Home /News /business /માર્કેટ નવી ઉડાન માટે છે તૈયાર, આ 10 શેર્સ મહિના દિવસમાં નસીબ અને તિજોરી બંને ચમકાવશે
માર્કેટ નવી ઉડાન માટે છે તૈયાર, આ 10 શેર્સ મહિના દિવસમાં નસીબ અને તિજોરી બંને ચમકાવશે
Top 10 trading ideas : માર્કેટ નવી ઉડાન માટે છે તૈયાર, આ દસ શેરો આવતા 3-4 અઠવાડિયામાં તમારું નસીબ બદલી દેશે
Top 10 Trading Ideas: શેરબજારમાં આ 10 શેર્સ તમને ધોમ કમાણી કરાવી શકે છે. જુદા જુદા બ્રોકરેજ હાઉસના દિગ્ગજોએ કહ્યું આજે જ તેજીના આ માર્કેટમાં પણ ખરીદી લો એક મહિનામાં તો નસીબ અને તિજોરી બંને ચમકી શકે છે.
થોડા સમય શાંત રહ્યા બાદ માર્કેટ હવે ફરીથી તેજી તરફ વધતું જણાય છે. ગ્લોબલ પોઝિટિવ સંકેતોના આધારે 25 નવેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહમાં બજાર રેકોર્ડ હાઇ નોંધાયું હતું. FIIs અને ક્રૂડ ઓઈલની કિંમતો ઘટવાનો પણ માર્કેટને લાભ થયો. છેલ્લા કમર્શિયલ દિવસે નિફટી 18500 પર બંધ થયું અને સાપ્તાહિક ધોરણે 1 ટકા ગ્રોથ સાથે બંધ થયું. શુક્રવારે નિફટીએ ડેઇલી ચાર્ટ પર એક બુલિશ પેટર્ન બનાવી હતી. જે દલાલ સ્ટ્રીટ પર તેજી કાયમ રહેવાનો નિર્દેશ કરે છે. નિફટી હવે 18604ના તેના રેકોર્ડ હાઇની ખુબ જ નજીક જણાય છે. તેમજ સેન્સેક્સ અને બેન્ક નિફટી પોતપોતાના રેકોર્ડ હાઇને તોડી ચુક્યા છે.
નિફટી અંતે 18450-18500નો ઝોન ખુબ મહત્વનો છે. બજાર જાણકારોનું કેહવું છે કે 18 ઓક્ટોબર, 2021 અને 14 નવેમ્બર, 2022ની આસપાસ ડાઉનવર્ડ સ્લોપિંગ રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઈનથી બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. માસિક ધોરણે પણ 1 ઓક્ટોબર 2021 અને 1 સપ્ટેમ્બર 2022 ડાઉનવર્ડ સ્લોપિંગ રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઈનથી બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તે સાથે જ નિફટી તેના બધા જ પ્રમુખ EMA (એક્સ્પોનેન્શિયલ મુવિંગ એવરેજ)થી ઉપર ટ્રેડ કરી રહ્યું છે. એવામાં હવે નિફટી માટે 18450-18500નો ઝોન ખુબ મહત્વપૂર્ણ જણાય છે. જો નિફટી આ ઝોનમાં જળવાઈ રહેશે તો આગામી દિવસોમાં તે રોકર્ડ હાઇ જઇ શકે છે. નિફટી માટે પેહલો સપોર્ટ 18300 પર દેખાય છે. તે પછી 18000 પર મોટો સપોર્ટ દેખાશે. ઓપ્શનના મોરચે જોઈએ તો 19000ની સ્ટ્રોક પર ઘણા ઓપન ઇન્ટરેસ્ટ દેખાઈ રહ્યાં છે. એવામાં નિફટી માટે 19000 પર મોટો રેઝિસ્ટન્સ દેખાય છે.
Angel oneના સમિત ચૌહાણનું કેહવું છે કે નિફટી માટે 18300-18400માં ઈમિજિયેટ સપોર્ટ જણાય છે. તેમજ 18100 પર મોટો સપોર્ટ દેખાય છે. જો હવે જ્યાં સુધી નિફટી તેના આ સપોર્ટને જાળવી રાખવામાં સફળ થશે ત્યાં સુધી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એકવાર નિફટી એક નવું હાઇ સ્ટાર મેળવી લે પછી આપણે નજરમાં હેવિવેઇટ્સ સિવાય મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં ક્વોલિટી સ્ટોક વિશે વિચારવું જોઈએ. કારણ કે અત્યાર સુધી સુસ્ત રહેલા આ સ્ટોક નિફટીની આવતી રેલીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. Nifti midcap50ના સેટઅપને જોઈને લાગે છે કે હવે સ્મોલ અને મિડકેપ શેર્સ જોરદાર તેજી માટે તૈયાર છે. એવામાં ટ્રેડર્સે બજારમાં પોઝિટીવ વલણ યથાવત રાખવું જોઈએ. તમામ અન્ય સેક્ટર્સમાં તેજી જોઈને લાગે છે કે જલ્દી જ આપણને બજારમાં વ્યાપક સપોર્ટવાળી રીલે જોવા મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર