Home /News /business /Hot Stocks: જ્યુબિલન્ટ ફૂડવર્કસ, યુનાઇટેડ બ્રુઅરીઝ, ICICI પ્રુડેન્શિયલમાં ટૂંકાગાળામાં તગડી કમાણીની શક્યતા

Hot Stocks: જ્યુબિલન્ટ ફૂડવર્કસ, યુનાઇટેડ બ્રુઅરીઝ, ICICI પ્રુડેન્શિયલમાં ટૂંકાગાળામાં તગડી કમાણીની શક્યતા

આમ તો શેરબજારમાં લાંબાગાળે તગડી કમાણી થતી હોય છે પરંતુ નિષ્ણાતોને આ શેરમાં ટૂંકાગાળામાં જબરજસ્ત કમાણીની શક્યતા દેખાઈ છે.

Stock Market Hot Share: શેરબજાર આમ તો લાંબા ગાળે રોકાણ કરવામાં વધુ કમાણી આપે છે. જોકે ક્યારેક કેટલીક પરિસ્થિતિમાં કેટલાક શેરમાં ટૂંકાગાળામાં પણ તગડી કમાણીના ચાન્સ રહેલા હોય છે. નિષ્ણાતો મુજબ અહીં આપવામાં આવેલા શેર્સમાં ટૂંકા ગાળામાં મોટી કમાણી થઈ શકે છે.

વધુ જુઓ ...
મુંબઈઃ રોકાણકારોને જ્યુબિલન્ટ ફૂડવર્કસ, યુનાઇટેડ બ્રુઅરીઝ, ICICI પ્રુડેન્શિયલમાં બે આંકડાનું વળતર (Big return in stock market) મળી શકે છે. માસિક ચાર્ટ પર Nifty50 પાછલા મહિનાની ઊંચી સપાટીની ઉપર ટકી રહ્યો છે, જે ઇન્ડેક્સમાં તેજીનો સંકેત (Signs of a rise in the index) આપે છે. સાપ્તાહિક ટાઈમફ્રેમ પર Nifty (Nifty on weekly timeframe) છેલ્લા 9 સપ્તાહથી હાયર હાઈ, હાયર બોટમ પેટર્ન બનાવી રહી છે અને 50 વીકના સિમ્પલ મૂવિંગ એવરેજની ઉપર છે, જે તેજીનું સેન્ટિમેન્ટ દર્શાવે છે.

દૈનિક ટાઈમ ફ્રેમમાં આપણે ઇન્ડેક્સમાં તીવ્ર વધારો જોયો છે. જે જણાવે છે કે બજાર પર બુલની મજબૂત પકડ છે. ભાવ વધી રહ્યા છે જેથી દૈનિક ટાઈમફ્રેમ પર પ્લોટ કરવામાં આવેલા રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (આરએસઆઇ) વધી રહ્યા છે. જે કિંમતોમાં મજબૂત ગતિ દર્શાવે છે.

સુંદરમ મ્યુચ્યુઅલ ફંડના રવિ ગોપાલક્રિશ્નને કહ્યું, 'કરોડોપતિ બનવું હોય તો આ જ છે સમય 15 વર્ષમાં ભારતીય ઈકોનોમી ત્રણ ગણી થશે'

આગળ જતાં નિફ્ટી માટે રેઝિસ્ટન્ટ 18,115 (સ્વિંગ હાઇ)ના લેવલે અને ત્યાર બાદ મુખ્ય રેઝિસ્ટન્સ 18,350ના સ્તરે છે. તો બીજી તરફ ઇન્ડેક્સને પહેલા 17,720ના સ્તરે અને ત્યારબાદ 17,350નો સપોર્ટ છે. ટૂંકા ગાળાની ચાર્ટ પેટર્ન મુજબ, ઈન્ડેક્ષ 18,115ના રેઝિસ્ટન્ટ અને ત્યારબાદ 18,350 રેઝિસ્ટન્ટ સુધી પહોંચવાનો પ્રયાસ કરી શકે છે. પ્રાઇઝને 17,720ના સ્તરની નીચે જળવાઈ રહેતા જોઈએ તો તેજીનો દૃષ્ટિકોણ છોડવો પડે.

જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ (Jubilant Foodworks): બાય | એલટીપી: 620.15 રૂપિયા | સ્ટોપ-લોસઃ 550 રૂપિયા | ટાર્ગેટ: રૂપિયા 790 | રિટર્ન: 27 ટકા

જ્યુબિલન્ટ ફૂડવર્ક્સનો સાપ્તાહિક ચાર્ટ દર્શાવે છે કે, આ સ્ટોક અગાઉના સ્વિંગના 61.8 ટકા ફિબોનાચી લેવલની આસપાસ નાનો બેઝ બનાવે છે, જે રૂ. 227.65 (માર્ચ 2020)થી રૂ. 920 (ઓક્ટોબર 2021) સુધી હતો. ડેઈલી ચાર્ટ પર સ્ટૉકમાં ઈન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્નથી બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, જે તેજીની પેટર્ન છે. અહીં તે અપસાઇડ ટ્રેન્ડની શરૂઆત સૂચવે છે.

દૈનિક ટાઈમફ્રેમ પર બોલિન્જર બેન્ડનું વિસ્તરણ થવાનું શરૂ થયું છે, જે જણાવે છે કે અપડાઈડ મૂવમેન્ટ માટે કિંમતોમાં અસ્થિરતા વધી રહી છે. સ્ટોકનો RSI દૈનિક તેમજ સાપ્તાહિક ટાઈમફ્રેમમાં 50ની ઉપર ક્વોટ થયો હતો, જે ભાવમાં તેજીની ગતિને પ્રતિબિંબિત કરે છે. આગળ જતા ક્લોઝિંગ ધોરણે રૂ. 790ના સ્તર સુધી ભાવ ઊંચા જશે. ત્યારે સ્ટોપ-લોસ રૂ. 550 હોવો જોઈએ.

Expert views: દરેક ઘટાડે માર્કેટમાં ખરીદો, આગામી 6-12 મહિનામાં તગડી કમાણી થઈ શકે

યુનાઇટેડ બ્રુઅરીઝ (United Breweries): બાય | એલટીપી: 1,702.30 રૂપિયા | સ્ટોપ-લોસઃ 1,523 રૂપિયા | ટાર્ગેટ: રૂપિયા 2,000 | રિટર્ન: 17 ટકા

યુબીએલના સાપ્તાહિક ચાર્ટ પર જૂન 2022થી કિંમતોમાં તેજીનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે તેજીની ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લેવામાં આવ્યો છે. જુલાઈ 2022ના પહેલા અઠવાડિયામાં કિંમતોમાં વિપરીત હેડ એન્ડ શોલ્ડર પેટર્નથી બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, જેણે ઉપરની તરફ ટ્રેન્ડની શરૂઆતનો સંકેત આપ્યો હતો. બ્રેકઆઉટ પછી હાઈ વોલ્યુમ આવે છે, જે બ્રેકઆઉટની પુષ્ટિ કરે છે.

દૈનિક ટાઈમફ્રેમ પર પ્રાઇઝ 50 દિવસની ઉપર ટકી રહી છે. ત્યારે પ્રાઇઝ અગાઉના ડાઉનટ્રેન્ડથી ઊંધી તરફ ટ્રેન્ડ શરૂ કરી રહ્યા હોવાનું ઇએમએ (એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ) પુષ્ટિ કરે છે. સાપ્તાહિક ટાઈમફ્રેમ પર આરએસઆઇએ રેન્જ શિફ્ટ દર્શાવી છે, જે કિંમતોમાં વધતા વેગ તરફ નિર્દેશ કરે છે.

અમે રૂ. 2000ના સ્તર સુધી ભાવ ઊંચે જવાની અપેક્ષા રાખીએ છીએ, જ્યાં સ્ટોપ-લોસ ક્લોઝિંગ ધોરણે રૂ. 1523ના સ્તરે હોવો જરૂરી છે.

ઝુનઝુનવાલાના મૃત્યુ બાદ હવે કોણ બનશે ભારતીય શેર બજારના ‘બિગ બુલ’?

ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ (ICICI Prudential Life Insurance) : બાય | એલટીપી: 593.70 રૂપિયા | સ્ટોપ-લોસઃ 535 રૂપિયા | ટાર્ગેટ: 670 રૂપિયા | રિટર્ન: 13 ટકા

ICICI પ્રુડેન્શિયલે ડાઉનટ્રેન્ડ બાદ રૂ. 475ના સ્તરની આસપાસ ડબલ બોટમ પેટર્નના રૂપમાં બેઝ બનાવ્યો છે. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં અમે ડબલ બોટમ પેટર્નથી બ્રેકઆઉટ જોયું છે, જેણે અપસાઇડ ટ્રેન્ડની શરૂઆતનો સંકેત આપ્યો છે. બ્રેકઆઉટ પછી હાઈ વોલ્યુમ આવ્યા હતા, જે બ્રેકઆઉટની પુષ્ટિ કરે છે.

બોલિંજર બેન્ડ દૈનિક ટાઈમફ્રેમ પર વિસ્તરી રહ્યું હોવાનું જણાય છે, અપસાઇડ મૂવ માટે અસ્થિરતા વધી રહી હોવાનું દર્શાવે છે. સાપ્તાહિક ટાઈમફ્રેમ પર આરએસઆઇએ રેન્જ શિફ્ટ દર્શાવી છે, જે કિંમતોમાં વધતા વેગ તરફ નિર્દેશ કરે છે.

સ્ટોકની પ્રાઇઝ 670 રૂપિયાના લેવલ સુધી ઊંચે જશે તેવી અમને અપેક્ષા છે, કોઈ પણ વ્યક્તિ ક્લોઝિંગ ધોરણે 535 રૂપિયાનો સ્તરે સ્ટોપ-લોસ મૂકી શકે છે.

(Disclaimer: આ અહેવાલના લેખક VIDNYAN SAWANT GEPL Capitalના ટેક્નિકલ રિસર્ચ વિભાગના એવીપી છે. આ લેખ તેમણે અમારી સહયોગી વેબસાઈટ મનીકંટ્રોલ માટે લખ્યો છે. અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: BSE Sensex, Expert opinion, Indian Stock Market, Stock market Tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો