

    રિસર્ચ ઇક્વિટીમાસ્ટરના હેડ તનુશ્રી બેનરજીએ કહ્યું કે બજારની કમજોર ધારણા એલઆઈસી આઈપીઓ માટે નિરાશાજનક છે. આવામાં આઈપીઓના સ્થગિત થવાની આશંકા છે.

    આ પણ વાંચો - Russia-Ukraine War: નવી કારો માટે જોવી પડી શકે છે લાંબી રાહ, જાણો શું છે કારણ

    અનિશ્ચિતતાની સ્થિતિમાં ઉભરતા બજારોમાં હંમેશા વેચવાલી જોવા મળે છે

    અપસાઇડ એઆઈના કો ફાઉન્ડર અતનુ અગ્રવાલે કહ્યું કે વ્યાપક અનિશ્ચિતતાની સ્થિતિમાં ઉભરતા બજારોમાં હંમેશા વેચવાલી જોવા મળે છે. તેનો અર્થ એ છે કે ઘરેલું બજારમાં નકદી ઓછી થઇ રહી છે.

    ટ્રેડસ્માર્ટના અધ્યક્ષ વિજય સિંધાનિયાએ કહ્યું કે વર્તમાન સ્થિતિને જોતા સરકાર માટે આઈપીઓને કેટલાક મહિના માટે ટાળવો કોઇ મોટી વાત નથી. જોકે તેનાથી વિત્ત વર્ષ 2021-22ના બજેટના આંકડા થોડાક બગડી જશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Insurance, LIC IPO, બિઝનેસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन