HDFC Bank stock: પ્રભુદાસ લીલાધર એચડીએફસી બેંકના સ્ટોક પર 'બાય' રેટિંગ જાળવી રાખી છે. જોકે, તેણે આ સ્ટોકની ટાર્ગેટ કિંમત રૂ. 2,000થી ઘટાડીને રૂ. 1,740 કરી દીધી છે.
નવી દિલ્હી: HDFC બેંકે ગયા અઠવાડિયે તેના નાણાંકીય પરિણામો (HDFC Bank's Financial Result) રજૂ કર્યા હતા. માર્ચ ક્વાર્ટરમાં બેન્કનો સ્ટેન્ડઅલોન નફો (HDFC Standalone Profit) વાર્ષિક ધોરણે 23 ટકા વધીને રૂ. 10,055.2 કરોડ થયો છે. આનું કારણ બેંકની બેડ લોન પ્રોવિઝનિંગમાં 29 ટકાનો ઘટાડો થયો છે. આમ છતાં સોમવારે HDFC બેન્કના શેરમાં મોટો ઘટાડો (Bank Share Slip after Result) જોવા મળ્યો હતો. સવારે 10:40 વાગ્યે બેંકના શેરનો ભાવ 3.58 ટકા ઘટીને રૂ. 1,412 પર હતો.
માર્ચ ક્વાર્ટરમાં HDFC બેન્કનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NII) 10.2 ટકા વધીને રૂ. 18,872.7 કરોડ થયું છે. ક્રેડિટ ગ્રોથ લગભગ 21 ટકા અને ડિપોઝિટ ગ્રોથ 16.8 ટકાની આસપાસ રહી હતી. સવાલ એ છે કે સારા પરિણામો બાદ બેંકના શેરના ભાવ કેમ ઘટ્યા? ચાલો જાણીએ કે આ સ્ટોક વિશે બ્રોકરેજ કંપનીઓનો શું અભિપ્રાય છે.
પ્રભુદાસ લીલાધર
પ્રભુદાસ લીલાધર એચડીએફસી બેંકના સ્ટોક પર 'બાય' રેટિંગ જાળવી રાખી છે. જોકે, તેણે આ સ્ટોકની ટાર્ગેટ કિંમત રૂ. 2,000થી ઘટાડીને રૂ. 1,740 કરી દીધી છે. તેણે કહ્યું છે કે HDFC બેંકનો રૂ.100.6 બિલિયનનો નફો (PAT) અંદાજ કરતાં ઓછો છે. વ્યાજની આવક અને અન્ય આવકમાં નબળાઈને કારણે આમ થયું છે. બેંકની એસેટની ક્વોલિટી સ્ટેબલ રહી છે. લોન ગ્રોથની સાપેક્ષમાં NII ગ્રોથ ઓછી રહી છે. નોન-રીટેલ/ રીટેલ લોનનો ગ્રોથ મિક્સ 61/39 રહ્યો. કોરોના પહેલા 50/50 હતો. નિયર ટર્મ રીટર્ન ઓન ઇક્વિટી 16-17 ટકા રહેવાની આશા છે.
ક્રેડિટ સુઇઝ
HDFC બેંકે જોરદાર વૃદ્ધિ દર્શાવી છે. જોકે, એનઆઈએમમાં વધુ વધારો થયો નથી. આમ છતાં બેંકનું કેપિટલ લેવલ મજબૂત છે. તેના EPSમાં 2થી 3 ટકાનો વધારો થવાની ધારણા છે. બેંકની ઈક્વિટી પરનું વળતર 16-17 ટકા હોઈ શકે છે.
CLSA
એચડીએફસી બેન્ક માટે માર્ચ ક્વાર્ટર મિશ્ર રહ્યું હતું. નફામાં વૃદ્ધિ સારી હતી. NIMમાં ધીમે ધીમે રિકવરી થવાની અપેક્ષા છે. નાણાંકીય વર્ષ 2022-23માં બેંક ડિસ્ટ્રીબ્યૂશનના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ICICI બેંક, Axis Bank અને SBIના શેર HDFC બેંક કરતા વધુ આકર્ષક લાગે છે.
HDFC બેંકનો વિકાસ બેંકિંગ ક્ષેત્રમાં સૌથી વધુ રહેવાની ધારણા છે. તેણે બેલેન્સ શીટમાં રેગ્યુલેટરી જરૂરિયાત કરતાં વધુ પ્રોવિઝનિંગ કરી છે. તેની 17.9 ટકા ટિયર 2 મૂડી તેને મજબૂતી આપે છે. જેને લીધે HDFC બેંકનો સ્ટોક બેંકિંગ ઉદ્યોગમાં સૌથી વધુ આકર્ષક બની રહેશે. LKPએ આ સ્ટોકને 'બાય' રેટિંગ આપ્યું છે. તેણે તેની ટાર્ગેટ કિંમત 1,831 રૂપિયાની છે.
મોતીલાલ ઓસવાલ
અન્ય બેંકોની સરખામણીમાં HDFC બેંકની વૃદ્ધિ સારી રહી છે. તેનો માર્કેટ શેર પણ વધ્યો છે. રિટેલ સેગમેન્ટમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. કોમર્શિયલ અને રૂરલ બેન્કિંગનું પ્રદર્શન પણ સારું છે. હોલસેલમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. સંપત્તિની ગુણવત્તામાં સુધારો છે. રિસ્ટ્રક્ચર્ડ બુક પણ કુલ લોનના 1.14 ટકા પર આવી ગઈ છે. આ સ્ટૉક પર મોતીલાલ ઓસવાલનો બાય કૉલ છે. તેણે તેના શેર માટે રૂ. 1,850નો ટાર્ગેટ ભાવ આપ્યો છે.
માર્ચ ક્વાર્ટરમાં HDFC બેન્કનું પ્રદર્શન સારું રહ્યું હતું. જોકે. વ્યાજની આવક અપેક્ષા કરતાં ઓછી હતી. બિઝનેસમાં ઓછી ઉપજ આપતી પ્રોડક્ટ્સના હિસ્સામાં વધારો થવાથી માર્જિન પર અસર પડી છે. જો કે, બેંક ક્રેડિટ કોસ્ટ ઓછી રાખવામાં સફળ રહી છે. રોકાણકારો આ સ્ટોક ખરીદી શકે છે. તેના શેરની ટાર્ગેટ કિંમત 1,864 રૂપિયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર