Home /News /business /

Hot Stocks: શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો નિષ્ણાતોએ સૂચવેલા આ સ્ટોક્સ પર દાવ રમો

Hot Stocks: શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો નિષ્ણાતોએ સૂચવેલા આ સ્ટોક્સ પર દાવ રમો

ટૂંકાગાળામાં તગડી કમાણી કરવી હોય તો એક્સપર્ટે સૂચવેલા આ શેર્સ કામના સાબિત થશે.

HDFC સિક્યુરિટીઝના સીનિયર ટેક્નિકલ અને ડેરીવેટિવ એનાલિસ્ટ વિનય રાજાણી મુજબ આગામી 2-3 સપ્તાહમાં જો 23 ટકા સુધીની કમાણી કરવી હોય તો આ શેર્સ હોટ સ્ટોક સાબિત થઈ શકે છે. નિફ્ટી સતત ચોથા સપ્તાહમાં ગ્રીન ઝોનમાં રહી છે અને આગળ પણ સતત અવર્ડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તેમજ ટેક્નિકલ ચાર્ટ પર પણ એક્સપર્ટ્સના આ શેર્સ બુલિશ ટ્રેન્ડ્સના સંકેત આપી રહ્યા છે.

વધુ જુઓ ...
મુંબઈઃ નિફ્ટી-50 સતત ચોથા સપ્તાહે તેના ગ્રીન ઝોનમાં રહ્યું હતું અને જે 17,698 પર બંધ થયું હતું. જૂન 2022માં નોંધાયેલા 15,183ના સ્તરથી નિફ્ટી લગભગ 17 ટકા વધીને 17,725 સુધી પહોંચી ગયો છે. મેટલ, પીએસયુ બેંક અને ઓટો સેક્ટર આ તેજીમાં અગ્રણી રહ્યા છે, જ્યારે ફાર્મા, આઈટી અને હેલ્થકેર જેવા ફિલ્ડ પાછળ રહ્યા છે, જેમણે બેન્ચમાર્ક કરતાં નબળો દેખાવ કર્યો હતો.

નિફ્ટી હવે 17,750-17,800ના નિર્ણાયક રેઝિસ્ટન્સ ઝોન પર પહોંચી ગયો છે, જે ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇનમાંથી તારવવામાં આવ્યો છે, જે સાપ્તાહિક ચાર્ટ પર મેજર સ્વિંગ હાઈ સાથે જોડાય છે. NSE500 ઇન્ડેક્સ માટે પોતાના 200 DMA (DAY moving average) ઉપરના સ્ટોક્સની સંખ્યા 50 ટકાની નજીક પહોંચી ગઈ છે. 50 ટકાથી ઉપરનું રીડિંગ મજબૂત વિસ્તરણ સૂચવે છે, જે બદલામાં મધ્યમથી લાંબાગાળા માટે બુલિશ ટ્રેન્ડનો સંકેત આપે છે.

નાના રોકાણકાર માટે રાકેશ ઝુનઝુનવાલાના અત્યંત મહત્વના ગુરુમંત્ર, આટલી વાતો ગાંઠે બાંધી લો કયારેય પસ્તાવાનો વારો નહીં આવે

RSI (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) અને MFI (મની ફ્લો ઇન્ડેક્સ) જેવા ઓસિલેટર દૈનિક ચાર્ટમાં ઓવરબોઉટ ઝોનમાં પહોંચી ગયા છે. જો કે, પ્રાઇસ ચાર્ટમાં કોઈ ટ્રેન્ડ રિવર્સલ કન્ફર્મેશન નથી. તેજીના બજારોમાં લાંબા સમય સુધી ઓસીલેટર ઓવરબાઉટ રહી શકે છે અને પ્રાઇસ ફાયદાકારક રહેશે. તેથી જ્યાં સુધી આપણે નિફ્ટીને મહત્વના સપોર્ટથી તૂટતા જોઈ શકતા નથી, આપણે બજારના હાઇની ધારણાઓ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

નિફ્ટી માટે પુટ કૉલ રેશિયો 1.24 પર મૂકવામાં આવ્યો છે, જે હજુ પણ ઓવરબોઉટ ઝોનથી ખાસો દૂર છે. ઇન્ડેક્સ ફ્યુચરમાં FIIનો લોન્ગ ટુ શોર્ટ રેશિયો 1.25થી ઉપર પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે FII ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નેટ બાયર્સ બની ગયા હોવા છતાં લોન્ગ શોર્ટ રેશિયો એલિવેટેડ લેવલ સુધી પહોંચ્યો નથી. જો આપણે ભૂતકાળમાં જોઈએ તો આ રેશિયો 3 જેટલો ઊંચો હતો અને લોન્ગ શોર્ટ રેશિયો લગભગ 2 હતો.

Ashish Kacholiaના પોર્ટફોલિયોના આ શેરમાં 43 ટકાની તોતિંગ તેજીના સંકેત, Angle Oneએ આપ્યું Buy રેટિંગ

અમારું માનવું છે કે નિફ્ટી 17,700-17,800ના ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સ ઝોન પર પહોંચી ગયો હોવા છતાં બેન્ચમાર્ક આ અવરોધને વટાવી જશે તેની સંભાવના વધારે છે. નિફ્ટીને 17,400ના સ્ટોપ-લોસ પર લાંબો સમય જળવાઈ રહેશે અને તે જ રીતે આગળ પણ રહી શકે. 17,800થી આગળ તે 18,100ના ટાર્ગેટને હિટ કરી શકે છે.

આગામી 2-3 અઠવાડિયા માટે અહીં ત્રણ બાય કૉલ્સ છે:

એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ: બાય | LTP: રૂ. 159 | સ્ટોપ-લોસ: રૂ. 150 | ટાર્ગેટ : રૂ. 182-195 | રિટર્ન : 22 ટકા

સાપ્તાહિક લાઇન ચાર્ટ પર ડાઉનવર્ડ સ્લોપિંગ ચેનલમાંથી સ્ટોક બ્રેકઆઉટ થઇ ગયો છે. બ્રેકઆઉટ વધતા વોલ્યુમ સાથે છે. સાપ્તાહિક ચાર્ટ પર ઈન્ડિકેટર્સ અને ઓસિલેટર બુલિશ થયા છે. ડેઈલી ચાર્ટ પર સ્ટોક હાઈ ટોપ અને હાઈ બોટમ બનાવી રહ્યો છે.

Business Idea: નોકરીનું ટેન્શન જ પૂરું કરી દેશે આ બિઝનેસ, મહિને લાખ રુપિયા તો આરામથી કમાઈ લેશો

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ(GSFC): બાય | LTP: રૂ. 159.65 | સ્ટોપ-લોસ: રૂ. 149 | ટાર્ગેટ : રૂ. 181-196 | વળતર: 23 ટકા

22 જુલાઇ, 2022ના રોજ GSFCએ ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સમાંથી બ્રેક આઉટ કર્યું છે. બ્રેકઆઉટ પછી શેર છેલ્લા બે અઠવાડિયાથી નીચા વોલ્યુમ સાથે મજબૂત થઈ રહ્યો છે. તે બધા જ મહત્વના મૂવિંગ એવરેજ પોન્ટથી ઉપર મૂકવામાં આવ્યો છે, જે દરેક સમયગાળામાં બુલિશ ટ્રેન્ડ સૂચવે છે.

ફિનોલેક્સ કેબલ્સ: બાય | LTP: રૂ. 436.10 | સ્ટોપ-લોસ: રૂ 410 | ટાર્ગેટ : રૂ 475-499 | વળતર: 14 ટકા

દૈનિક ચાર્ટ પર શેરના ભાવ હાઇ ટોપ અને બોટમ્સ બનાવી રહ્યા છે. તેને વધેલા વોલ્યુમ સાથે 6 મહિનાની ઊંચાઈ રજીસ્ટર કરી છે.સાપ્તાહિક ચાર્ટ પર ઈન્ડિકેટર્સ અને ઓસિલેટર બુલિશ થઈ ગયા છે. 12 ઓગસ્ટના રોજ, શેરમાં અગાઉના 7 ટ્રેડિંગ સેશન માટે રચાયેલ કોન્સોલિડેશનમાંથી બ્રેકઆઉટ જોવા મળ્યું હતું.

(Disclaimer: HDFC સિક્યુરિટીઝના સીનિયર ટેક્નિકલ અને ડેરીવેટિવ એનાલિસ્ટ વિનય રાજાણી આ લેખ અમારી સહયોગી વેબસાઈટ મનીકંટ્રોલ માટે લખ્યો છે. અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે.  ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Expert opinion, Hot stocks, Share market, Stock market Tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन