Home /News /business /

Hot stocks: ટૂંકા ગાળામાં બમ્પર કમાણી માટે નિષ્ણાતોએ કહ્યું આ બે શેરમાં દાવ લગાવો

Hot stocks: ટૂંકા ગાળામાં બમ્પર કમાણી માટે નિષ્ણાતોએ કહ્યું આ બે શેરમાં દાવ લગાવો

Hot stocks: ટૂંકા ગાળામાં બમ્પર કમાણી માટે આ શેર્સમાં દાવ લગાવો

Stock Market Hot Stocks: શેરબજારમાં મોટાભાગના રોકાણકારો એવા શેરની શોધમાં હોય છે જેમાં ટૂંકાગાળામાં તગડી કમાણી થઈ શકે. જોકે માર્કેટમાં અફરાતફરી વચ્ચે હાલની સ્થિતિમાં નવા જ નહીં માર્કેટના જૂના ખેલાડીઓ પણ અસમંજસમાં છે ત્યારે નિષ્ણાતોએ જણાવેલા કેટલાક શેરમાં તગડી કમાણીની શક્યતા છે.

વધુ જુઓ ...
    ફેડરલ રિઝર્વના નિયમનના કારણે બજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યાં છે. બજારની શરૂઆત ડાઉનફૉલથી થઇ હતી, જે પછી થોડીક રિકવરી જોવા મળી હતી. પરંતુ હવે શરૂઆતની થોડી રિકવરી પછી માર્કેટ ફરીથી પ્રેશરમાં જણાઈ રહ્યું છે. નિફટી અડધા ટકા નીચે ગગડીન ટ્રેડિંગ કરી રહ્યું છે, જયારે નિફટી બેન્ક 1%ના ડાઉનફૉલ સાથે ટ્રેડિંગમાં છે. ત્યાં જ મિડકેપ પણ ગ્રીનમાંથી રેડ નિશાનમાં ઉતરી ગયું છે.

    એવામાં માર્કેટના દિગ્ગજ નિષ્ણાંત વિશાલ વાઘે આજે કમાઈ માટે બે કોલ્સ સૂચવ્યા છે. એક કોલમાં તેમણે ખરીદી અને બીજા કોલમાં વેચાણની સલાહ આપી છે. 'અમારા રાજા બેટરીઝ' માં તેમને મંદી અને 'અપોલો હોસ્પિટલ'માં તેજી જણાઈ રહી છે.

    આ પણ વાંચોઃ વીમા પોલિસી ખરીદતી વખતે કોઈ બીમારી દર્શાવવાનું ભૂલાઇ ગયું? તો જાણો શું કરવું

    Amara Raja Batteries: વેચો, LTP: રૂ. 512.45, સ્ટોપ લોસ: રૂ. 527, ટાર્ગેટ: રૂ. 494, રિટર્ન: 3.6%


    અમારા રાજા બેટરીઝનો ભાવ છેલ્લા કેટલાક સપ્તાહથી સતત ચેનલાઇઝડ રીતે ઘટી રહ્યો છે. દર વખતે તેના ભાવે બેયરીશ ચેનલના ઉપરી અને નીચલા બેન્ડને બ્રેક કર્યું નથી. તે સિવાય બેયરીશ એંગલિંગ કેન્ડેલસ્ટિક્સની સાથે ઉપરી બોલિંગર બેન્ડની સાથે તેનો ભાવ પણ રિવર્સ થઇ ગયો છે. આ પેટર્ન કાઉન્ટરમાં એક મંદીના સેટઅપનો સંકેત આપે છે.

    તે સિવાય એક મોમેન્ટમ ઇન્ડિકેટર RSI (14) રીડિંગ 50ના લેવલથી પણ નીચે છે. જે માધ્યમ ગાળા માટે મંદીનો સંકેત આપે છે.

    તેથી વિશાલ વાઘ કહે છે કે ઉપરોક્ત ટેક્નિકલ સ્ટ્રક્ચરના આધારે અમારા રાજા બેટરીઝમાં શોર્ટ પોઝિશન બનાવવી જોઈએ. જેમાં 512.45 ના લેવલે વેચાણ કરવું જોઈએ. તે કહે છે કે જો આ 519.50 ના લેવલ પાર જાય છે, તો પણ તેને વેચાણની તક તરીકે જ જોવું જોઈએ. આમાં નીચેની તરફ રૂ. 494નો ટાર્ગેટ જોવા મળી શકે છે. જોકે જો તે રૂ. 527 ના રેઝિસ્ટન્સ લેવલને પાર કરી જાય છે, તો તેમાં બેયરીશ વ્યુ ખતમ થઇ જશે.

    આ પણ વાંચોઃ Dolly Khannaએ રોકાણ કરેલા આ સ્ટોકે 5 વર્ષમાં આપ્યું 183 ટકા રીટર્ન, હવે શેરહોલ્ડરોને આપશે ડિવિડન્ડ

    Apollo hospitals Enterprise: ખરીદો, LTP: રૂ. 4604.8. સ્ટોપલોસ: રૂ. 4488, ટાર્ગેટ: રૂ. 4850, રિટર્ન: 5.3%


    ડેઇલી ચાર્ટ પાર ફોલિંગ ચેનલના બ્રેકઆઉટ પછી આ સ્ટોક તેજીમાં ચાલી રહયો છે. ફરીથી તે પેટર્નમાં ઉપરી બેન્ડ પર પહોંચી ગયો છે. તેનાથી શોર્ટ કે મધ્યમ ગાળા માટે સ્ટોકમાં ઉપરની તરફ તેજીનો સંકેત મળે છે.

    આ સિવાય ટેક્નિકલ ઇન્ડિકેટર Ichimoku cloud દર્શાવે છે કે સ્ટોકનો ભાવ ક્લાઉડની ઉપર કારોબાર કરી રહ્યો છે. જેની કાઉન્ટરમાં પોઝિટિવ અસર દેખાય છે. વિશાલ વાઘે કહ્યું કે ટૅક્નિકલ સ્ટ્રક્ચરના આધારે સ્ટોકમાં રૂ. 4604.80 પર ખરદી કરી શકાય છે. જયારે રૂ. 4590ના લેવલ સુધી ભાવ ઉતરી જવા પર પણ તેની ખરીદી કરી શકાય છે. આ સ્ટોકમાં રૂ. 4850નો ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. વળી ભાવ ઉતરતા તેમાં રૂ. 4488 પર સપોર્ટ જોવા મળી રહ્યો છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Expert opinion, Share market, Stock market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन