Home /News /business /Stock Market: બજારમાં સતત બીજા દિવસે પણ ઘટાડાની શક્યતા, શું છે આ ઘટાડાનું કારણ?

Stock Market: બજારમાં સતત બીજા દિવસે પણ ઘટાડાની શક્યતા, શું છે આ ઘટાડાનું કારણ?

આજે પણ બજારમાં દબાણ જોવા મળી શકે છે અને આ તેજી વચ્ચે અચાનક દબાણનું મુખ્ય કારણ સમજી લો.

Indian Stock Market: ભારતીય શેરબજાર સતત બીજા સત્રમાં દબાણમાં રહેશે તેવું દેખાઈ રહ્યું છે. ગ્લોબલ માર્કેટમાં આવેલા ઘટાડાની અસર હવે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી રહી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે બે સત્રોમાં સતત મોટા ઉછાળા પછી રોકાણકારો પ્રોફિટબુકિંગ તરફ વળ્યા હોય બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર (Indian Stock Market) બુધવારે સતત બીજા દિવસે પણ દબાણમાં કામ કરતું જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટમાં આજે પણ દબાણ જોવા મળ્યું છે અને રોકાણકારો વેચવાલી તરફ વળતા જોવા મળી રહ્યા છે. જેના કારણે આજે બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) 59 હજારની નીચે જઈ શકે છે. સેન્સેક્સ ગત સત્રમાં 49 અંકોના ઘટાડા સાથે 59,197 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 10 અંક તૂટીને 17655 પર પહોંચી ગયો હતો. નિષ્ણાતનું માનવું છે કે બે કારોબારી સેશનમાં સતત ઉછાળા બાદ રોકાણકારો પ્રોફિટબુકિંગ તરફ વળી ગયા છે જેના કારણે મંગળવારે બજારમાં દબાણ જોવા મળ્યું હતું અને આજે પણ તે જ દબાણ જોવા મળી શકે છે. બજારના ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડો જોવા મળી શકે છે.

    પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કોઈપણ જોખમ વગર રુપિયા થશે ડબલ

    અમેરિકા અને યુરોપિયન માર્કેટનો હાલ

    અમેરિકન શેરબજાર ગત સપ્તાહમાં સતત દબાણ હેઠળ જોવા મળ્યું હતું. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરો વધારવાની વાત કરવામાં આવ્યા બાદ રોકાણકારો પોતાનું રુપિયા બજારમાંથી કાઢી રહ્યા છે. ત્યારે ગત કારોબારી સત્રમાં પણ અમેરિકન શેરબજારના મુખ્ય ઇન્ડેક્સોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ડાઉ જોન્સ (Dow Jones) 0.55 ટકા તૂટ્યું હતું તો એસ એન્ડ પી 500 (S&P 500) પર પણ દબાણ જોવા મળ્યું હતું અને ઇન્ડેક્સ 0.41 ટકા તૂટ્યો હતો. જ્યારે બીજી તરફ ટેક્નોલોજી સેક્ટરના પ્રભુત્વવાળો નાસ્ડેક કોમ્પોઝિટ (Nasdaq Composite ) પણ 0.74 ટકા તૂટીને વેપાર કરી રહ્યો હતો.

    તો બીજી તરફ અમેરિકાની વિપરિત યુરોપિયન માર્કેટમાં છેલ્લા કારોબારી સત્રમાં ઉછાળો જોવા મળ્યો હતો અને યુરોપના મોટાભાગના શેરબજાર કારોબારના અંતે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. પ્રમુખ યુરોપીયન માર્કેટમાં સામેલ જર્મની સ્ટોક એક્સચેન્જ ગત સત્રમાં 0.87 ટકા વધ્યો હતો જ્યારે ફ્રાન્સનું શેરબજારમ 0.19 ટકા ઉછળ્યું હતું. તો લંડન સ્ટોક એક્સચેન્જ પર ગત સત્રમાં 0.18 ટકા ઉછળીને બંધ થયું હતું.

    કંઈક મોટું કરવાની તૈયારીમાં છે ગૌતમ અદાણી? શોધી રહ્યા છે નવા M&A ચીફ

    એશિયન માર્કેટ લાલ નિશાનમાં

    આજે એશિયાના મોટાભાગના માર્કેટ સવારે ખુલતા વેત જ ઘટાડામાં જોવા મળી રહ્યા છે અને હજુ પણ રેડ ઝોનમાં કામ કરી રહ્યા છે. વાત કરીએ સિંગાપોર સ્ટોક એક્સચેન્જની તો આજે સવારે 1.13 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે જાપાનના નિક્કેઈમાં પણ 1.13 ટકાનું ધોવાણ થયું છે. જ્યારે તાઈવાન બજારમાં 1.43 ટકા અને દ. કોરિયાના બજાર કોસ્પીમાં પણ 1.43 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.

    ATM કાર્ડ પર ફ્રીમાં મળી શકે છે રુ. 5 લાખ સુધીનો વીમો, જાણો કઈ રીતે ક્લેમ કરી શકાય?

    વિદેશી રોકાણકોરાએ ફરી ખરીદી વધારી

    ભારતીય નાંણા માર્કેટમાં વિદેશી રોકાણકારોએ ફરી ખરીદીનું જોર પકડ્યું લાગે છે. ગત કારોબારી સત્રમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ બજારમાં 1144.53 કરોડ રુપિયાના શેરની ખરીદી કરી હતી જ્યારે આ દરમિયાન સ્થાનિક રોકાણકારોએ પણ 632.97 કરોડ રુપિયાના શેર ખરીદ્યા હતા. આમ સતત રોકાણ વધી રહ્યુ છે તેમ છતાં મોટા વર્ગ દ્વારા સતત પ્રોફિટ બુકિંગને લઈને બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Business news, Indian Stock Market, Nifty50

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन