Home /News /business /Expert Views: 52 સપ્તાહના હાઈ પર પહોંચ્યો Britannia Industries નો શેર, હવે શું કરાય?

Expert Views: 52 સપ્તાહના હાઈ પર પહોંચ્યો Britannia Industries નો શેર, હવે શું કરાય?

બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝના શેર પહોંચ્યા પોતાની 52 સપ્તાહની ઉંચી સપાટી પર, જાણો તેમાં રોકાણ કરવું કે નહીં?

Expert Views on Britannia Industries Share: બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીના ક્વાર્ટર 3ના પરિણામો હાલમાં જ આવ્યા છે. કંપનીએ ગત વર્ષના સમાન સમયાગાળામાં કરેલી આવક કરતાં આ ત્રિમાસિક ગાળામાં 17.39 ટકા વધારે આવક કરતાં કુલ રુ. 4196.80 કરોડની આવક થઈ છે.

વધુ જુઓ ...
    કંપનીએ ડિસેમ્બર 52માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે મજબૂત આંકડાઓની જાહેરાત કર્યાના એક દિવસ બાદ જ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ (Britannia Industries) ના શેરનો ભાવ આસમાને પહોંચી ગયા છે. જણાવી દઈએ કે બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝના શેર (Britannia Industries share price)ની કિંમતો તેની 52 સપ્તાહની ઊંચી સપાટી એ પહોંચી ગઈ છે. આ શેરના ભાવ રૂ. 4,578.55 ને સ્પર્શી ગયો હતો. આ શેર 2 ફેબ્રુઆરી 2022એ ઇન્ટ્રાડેમાં લગભગ 5 ટકા વધ્યો હતો.

    આ પણ વાંચોઃ સન ફાર્માનો Q3 નફો રૂ. 2,166 કરોડ, બ્રોકરેજિસે 16% ના માટે આપ્યું 'બાય' રેટિંગ

    બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2022-23ના ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 932.39 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 371.18 કરોડ હતો. જે આ વર્ષે 151.19 ટકા વધ્યો છે. આમાં રૂ. 375.60 કરોડનો વન ટાઈમ ગેઈન પણ સામેલ છે. વન ટાઈમ ગેઈનને બાદ કરતાં આ નફો વાર્ષિક ધોરણે 50 ટકા વધ્યો છે.

    બિસ્કિટ ઉત્પાદકે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ઓપરેશનથી થયેલ રેવન્યૂ રૂ. 4,196.80 કરોડ છે, જે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 3,574.98 કરોડની સરખામણીમાં આ વર્ષે 17.39 ટકા વધુ છે. જે ધારેલા નફાના અંદાજ કરતા વધુ હોવાનુ જણાવવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચોઃ પોતાના નામની જેમ જ ધમાકેદાર છે આ શેર, 6 મહિનામાં તો રોકાણકારોને રુપિયાના ઢગલા પર બેસાડ્યા

    અમારા દ્વારા કરવામાં આવેલા પોલ (poll)માં પાંચ બ્રોકરેજના સરેરાશ અંદાજ મુજબ, FMCG મેજરનો કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં આવકમાં 18 ટકાના વધારાને કારણે વાર્ષિક ધોરણે 32 ટકાનો વધારો થવાનો અંદાજ કરવામાં આવ્યો હતો.

    જાણો ડિસેમ્બર ક્વાર્ટરના અંતે કમાણી પછીના સ્ટોક અને કંપની વિશે બ્રોકરેજ શું કહે છે:

    આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે કહ્યું ટૂંકાગાળામાં આ 3 કંપનીઓ આપી શકે છે 11 ટકા રીટર્ન, ચૂકી ન જતાં

    મોર્ગન સ્ટેનલી


    રિસર્ચ હાઉસે શેરને રૂ. 4,427ના ટાર્ગેટ સાથે 'ઓવરવેઇટ' રેટિંગ ('Overweight' rating) આપ્યું છે.

    CNBC-TV18 ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે 2 વર્ષના CAGR ના આધારે આવકમાં 15%નો વધારો થયો હતો, જ્યારે ગ્રોસ માર્જિન વધીને EBITDA માર્જિનને 9 ક્વાર્ટરના ઊંચા સ્તરે લઈ ગયો હતો.

    આ પણ વાંચોઃ આવી ગયા છે આજના Top20 સ્ટોક્સ, ભરી શકે છે તમારા ખિસ્સા

    જેફરીસ


    બ્રોકરેજ હાઉસે પ્રતિ શેર રૂ. 5,000 ના ટાર્ગેટ સાથે શેર પર 'બાય' રેટિંગ જાળવી રાખ્યું છે.

    EBITDA અનુમાન કરતાં ખૂબ જ ઉપર હતો. આવકમાં થોડી ભૂલ સાથે આ સંપૂર્ણપણે માર્જિન આધારિત હતું.

    એક અહેવાલ પ્રમાણે માહિતી મળી છે કે, ઇનપુટ પ્રાઇસ કરેક્શન અને નીચા કાચા માલની ઇન્વેન્ટરીને કારણે ગ્રોસ માર્જિન સ્માર્ટ રીતે ઓલ ટાઈમ હાઈ લેવલ સુધી પહોંચ્યું છે.  આજે 10:44 કલાકે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ BSE પર 4.58 ટકા એટલે કે રૂ. 200.10 વધીને રૂ. 4,569.40 પર ક્વોટ થઈ રહી હતી.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    First published:

    Tags: BSE Sensex, Business news, Expert opinion, Share market, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો