Nykaa IPO Listing: નાયકાના શેરનું બમ્પર લિસ્ટિંગ, રોકાણકારોએ હવે શું કરવું? નફો બુક કરવો કે હોલ્ડ કરવું

નાયકા આઈપીઓ

Nykaa IPO Listing: નાયકાનો આઈપીઓ 81.78 ગણો ભરાયો હતો, આઈપીઓ પ્રથમ દિવસે જ સંપૂર્ણ ભરાઈ ગયો હતો.

  • Share this:
    મુંબઈ. Nykaa Listing: બ્યૂટી પ્રોડક્ટ વેચતી સ્ટાર્ટઅપ કંપની Nykaaના શેરનું આજે શેર માર્કેટમાં ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. ઈ-કોમર્સ બ્યૂટી કંપની નાયકાની પેરેન્ટ કંપની એફએસએન ઈ-કૉમર્સ વેન્ચર્સ લિમિટેડ (FSN E-Commerce Ventures Ltd)નો શેર આજે સ્ટૉક માર્કેટમાં લિસ્ટ થયો છે. આ આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ આઈપીઓ 81.78 ગણો ભરાયો (Nykaa IPO Subscription) હતો. આઈપીઓ પ્રથમ દિવસે જ સંપૂર્ણ ભરાઈ ગયો હતો.

    બજાર નિષ્ણાતોનું માનવું છે કે કંપની બ્યૂટ પ્રોડક્ટ્સ બજારમાં સારું પ્રદર્શન કરશે. આથી જેમને નાયકાના શેર લાગ્યા છે તેમણે રોકાણ જાળવી રાખવું જોઈએ. જોકે, આ સમયે નવી ખરીદી ન કરવી જોઈએ. બજાર નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે કંપનીની નાણાકીય સ્થિતિ ખૂબ સારી છે. કંપની પોતાની આજ સ્થિતિને ભવિષ્યમાં જાળવી શકે છે.

    ફાલ્ગુની નાયરે કરી હતી સ્થાપના

    ઉલ્લેખનીય છે કે નાયકાની સ્થાપના 2012ના વર્ષમાં ફાલ્ગુની નાયર (Falguni Nayar) નામની ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે કરી હતી. 31 ઓગસ્ટ, 2021 સુધી નાયકાની મોબાઇલ એપને 5.58 કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી. નાયકા એક એવું સ્ટાર્ટએપ છે જે નફો કરે છે. 31 માર્ચ 2021ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં કંપનીનો નફો 61 કરોડ રૂપિયા હતો. જ્યારે નાણાકીય વર્ષ 2020માં કંપનીને 16.3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

    ધમાકેદાર લિસ્ટિંગ

    BSE પર નાયકાનો શેર ઇશ્યૂ કિંમતથી 77.87% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. એ પ્રમાણે રોકાણકારને એક શેર પર 876 રૂપિયાનો લાભ થયો હતો. NSE પર નાયકાનો શેર 79.38% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. એ પ્રમાણે રોકાણકારોને એક શેર પર 893 રૂપિયાનો ફાયદો થયો હતો.

    આ પણ વાંચો: વોરન બફેટનો રોકાણ માટેનો મંત્ર, કોઈ પણ કંપનીમાં રોકાણ પહેલા આટલી વાતો પર રાખે છે ધ્યાન

    630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ

    આ પ્રમાણે કંપનીનું વેલ્યૂએશન 7.11 અબજ ડૉલર એટલે કે 53,200 કરોડ રૂપિયા થાય છે. કંપની આ આઈપીઓ મારફતે 630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ (Fesh Issue) લાવશે. જ્યારે ઑફર ફૉર સેલ (Offer for sale)ના માધ્યમથી પ્રમોટર અને વર્તમાન શેરધારકો 41,972,660 ઇક્વિટી શેરનું વેચાણ કરશે. ઉલ્લેખનીય છે કે Nykaaના પ્રસ્તાવિત આઈપીઓને સેબી (SEBI) તરફથી 14 ઓક્ટોબરના રોજ મંજૂરી મળી ગઈ હતી.

    નફો કરતી કંપની

    ઑફર ફૉર સેલ હેઠળ સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ અને અમુક શેરહોલ્ડર્સ પોતાનો હિસ્સો વેચશે. ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની આવક વધીને 2,441 કરોડ રૂપિયા પર પહોંચી હતી. કંપનીએ 61.9 કરોડ રૂપિયાનો પ્રૉફિટ કર્યો હતો.

    આ પણ વાંચો: ગોલ્ડ ETFમાં રોકાણ કરવું સારું કે દાગીનામાં? જાણો ગોલ્ડ ETFમાં રોકાણ કરનારને આવી રીતે મળે છે એકદમ શુદ્ધ સોનું? 

    કંપનીના 80 સ્ટોર

    નાયકાની સ્થાપના 2012માં પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરે (Nykaa founder Falguni Nayar) કરી છે. કંપની બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરે છે. કંપની ઑનલાઇન ઉપરાંત રિટેલ આઉટલેટના માધ્યમથી પણ વસ્તુઓનું વેચાણ કરે છે. તેના રોકાણકારોમાં TPG and Fidelity જેવા મોટા રોકાણકાર સામેલ છે. નાયકાના પોર્ટફોલિયોમાં 4,000થી વધારે બ્રાન્ડ સામેલ છે. જેમાં Bobbi Brown,LOccitane અને Estee Lauder જેવા મોટા નામ પણ સામેલ છે. દેશમાં કંપનીના 80 જેટલા સ્ટોર છે.
    Published by:Vinod Zankhaliya
    First published: