Home /News /business /Zomato stock: ઝોમાટોનો શેર 5 દિવસમાં 12%થી વધુ તૂટ્યો, શું હાલ આ શેરમાં રોકાણ કરી શકાય?

Zomato stock: ઝોમાટોનો શેર 5 દિવસમાં 12%થી વધુ તૂટ્યો, શું હાલ આ શેરમાં રોકાણ કરી શકાય?

ઝોમાટો શેર

Zomato stock down : આ સ્ટૉક જુલાઈ 2021માં લિસ્ટ થયો હતો. હાલ તેનો IPO ઇશ્યૂ પ્રાઇસ 76 રૂપિયાથી લગભગ 50 ટકાથી વધુ ઉપર કારોબાર કરી રહ્યો છે.

મુંબઈ: ઝોમાટો (Zomato)નો શેર 21 જાન્યુઆરીના સત્રોમાં BSE પર 7 ટકાથી વધુ ઘટીને 116 રૂપિયાના સ્તર પર પહોંચ્યો હતો. ઝોમાટોના શેરમાં છેલ્લા 5 કારોબારી સત્રમાં લગભગ 12 %નો ઘટાડો આવ્યો છે. જેના કારણે ફૂડ ડિલિવરી પ્લેટફૉર્મનું બજાર મૂડીકરણ 1 લાખ કરોડના નિશાનથી નીચે આવી ગયું છે. આ સ્ટૉક જુલાઈ 2021માં લિસ્ટ થયો હતો. હાલ તેનો IPO ઇશ્યૂ પ્રાઇસ 76 રૂપિયાથી લગભગ 50 ટકાથી વધુ ઉપર કારોબાર કરી રહ્યો છે.

નિષ્ણાતનો અભિપ્રાય

Piper Sericaના સંસ્થાપક અને ફંડ મેનેજર અભય અગ્રવાલ (Abhay Agarwal) કહે છે કે, "ગત મહિનમાં નાસ્ડેક (Nasdaq)માં 10 ટકાથી વધુ કરેક્શનને કારણે હાલમાં લિસ્ટ ઇન્ટનેટ અને ઝોમાટો (ZOMATO) ટેકનિકલ શેરોમાં ઝડપી કરેક્શન જોવા મળ્યું છે. વ્યાજ દરોમાં ગ્રોથની સાથે ટેક ઇન્વેસ્ટર્સ ઓછા સમય માટે પૈસા ઉપાડી રહ્યા છે. તમામ ટેકનિકલ ઇન્ડીકેટર્સના લાલ થવાની સાથે અમને ટેકનિકલ શેરોમાં કોઈ ઝડપી ઉછાળો દેખાઇ નથી રહ્યો."

આ સમયે Piper Sericaની સંસ્થાપક અગ્રવાલ માને છે કે, લાંબા ગાળાના રોકાણકારો માટે પોર્ટફોલિયોમાં ઝોમાટો જેવા શેરો ઉમેરવાની સારી તક છે, કારણ કે તે ઝડપથી વિકસતા ઉદ્યોગમાં અગ્રેસર છે.

વધુમાં અગ્રવાલે ઉમેર્યું કે, “કંપની સારી રીતે ભંડોળ અને નફાકારક યુનિટ લેવલ મેટ્રિક્સ ધરાવતી હોવાથી અમે વેલ્યુએશનમાં કરેક્શન વિશે ચિંતિત નથી. પરંતુ ટેક કંપનીઓ કે, જેમની પાસે નફાકારકતા માટે સ્પષ્ટ રસ્તો નથી, તેઓ તેમના ભાવ ઉતાવળમાં રિકવર થતા નહીં જોઇ શકે”

વધુ એક બ્રોકરેજનો અભિપ્રાય

Research-Share Indiaના રવિ સિંઘે (Ravi Singh) જણાવ્યું હતું કે, "Zomatoના શેરમાં ટેકનિકલ સેટઅપ પણ નબળું દેખાઇ રહ્યું છે, નજીકના સમયમાં સ્ટૉક મંદી તરફ જઇ રહ્યો છે. સ્ટૉક નજીકના ગાળામાં 112-110ના સ્તર સુધી ઘટી શકે છે. કંપનીનું વેલ્યૂએશન પણ ગ્રોથ નથી કરી રહ્યું. તેના સિવાય Zomatoને સ્વિગી (Swiggy) દ્વારા પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. તેથી અમે રોકાણકારોને સ્ટૉકમાં વેચાણ કરવાની સલાહ આપીએ છીએ."

ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા GSTના નવા નિયમોમાં ફૂડ ડિલિવરી એપ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી રેસ્ટોરન્ટ સેવાઓ પર 5% ટેક્સ ચૂકવવા માટે જવાબદાર છે.

આ પણ વાંચો:  વિદેશી રોકાણકારોએ 76 Small Caps પર લગાવ્યો દાવ, આ 7 સ્ટોકે 1 વર્ષમાં આપ્યો ત્રણ ગણો નફો

GCL Securitiesના રવિ સિંઘલે કહ્યું કે, ઝોમેટોનો સ્ટૉક ટેક્નિકલી નબળો દેખાઈ રહ્યો છે, તેથી રોકાણકારો 90ના લક્ષ્યાંક સાથે 127 રૂપિયાના સ્ટૉપલોસ રાખી શકે છે.

શેરમાં વધુ ઘટાડો શક્ય

Choice Brokingના સુમિત બગડિયાએ (Sumeet Bagadia ) જણાવ્યું હતુ કે, ટેક્નિકલી રીતે આ સ્ટૉક 120ના સ્તરને પણ બ્રેક કરી શકે છે અને નજીકના સમયમાં શેર દીઠ 100 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, IPO, Share market, Stock tips, Zomato

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन