Home /News /business /

લગ્નની સિઝન પહેલા સોનું કેમ થઈ રહ્યું છે સસ્તું? નિષ્ણાતોના મતે ભાવમાં કેટલો ઘટાડો શક્ય

લગ્નની સિઝન પહેલા સોનું કેમ થઈ રહ્યું છે સસ્તું? નિષ્ણાતોના મતે ભાવમાં કેટલો ઘટાડો શક્ય

તસવીર: Shutterstock

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગોલ્ડ આધારિક એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (Gold ETFs)માં સતત વેચાણ માટે દબાણ બની રહ્યું છે. આ કારણે સોનામાં અપવર્ડ મોમેન્ટ નથી જોવામાં આવતી.

  નવી દિલ્હી: લગ્નની સિઝન (Marriage season) શરૂ થવાની છે. એવામાં સોનાની માંગ (Gold demand) વઘી જશે. પરંતુ રાહતની વાત એ છે કે સોનાનો ભાવમાં થોડો ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. તેનું સૌથી મોટું કારણ અમેરિકન બૉન્ડ યીલ્ડ (US Treasury yields)માં વધારો અને મજબૂત ડૉલરને કારણે સોનામાં રોકાણનું આકર્ષણમાં ઘટાડો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગોલ્ડ આધારિક એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (Gold ETFs)માં સતત વેચાણ માટે દબાણ બની રહ્યું છે. આ કારણે સોનામાં અપવર્ડ મોમેન્ટ નથી જોવામાં આવતી. આ કારણે સોનું બીયર માર્કેટમાં પ્રવેશ કરી ગયું છે. જ્યારે કોઈ અસેટ, કોમોડિટી કે સિક્યોરિટીની કિંમત પોતાના રેકોર્ડ હાઇથી 20 ટકાથી વધારે ઘટી જાય છે અને આ ઘટાડો બે મહિનાથી વધારે રહે છે ત્યારે તેને બીયર માર્કેટ કહે છે.

  કોરોના વાયરસ મહામારીના પ્રભાવમાંથી બહાર નીકળવાની સાથે વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા અને વ્યાજનાદરો સ્થિર હોવાની સાથે ગ્રોથ આઉટલુક પૉઝિટિવ હોવાથી રોકાણકારો હવે રોકાણને વધારે ઉત્તમ અને વધારે વળતર આપતા નફાની શોધમાં છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર પીઆર સોમાસુંદરમે કહ્યુ કે, બૉન્ડ યીલ્ડમાં વધારા અને કિંમતમાં ઘટાડાને કારણે ફેબ્રુઆરીમાં Gold ETFsનું હૉલ્ડિંગ બે ટકાથી વધારે ઘટી ગયું છે.

  આ પણ વાંચો: સુરતની 'આયેશા'ને પોલીસે બચાવી લીધી, પતિના ત્રાસ બાદ આપઘાત કરવા માટે પહોંચી હતી

  હોલ્ડિંગમાં 84.7 ટનનો ઘટાડો

  પીઆર સોમાસુંદરમે કહ્યુ કે, આ દરમિયાન ગ્લોબલ Gold ETFsના હોલ્ડિંગમાં 84.7 ટન સોનાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યુ કે અત્યારસુધી ઇતિહાસનો આ સાતમો સૌથી મોટો મંથલી લૉસ છે. દુનિયાનું સૌથી મોટું ગોલ્ડ આધારિત એક્સેન્જ ટ્રેડેડ ફંડ SPDR Gold Trustનું હોલ્ડિંગ 21 સપ્ટેમ્બર, 2020ના રોજ લાઇફટાઇમ હાઇ 1,278.82 ટન પહોંચી ગયું હતું. જેમાં ચોથી માર્ચ, 2021 સુધી 200.50 ટન એટલે કે 15 ટકાનો ઘટાડો નોંધાયો છે.

  આ પણ વાંચો: RTOના ધક્કાઓમાંથી મુક્તિ: હવે આધાર ઑથેન્ટિકેસનથી ડ્રાઇવિંગ લાઇન્સ રિન્યૂ કરી શકાશે

  નિષ્ણાતોના મતે ભાવ 42 હજાર સુધી આવી શકે

  CapitalVia Global Researchના પ્રોડક્ટ મેનેજર ક્ષિતિજ પુરોહિતે કહ્યુ કે, MCX પર સોનું 43,800થી 44,000 રૂપિયા સુધી ટ્રેડ થવાની સંભાવના છે. જ્યારે COMEX પર 1,685-1,660 પર ભાવ રહી શકે છે. તેમણે કહ્યું કે ગૉલ્ડ યીલ્ડમાં જો આવી જ રીતે વધારો ચાલુ રહેશે તો સોનાની કિંમત 41,500 પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે.

  આ પણ વાંચો: હોમ લોનના વ્યાજદર 15 વર્ષના તળિયે, શું લોન લેવાનો આ યોગ્ય સમય છે કે વ્યાજદર હજુ ઘટશે?

  મોતીલાલ ઑસવાલના વાઇસ પ્રેસિડેન્ટ નવનીત દમાનીએ કહ્યુ કે MCX પર સોનું 44,200થી 43,500 વચ્ચે રહેવાનું અનુમાન છે. આજે MCX પર એપ્રિલમાં ડિલિવરી વાળું વાયદા સોનું 44,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

  Reliance Securitiesના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ શ્રીરામ અય્યરે કહ્યુ કે, સોનું 44,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી શકે છે. જો તેનાથી નીચે આવે છે તો પછી 42,250 રૂપિયા સુધી ભાવ આવી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Marriage, MCX, ગોલ્ડ, ચાંદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन