Home /News /business /બજાર ટોચ પર છે ત્યારે SIP ચાલુ રાખવી કે નહીં? ક્યાંક રોકાણ પાછળથી નુકસાન ન બને માટે આટલું સમજો

બજાર ટોચ પર છે ત્યારે SIP ચાલુ રાખવી કે નહીં? ક્યાંક રોકાણ પાછળથી નુકસાન ન બને માટે આટલું સમજો

બજારના ટોચને ધ્યાનમાં રાખીને તમારે SIP ચાલુ રાખવી કે નહીં? જાણો વિગતવાર એક ક્લિકમાં

Expert Tips on Equity Fund SIP: સેન્સેક્સ અત્યારે રેકોર્ડ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે તેવામાં તમારે કોઈ નવી ઇક્વિટી SIP કરાય કે પછી જૂની SIP હોલ્ડ કરવી કે ચાલુ રાખવી આ વિશે નિષ્ણાતો શું માને છે સમજો ત્યારબાદ તમારો નિર્ણય લેવાથી લાંબાગાળે ફાયદામાં રહેશો. અહીં એક વાત સમજવી જરુર છે કે બધા જ નિષ્ણાતો થોડી કેશ હાથવગી રાખવાનું કહે છે.

વધુ જુઓ ...
 • moneycontrol
 • Last Updated :
 • Mumbai, India
  22 નવેમ્બર, 2022ના રોજ 61,418.96 પોઇન્ટ પર બંધ થયેલો એસએન્ડપી બીએસઈ (S&P BSE) સેન્સેક્સ 11 નવેમ્બર, 2022ના રોજ 61,795ના તેના ઓલ-ટાઇમ ટોચના સ્તરથી નજીકના અંતરની અંદર (Sensex is within kissing distance of its all-time peak) છે. તેનાથી રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Fund)માં ધસારો અટક્યો નથી. MF ઉદ્યોગની વેપાર સંસ્થા એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઇન્ડિયા (AMFI) દ્વારા ઓક્ટોબર 2022ના આંકડા મુજબ, એમએફમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) દ્વારા માસિક પ્રવાહ તેની અત્યાર સુધીની સૌથી વધુ સપાટીએ છે, જે દર મહિને 13,000 કરોડ રૂપિયાથી થોડો વધારે છે. જેનો મોટાભાગનો હિસ્સો ઇક્વિટી ફંડ (Equity Funds)માં જાય છે.

  આ પણ વાંચોઃ Sensex@62000: સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર છે ત્યારે શેર ખરીદવા કે વેચવા? શું કહે છે એક્સપર્ટ

  વૈશ્વિક ઇક્વિટીમાં ઉચ્ચ કરેક્શન (High Correction) અને આપણા પોતાના માર્કેટ પીક છતાં રિટેલ રોકાણકારો ઇક્વિટીને લઇને ઉત્સાહિત છે. જ્યારે પરંપરાગત રીતે જોઇએ તો તમારે માર્કેટ લેવલ હોવા છતાં તમારા રોકાણો ચાલુ રાખવા જોઈએ અને આ જ બાબત એસઆઈપી (SIP) માટે છે. તમે તે વાતને નકારી શકતા નથી કે તમે ઇક્વિટી સસ્તી નહીં પણ મોંઘી ખરીદી રહ્યાં છો. તો શું હવે તમારી એસઆઈપીને રોકવી (pause your SIPs now) વધુ સારી છે? ચાલો જાણીએ.

  માર્કેટ પીકમાં SIPની શરૂઆત


  આપણે જોયું કે જ્યારે બજાર વચગાળાની ટોચ પર હતું, ત્યારે એસઆઈપી શરૂ કરી હોત તો રોકાણકારો શેમાંથી પસાર થઇ રહ્યા હોત. બે માર્કેટ પીક 2000 (ઇન્ફર્મેશન ટેકનોલોજી રન) અને 2008 (વૈશ્વિક બુલ માર્કેટ રન)ને ધ્યાનમાં લેવામાં આવે છે. ધારો કે તમે સીએનએક્સ નિફ્ટી 50 ઇન્ડેક્સમાં રોકાણ કરો છો.

  જો તમે માર્ચ 2000માં નિફ્ટીની ખરીદી શરૂ કરી હોત, જે મહિનામાં તેણે તેના 1712 પોઇન્ટની પીક વેલ્યૂને સ્પર્શ્યું હતું અને ડિસેમ્બર 2003માં તે જ પીક સ્પર્શી હતી, ત્યાં સુધી કરેક્શન ચાલુ રાખ્યું હોત (એટલે કે ત્રણ અને નવ મહિના પછી), તો તમે રોકાણ કરેલા નાણાં કરતાં 1.4 ગણા અથવા વળતરનો ઇન્ટર્નલ રેટ અથવા લગભગ 20 ટકાનું વળતર અથવા XIRR મેળવી શક્યા હોત.

  આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું 'પાણી વેચીશ'; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ

  XIRR એ રોકાણો પરના વળતરની ગણતરીનો પ્રકાર છે, જેમાં મલ્ટીપલ ઇન્ફ્લોઝ (ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ) અને આઉટફ્લો (રિડેમ્પ્શન)નો સમાવેશ થાય છે. એસઆઈપીમાં યુનિટ્સ સમયાંતરે જુદા-જુદા સમયે ખરીદવામાં આવે છે. માની શકાય છે કે તમે આ સમયગાળા દરમિયાન દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કર્યું છે.

  Ithought Advisoryના ચીફ આઇડિએટર અને ફાઉન્ડર, શ્યામ શેખરના જણાવ્યા અનુસાર, "રિટેલ રોકાણકારો ઐતિહાસિક રીતે ઇક્વિટીમાં ઓછું રોકાણ કરે છે અને જ્યારે બજારો અનુકૂળ બને છે, ત્યારે વધારે કરે છે. જ્યારે બજારની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના રોકાણોની સાતત્યતા નિર્ણાયક બને છે, ત્યારે 'ખોટા સમયે' વધારાની ખરીદી માટે પણ તે મહત્વપૂર્ણ છે."

  જો તમે જાન્યુઆરી 2008માં નિફ્ટી50 માટે 6150ની માર્કેટ પીકથી શરૂઆત કરી હોત અને ઑક્ટોબર 2010 સુધી કરેક્શન દ્વારા રોકાણ કર્યું હોત અને બજાર હવે પછીના સમાન સ્તરે પહોંચ્યું હોત, તો તમારું રોકાણ 1.4 ગણું વધી ગયું હોત અને તમારું વળતર 25 ટકા (XIRR)ની આસપાસ હોત.

  આ પણ વાંચોઃ સોનલ દેસાઈએ કહ્યું 'અમેરિકામાં ભલે ફેડ રેટ વધે આ વખતે ભારતની પ્રગતિ નહીં રોકાય'

  પીક પરથી દરેક કરેક્શન અલગ હશે અને બજારોને રીકવર માટે લાગતો સમય અલગ હશે. આ સમયગાળામાં તમારું એસઆઈપી રિટર્ન માત્ર તમે રોકાણ કરેલા સમય પર જ નહીં, પરંતુ માર્કેટ કેટલું સુધારે છે અને કેટલો સમય તેમાં રહે છે તેના પર પણ આધાર રાખે છે.

  થોડી કેશ રાખો તૈયાર


  જ્યારે બજારો પીક પર પહોંચે છે, ત્યારે તમારી એસઆઈપીને રોકવાની ફ્લિપસાઇડ એ છે કે ઇક્વિટી બજારોમાં ફરીથી પ્રવેશ કરવામાં તમને ઘણો લાંબો સમય લાગી શકે છે. ઇક્વિટીમાંથી મળતું વળતર માત્ર તમારા એમએફ પાસે રહેલી કંપનીઓના શેરના ભાવો પર આધારિત નથી. ઇક્વિટી બજારોમાં તમે કેટલા સમયનું રોકાણ કરો છો તેના પર પણ તે નિર્ભર છે.

  બીજું બજારને સમય આપવો નિરર્થક છે. આજે નિફ્ટી 18,400ની આસપાસ છે. આને 2000ના પીક સાથે સરખાવો, જે લગભગ 1,712ની આસપાસ છે: તે લગભગ 11 ગણો વધારો છે, તે પણ પોઇન્ટ ટુ પોઇન્ટ. આ દર્શાવે છે કે લાંબાગાળાનું રોકાણ એ વાસ્તવિકતા છે, કોઇ માન્યતા નથી.

  આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ

  માર્ચ 2000થી નવેમ્બર 2003 વચ્ચે નિફ્ટી-50 સપ્ટેમ્બર 2001માં ઘટીને 854 પોઇન્ટની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. જો તમે નીચલા બજાર સ્તરનો લાભ લેવા માટે તમારી એસઆઈપીને બમણી કરી હોત, તો તમારી રોકાણ કિંમત 5,40,000 રૂપિયાથી વધીને 8,52,000 રૂપિયા અથવા 2 વર્ષ અને 2 મહિનામાં 1.6 ગણી થઈ શકે છે. નોંધનીય છે કે, દરેક વ્યક્તિ પોતાની એસઆઈપીને બમણી કરી શકતી નથી. પરંતુ મુખ્ય વાત એ છે કે યોગ્ય સમયે કેટલાક નિષ્ક્રિય ફંડ્સ રાખવાથી એકંદરે રોકાણ વળતર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યારે બજારો ઝડપથી કરેક્શન કરે છે, ત્યારે તેમાંથી બહાર નીકળવાનો એક રસ્તો એ પણ છે કે તમે ધાર્યું હતું તેના કરતા થોડો લાંબો સમય ટકી રહેવું જોઈએ.

  આ ઉપરાંત, મેક્રો એન્વાયરમેન્ટના આધારે દર વર્ષે તમારી ઇક્વિટી રીટર્નની અપેક્ષા અગાઉના કરતા અલગ હોઈ શકે છે. એ જ રીતે એક દાયકા સુધી જે અપેક્ષાનું તારણ કાઢવામાં આવ્યું છે, તે પણ વિવિધ ઇકોનોમિક સાયકલમાં અલગ અલગ હશે.

  આ પણ વાંચોઃ વિશ્વની સૌથી મોંઘી શાકભાજી, માનવામાં નહીં આવે પણ 85000 રૂપિયા પ્રતિ કિલો થાય છે વેચાણ

  જો તમે હજી પણ વિચારતા હોવ કે બજારની પીકના ધ્યાનમાં રાખીને, તમારી એસઆઈપી ચાલુ રાખવી કે નહીં, તો ટૂંકમાં આ વાતો પર નજર કરો-

  - વધતા માર્કેટમાં પણ તમારી SIP ચાલું રાખો.

  - જો તમે હાલમાં બહાર નીકળી જશો તો ફરી તમે યોગ્ય સમયે એન્ટર નહીં થઇ શકો.

  - જો તમારે એક વર્ષ કે 3 વર્ષમાં પૈસા જોઇએ છે તો ઇક્વિટી કામ નહીં કરે.

  - તમારા હાથમાં થોડી કેશ પણ રાખો. જ્યારે બજારો કરેક્ટ હોય ત્યારે થોડી રકમ ઉમેરો.

  - પીક માર્કેટમાં રોકાણ કરવું છે? થોડા લાંબા સમય સુધી ઇક્વિટીમાં રહેવા માટે માનસિક રીતે તૈયાર રહો.

  - ઓછામાં ઓછા 5 વર્ષ ઇક્વિટીમાં રોકાણ કરવું જોઇએ.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Expert opinion, Share market, Sip mutual fund, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन