Home /News /business /

Mutual Fund Portfolio: મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારે પ્રોફિટ બુકિંગ કરવું? ક્યારે ફરીથી રોકાણ કરવું?

Mutual Fund Portfolio: મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારે પ્રોફિટ બુકિંગ કરવું? ક્યારે ફરીથી રોકાણ કરવું?

મ્યુચ્યુઅલ ફંડ

Mutual Fund Redemption: તમારે તમારા વર્તમાન મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શનની સમયાંતરે સમીક્ષા કરવી જોઈએ. સતત બેંચમાર્ક ઈન્ડેકસ અને સમકક્ષ પીઅર ફંડ્સ સામે સતત ઓછું પ્રદર્શન કર્યું હોય એવા ફંડ્સને રિડીમ કરો.

નવી દિલ્હી: આવક વધવાની સાથે રોકાણના સંસાધનો વિશે પણ વિચારવું પડે છે. રોકાણના આજના જમાનાના નવા માધ્યમોમાં ક્યારે રોકાણ કરવું, ક્યારે કરેલ રોકાણ પરત ખેંચવું અને ક્યારે ફરી રોકાણ માટે આગળ આવવું તે અંગે રોકાણકારોમાં અસમંજસતા હોય છે. આ જ પ્રકારનો એક સવાલ એક પગારદાર મહિલાએ પૂછ્યો છે.

લાઇવ મિન્ટના અહેવાલ પ્રમાણે એક મહિલાએ સવાલ પૂછ્યો હતો કે, "મારા પતિ દર મહિને રૂ. 1.2 લાખનો પગાર મેળવે છે અને મારો માસિક પગાર રૂ. 80,000 છે. અમારી પાસે મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ રૂ. 50 લાખ છે અને મેં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 20,000ની નવી માસિક SIP શરૂ કરી છે. છેલ્લા કેટલાક મહિનામાં ઇક્વિટી માર્કેટમાં ભારે ઉથલપાથલ બાદ સુધારો થયો છે અને નજીકના ગાળામાં ચાલુ રહેવાની શક્યતા છે. જોકે અમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરાયેલા નાણાંની જરૂર નથી, તો શું મારે મારા હાલના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોનો એક ભાગ રિડીમ કરવા માટે થોડો નફો બુક કરવો જોઈએ અથવા ઓછી NAVનો લાભ લેવા માટે રોકાણમાં વધારો કરવો જોઈએ?"

લાઇવ મિન્ટના અહેવાલ પ્રમાણે મહિલાના આ સવાલનો જવાબ આપતા Paisabazaar.comના CEO અને સહ-સ્થાપક નવીન કુકરેજા દ્વારા સરળ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે, જે નીચે મુજબ છે.

નિષ્ણાતનો અભિપ્રાય:


"હું તમને માર્કેટની દિશા અથવા દશાને આધારે તમારા રોકાણ અને રિડેમ્પશનના નિર્ણયો લેવાની વિચારધારાને ખોટી કહીશ. ઇક્વિટી બજારોની ટોચ અને બોટમની આગાહી કરવી અત્યંત મુશ્કેલ હોવાથી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સને રિડીમ કરવા અથવા મંદીના બજારના તબક્કાઓ દરમિયાન SIPને અટકાવવાથી તમને હાય ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ભોગવવી પડી શકે છે. મારી સલાહ છે કે તમારા રિડમ્પશનના નિર્ણયો હંમેશા તમારા નાણાંકીય લક્ષ્યોની પરિપક્વતા તમારી જોખમ લેવાની ક્ષમતામાં ફેરફાર અથવા તમે પહેલાથી જ રોકાણ કરેલ ભંડોળના સતત ઓછા પ્રદર્શન પર આધારિત હોવા જોઈએ."

આ પણ વાંચો: LICનો આ પ્લાન કરી દેશે તમને માલામાલ! માત્ર 4 વર્ષ માટે રોકાણ કરી મેળવો રૂ. 1 કરોડ

તેઓએ વધુમાં જણાવ્યું કે, "આ સિવાય SIP રોકવાની અને બંધ કરવા કે પરત લેવવાની નીતિ તો તદ્દન ખોટી છે. હંમેશા યાદ રાખો કે ઇક્વિટી ફંડ SIP ભારે બજાર કડાકા અને મંદીવાળા બજારના તબક્કાઓ રોકાણકારોને આકર્ષક વેલ્યુએશન પર ક્વોલિટીયુક્ત રોકાણ કરવાની ઉત્તમ તક આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો ઓછી NAVમાં વધારે યુનિટ તમારૂં રોકાણ મેક્સિમાઈઝ કરીને રીટર્ન પણ મહતમ બનાવે છે. આમ તમારા હાલના ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કરતા રહો અને જ્યાં સુધી તે તમારી જોખમ લેવાની ક્ષમતા અને ફાઈનાન્શિયલ ગોલને અનુરૂપ હોય ત્યાં સુધી તમારી SIP ચાલુ રાખો."

આ પણ વાંચો: દરરોજ રૂ. 238ની બચત અને પાકતી મુદતે મેળવો રૂ. 54 લાખ

સતત ઓછું પ્રદર્શન કર્યું હોય એવા ફંડ્સને રિડીમ કરો


"જોકે તમારે તમારા વર્તમાન મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શનની સમયાંતરે સમીક્ષા કરવી જોઈએ. સતત બેંચમાર્ક ઈન્ડેકસ અને સમકક્ષ પીઅર ફંડ્સ સામે સતત ઓછું પ્રદર્શન કર્યું હોય એવા ફંડ્સને રિડીમ કરો. જો તમારું કોઈપણ વર્તમાન ફંડ ઓછું રીટર્ન આપી રહ્યું હોય તો HDFC ઈન્ડેક્સ સેન્સેક્સ ફંડ, મિરાયે એસેટ લાર્જ કેપ ફંડ, એક્સિસ બ્લુચિપની પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડ, પીજીઆઈએમ ઈન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ, કોટક ઇમર્જિંગ ઇક્વિટી ફંડ, પીજીઆઇએમ ઇન્ડિયા મિડકેપ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, કોટક સ્મોલ કેપ ફંડ, એક્સિસ સ્મોલ કેપ ફંડને તેમની સંબંધિત ફંડ કેટેગરીઝ માટે રિપ્લેસમેન્ટ ફંડ તરીકે ધ્યાનમાં લો. ટેક્સ સેવિંગ ફંડ્સના કિસ્સામાં તમે મિરાયે એસેટ ટેક્સ સેવર ફંડ અને એક્સિસ લોંગ ટર્મ ઇક્વિટી ફંડના ડાયરેક્ટર પ્લાન્સ અંગે વિચારી શકો છો."

(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી સલાહ જે તે નિષ્ણાતની છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય રોકાણ અંગે સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Mutual funds, Share market, Stock market

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन