Home /News /business /ટમેટાના ભાવે મળે છે Zomato, દિગ્ગજો પાસેથી જાણો શું આ શેર તમારી કિસ્મત ચમકાવશે?

ટમેટાના ભાવે મળે છે Zomato, દિગ્ગજો પાસેથી જાણો શું આ શેર તમારી કિસ્મત ચમકાવશે?

ઝોમાટો શેર

Zomato stock tips: છેલ્લા એક મહિનામાં ઝોમાટોનો શેર 35 ટકા તૂટ્યો છે. કંપનીની માર્કેટ કેપ 1,33,000 કરોડ રૂપિયાથી ઘટીને 65,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

    નવી દિલ્હી: 15 ફેબ્રુઆરી, 2022ના રોજ ઝોમાટોના શેર (Zomato Stock) પ્રથમ વખત ઇશ્યૂ કિંમતથી નીચે ચાલ્યા ગયા હતા. જેનું કારણે થોડા અઠવાડિયાથી બજારમાં ચાલતી વેચવાલી છે. નવી પેઢીના ઇન્ટરનેટ આધારિત ટેક શેર્સમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વેચવાલી જોવા મળી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આખી દુનિયામાં મોંઘવારી સતત વધી રહી છે. દુનિયાના તમામ મોટા દેશોની કેન્દ્રીય બેંકો મોંઘવારી સામે લડવા માટે વ્યાજદરોમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે.

    બજાર નિષ્ણાતોનું કહેવું છે કે વ્યાદરોમાં વધારાની સૌથી મોટી અને સૌથી પહેલી અસર હાઈ વેલ્યુએશન સાથેની નવી પેઢીની ટેક કંપનીઓ (New age tech companies)ના શેર પર જોવા મળશે. બજાર આ કંપનીઓના મોંઘા વેલ્યુએશનને લઈને પહેલા જ પરેશાન છે. આ દરમિયાન રશિયા-યુક્રેન સંકટે (Russia-Ukraine conflict) બજારના તમામ સેન્ટિમેન્ટ ખરાબ કરી નાખ્યા છે. જે બાદમાં બજારમાં ચારેતરફ વેચવાલી જ જોવા મળી રહી છે. આ દરમિયાન નવી પેઢીના ટેક શેર્સ જેવા કે ઝોમાટો, પેટીએમ, નાયકા બહુ ખરાબ રીતે નીચે પટકાયા છે.

    ઝોમાટોનો શેર 35% તૂટ્યો

    છેલ્લા એક મહિનામાં ઝોમાટોનો શેર 35 ટકા તૂટ્યો છે. કંપનીની માર્કેટ કેપ 1,33,000 કરોડ રૂપિયાથી ઘટીને 65,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

    ઝોમાટોનું લિસ્ટિંગ ગયા વર્ષે ખૂબ પ્રીમિયમ સાથે થયું હતું. જે બાદમાં આ શેરે પાછું વળીને જોયું ન હતું. શેરની કિંમત બહુ ઝડપથી બે ગણી થઈ ગઈ હતી. જોકે, તાજેતરમાં ખોટમાં ચાલી રહેલા નવી પેઢીની ટેક કંપનીઓ પર ખૂબ માર પડ્યો છે. જેમાં ઝોમાટો પણ બાકાત રહી નથી.

    આ પણ વાંચો: માર્ચ સિરીઝ માટે ટોપ 10 શોર્ટ ટર્મ કોલ્સ, થઈ શકે છે ડબલ ડિજિટમાં કમાણી

    ઘટાડો ખરીદી માટે મોકો

    તમામ માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે આ ઘટાડો નવી પેઢીની ટેક કંપનીઓમાં ખરીદીની મોકો હોઈ શકે છે. ઝોમાટો પોતાના બિઝનેસના વિસ્તાર પર વિચાર કરી રહી છે. જેના પગલે તેનું આઉટલુક પૉઝિટિવ લાગી રહ્યું છે. મોટાભાગના નિષ્ણાતોનું કહેવું છે કે વર્તમાન ભાવ પર આ શેરની ખરીદી કરવી જોઈએ. આગામી 12 મહિનામાં આ શેર બે ગણું વળતર આપી શકે છે.

    આ પણ વાંચો: બજાર નિષ્ણાતોના મતે આ વર્ષે માલામાલ કરી શકે છે આ ટેલી ઇન્ફ્રા શેર 

    જોકે, નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે કંપનીએ પોતાની બિઝનેસ મોડલ કંઈક એવું વિકસિત કરવં પડશે જે રેસ્ટોરન્ટ અને કંપની બંને માટે ફાયદાકારક હોય. કારણ કે તમારા માટે ખાવાનું બનાવતી ફૂડ રેસ્ટોરન્ટ જ નહીં હોય તો કંપની ડિલિવરી શેની કરશે? જાણકારો કહે છે કે ક્યારેય રેસ્ટોરન્ટ્સ માટે આશીર્વાદ સમાન ઝોમાટો હાલ બિગ બેડ બુલી (દબંગ દાદો) બની ગઈ છે. (લેખ સાભાર: Equitymaster.com)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips, Zomato

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन