Home /News /business /

Stock Market: શું ભારત તરફ ફરી વળશે FIIs? જાણો શું કહે છે બજાર વિશ્લેષકો

Stock Market: શું ભારત તરફ ફરી વળશે FIIs? જાણો શું કહે છે બજાર વિશ્લેષકો

શેર બજાર

Stock Market: સ્ટોક માર્કેટને FIIની વેચવાલી વચ્ચે DII તરફથી સારો સપોર્ટ મળ્યો છે. જોકે, વિશ્લેષકોનું માનવું છે કે ભારતીય અર્થવ્યવસ્થાનું મજબૂતીને જોઇને FII ફરી ભારત તરફ વળશે.

નવી દિલ્હી: રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia-Ukraine War) અને વધી રહેલી વૈશ્વિક મોંઘવારી વચ્ચે FIIs (Foreign institutional Investors) આ વર્ષ સુધી નેટ ઇક્વિટી સેલર (Net Equity Seller) રહ્યા છે. આ ઉપરાંત ગત સપ્તાહે FIIની થોડી ખરીદી પણ ઠંડી પડી ગઇ છે. સ્થિતિઓમાં સુધારો આવશે તેવી આશા હાલ ખૂબ ઓછી નજરે આવી રહી છે. 30 માર્ચના રોજ HSBC ગ્લોબલ રિસર્ચે રોકાણકારો માટે જાહેર કરેલી નોટમાં જણાવ્યું કે, સપ્લાઇમાં અડચણો આવવાની શક્યતાના કારણે કાચા તેલની કિંમતો (Crude oil price) ઘણી વધી ચૂકી છે, જેથી મોંઘવારી સંબંધિત ચિંતા પણ વધુ ગઇ છે. જો કાચા તેલની કિંમતો લાંબા સમય સુધી 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર રહી તો મોંઘવારીમાં 1 ટકાનો વધારો થશે. તો જીડીપીમાં 0.9 ટકાનો ઘટાડો થશે.

એફઆઈઆઈની વેચવાલી


નોંધનીય છે કે FIIએ ભારતીય બજારમાં ગત ઓક્ટોબરથી વેચવાલી શરૂ કરી છે. સેબીના આંકડાઓ અનુસાર, 1 ઓક્ટોબરથી અત્યારસુધી FIIએ 20.7 અબજ ડોલરની વેચવાલી કરી છે. અત્યારસુધી 2022માં FIIએ કુલ 15.9 અબજ ડોલરની વેચવાલી કરી છે. HSBC ગ્લોબલ રિસર્ચે પોતાની નોટમાં વધુમાં જણાવ્યું કે, જો રશિયા અને યુક્રેનનો સંઘર્ષ વધુ લાંબો ચાલશે તો આ વેચવાલી હજુ પણ વધી શકે છે.

ચીનના પ્રતિબંધોની અસર


બીજી તરફ FIIની વેચવાલીમાં યોગદાન કરનાર વધુ એક ફેક્ટર ચીનમાં ફરી એકવાર માથું ઊંચકી રહેલા કોવિડ-19ના કેસો છે. ચીને દેશમાં કડક પ્રતિબંધો લાગૂ કર્યા છે. જેથી ચીનની ઇકોનોમીની ગ્રોથ ધીમી પડવાની સંભાવના બની રહી છે. ચીનની ઇકોનોમીમાં મંદીની અસર ગ્લોબલ ગ્રોથ પર પણ જોવા મળશે.

IMFએ આ સ્થિતિ વચ્ચે ગ્લોબલ ઇકોનોમીની સાથે ચીન અને ભારત જેવા દેશોની ઇકોનોમી ગ્રોથનું અનુમાન પણ ઘટાડી દીધું છે. જેને ધ્યાનમાં રાખી દુનિયાભરમાં ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ઘટતું નજરે આવી રહ્યું છે અને ફંડ મેનેજર પોતાની પાસે કેશ રાખવાની સલાહ આપી રહ્યા છે. અમેરિકન ઇક્વિટી ફંડ્સ દ્વારા સતત બીજા મહીને મોટા પ્રમાણમાં નિકાસ થતી દેખાઇ રહી છે. તો સાથે જ યુરોપીયન ફંડ્સમાંથી સતત 9માં સપ્તાહમાં નિકાસ થઇ રહી છે. તે જ રીતે છેલ્લા 6 કારોબારી સત્રોમાં FIIએ 2 અબજ ડોલરની ઇન્ડિયન ઇક્વિટીની વેચવાલી કરી છે. પરંતુ આશાની હજુ પણ એક કિરણ દેખાઇ રહી છે.

આ પણ વાંચો: સોના-ચાંદીની ખરીદી પહેલા જાણો લેટેસ્ટ ભાવ

વિશ્લેષકોનો અભિપ્રાય


HDFC સિક્યોરિટીઝના દીપક જસાણીનું કહેવું છે કે જો આગામી થોડા મહીનામાં ઇન્ટરનેશનલ તણાવ ઘટે, તો ડોલરની સુરક્ષિત ઓપ્શન વાળી ચમક થોડી ઘટશે અને રોકાણકારોના પૈસાનો પ્રવાહ ડોલરથી નીકળીને વિશ્વના બીજા દેશો અને અન્ય રોકાણ વિકલ્પોની તરફ વળશે. જેથી વિકસતા બજારોના શેરોને ફાયદો થશે. આ સિવાય જાણકારોને કંપનીઓના સારા પ્રદર્શન દ્વારા પર થોડી રાહત મળવાની સંભાવના છે.

આ પણ વાંચો: ICICI સિક્યોરિટીઝની ફેવરિટ લિસ્ટમાં સામેલ છે આ રિયલ્ટી સ્ટોક્સ

માર્કેટ એનાલિસ્ટનું માનવું છે કે ચોથા ક્વાર્ટરમાં ફાઇનાન્સિયલ, કમોડિટી અને કંઝ્યૂમર ડ્યૂરેબલ કંપનીઓના પરિણામો સારા રહેશે. જોકે, બીજી બાજુ અત્યારસુધી HDFC બેંક, TCS અને ઇન્ફોસિસના પરિણામોએ નિરાશ કર્યા છે. બીજી તરફ નજર કરીએ તો સ્ટોક માર્કેટને FIIની વેચવાલી વચ્ચે DII તરફથી સારો સપોર્ટ મળ્યો છે. જોકે, વિશ્લેષકોનું માનવું છે કે ભારતીય અર્થવ્યવસ્થાનું મજબૂતીને જોઇને FII ફરી ભારત તરફ વળશે.
First published:

Tags: Investment, Share market, Stock market, Stock tips

આગામી સમાચાર